એમએસ ધોનીનું પહેલુ મ્યુઝિક આલ્મ ટૂંક સમયમાં થશે રિલીઝ ! સામે આવી તસવીરો

સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે બિગ બોસ સીઝન 16 ના વિજેતા અને રેપર એમસી સ્ટેન સાથે જોવા મળે છે. જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ જલદી જ કોઈ મ્યુઝિક આલ્બમના પ્રોજેક્ટમાં સાથે જોવા મળી શકે છે. જોકે આ ખબરો બાદ એમસી અને એમએસના ફેન્સ આ પ્રોજેક્ટની રિલીઝને લઈને એક્સાઈટેડ છે.

એમએસ ધોનીનું પહેલુ મ્યુઝિક આલ્મ ટૂંક સમયમાં થશે રિલીઝ ! સામે આવી તસવીરો
MS Dhoni Seen with mc stan pictures surfaced
| Updated on: Jan 06, 2024 | 1:16 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે માત્ર IPLમાં જ રમતા જોવા મળે છે. જોકે આ આ દરમિયાન, સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે બિગ બોસ સીઝન 16 ના વિજેતા અને રેપર એમસી સ્ટેન સાથે જોવા મળે છે. જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ જલદી જ કોઈ પ્રોજેક્ટમાં સાથે જોવા મળી શકે છે.

ધોની સોશિયલ મીડિયાનો બહુ ઓછો ઉપયોગ કરે છે, પરંતુ તેની તસવીરો અને વીડિયો ચોક્કસપણે ચર્ચાનો વિષય બને છે. ધોની જાહેરાતની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે અને તે દરરોજ અલગ-અલગ બ્રાન્ડ માટે શૂટિંગ કરતો રહે છે.

ધોની એમસી એક સાથે !

આ તસવીરોમાં એમસી અને એમએસ બંને બ્લેક સૂટમાં જોવા મળે છે. પ્રથમ તસ્વીરમાં, એમએસ ધોની અને એમસી સ્ટેન હાથ મિલાવતા જોવા મળે છે, જ્યારે બીજી તસ્વીરમાં આપણે તેઓને હાથ વડે ‘P’ ચિહ્ન બનાવતા જોઈ શકીએ છીએ. એમએસ ધોની સાથેની આ પળોની ઝલક એમસીએ તેના ઈસ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં લખ્યું છે કે, “થાલા લિજેન્ડ @mahi7781 સાથે કેટલાક શાનદાર શોટ્સ લીધા.”

મ્યુઝિક આલ્મમાં જોવા મળશે ધોની !

આગામી પ્રોજેક્ટ વિશે હજુ સુધી વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે બંનેને એકસાથે જોવાને લઈને ફેન્સ એક્સાઈટેડ છે. એક યુઝરે લખ્યું, “ધોની ભાઈનો ચાર્મ પી-ટાઉનમાં ચાલુ છે… હું પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છું.” અન્ય એક યુઝરે લખ્યું, “એમએસ ધોની અને રેપર વચ્ચે કયું ગીત આવી રહ્યું છે?” જોવા માટે રાહ નથી જોઈ શકતો, થલાઈવા અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.” અન્ય યુઝરે લખ્યું, ”હવે તમે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કરો… તુફાન માચેગા, ક્રિકેટમાં જાદુ હતો અને હવે મ્યુઝિક વીડિયોમાં પણ.

છેલ્લા કેટલાક દિવસોથી ધોની નવા વર્ષની રજાઓ મનાવવા દુબઈમાં હતા. આ દરમિયાન તેની પત્ની સાક્ષી, પુત્રી ઝીવા અને ઋષભ પંત સિવાય કેટલાક ખાસ મિત્રો પણ હાજર હતા.ધોની ફરી એકવાર IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળતા જોવા મળશે. 16મી સિઝનમાં તેના નેતૃત્વમાં CSKએ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું. ચેન્નાઈ હવે મેગા લીગની સંયુક્ત સૌથી સફળ ટીમ છે.

Published On - 12:16 pm, Sat, 6 January 24