MS Dhoni: ધોનીનો હવે ‘ડ્રોન’ શોટ! ચેન્નાઈની કંપનીમાં રોકાણ કરીને નવા બિઝનેશમાં દાવ રમ્યો

મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) એ ગરુડ એરોસ્પેસમાં ગુપ્ત રીતે પૈસા રોક્યા છે. એટલું જ નહીં, રોકાણકારની સાથે ધોની આ કંપનીનો ચહેરો પણ હશે. તે ચેન્નાઈ સ્થિત ડ્રોન કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હશે.

MS Dhoni: ધોનીનો હવે 'ડ્રોન' શોટ! ચેન્નાઈની કંપનીમાં રોકાણ કરીને નવા બિઝનેશમાં દાવ રમ્યો
ધોની ખેતી કરીને સારી આવ મેળવે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 10:56 AM

એમએસ ધોની (MS Dhoni) હવે માત્ર ક્રિકેટ જ નહીં, ક્રિકેટથી પણ આગળ જોઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટનો કેપ્ટન કૂલ હવે ધીમે ધીમે બિઝનેસ પિચ પર પોતાની પકડ મજબૂત કરી રહ્યો છે. આ ક્રમમાં તેણે ચેન્નાઈની ડ્રોન કંપની ગરુડા એરોસ્પેસ (Garuda Aerospace) માં મૂડી રોકાણ કરીને નવો દાવ લગાવ્યો છે. જોકે, આ કંપનીમાં ધોનીનું કેટલું રોકાણ છે, તે અત્યારે સ્પષ્ટ નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે તેણે ગરુડ એરોસ્પેસમાં ગુપ્ત રીતે પૈસા રોક્યા છે. એટલું જ નહીં, રોકાણકારની સાથે ધોની આ કંપનીનો ચહેરો પણ હશે. તે ચેન્નાઈ સ્થિત ડ્રોન કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હશે.

ગરુડ એરોસ્પેસના સ્થાપક અગ્નેશ્વર જયપ્રકાશે એક મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે, ધોનીએ અમારી સાથે રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું, અમે જે પણ હાંસલ કરવા માંગીએ છીએ, ધોનીની વિચારસરણી એક જ છે. તેમને અમારા ઈરાદામાં વિશ્વાસ છે. અમને તેમનાથી વધુ સારો પાર્ટનર અને એમ્બેસેડર મળી શક્યો ન હોત. કંપનીમાં ધોની પાર્ટ-વાઈઝ એટલે કે ટુકડાઓમાં રોકાણ કરશે.

કંપનીમાં ધોનીના રોકાણ અંગે કોઈ ખુલાસો થયો નથી

જોકે, જયપ્રકાશે કહ્યું કે, ધોનીએ કંપનીમાં પોતાના રોકાણ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. તેમની સાથે અન્ય કેટલાક રોકાણકારો પણ હશે જેઓ કંપનીમાં મૂડી રોકાણ કરશે. “અમે જુલાઈના અંત સુધીમાં અમારા $30 મિલિયન સિરીઝ A રાઉન્ડને બંધ કરી રહ્યા છીએ,” તેમણે કહ્યું. કોઈપણ ડ્રોન કંપની દ્વારા આ સૌથી મોટો સીરીઝ A રાઉન્ડ છે. જ્યારથી વડાપ્રધાને ડ્રોન ફેસ્ટિવલની શરૂઆત કરી છે ત્યારથી ડ્રોન પ્રત્યે લોકોનો રસ વધ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ગરુડ એરોસ્પેસની શરૂઆત 2015માં થઈ હતી

ચેન્નાઈ સ્થિત ગરુડ એરોસ્પેસની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. આ કંપનીએ ડ્રોન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ઘણું પ્રોત્સાહન આપ્યું છે. કંપનીનો દાવો છે કે તે ઓછા બજેટમાં ડ્રોન આધારિત સોલ્યુશન આપશે. તે 38 વિવિધ એપ્લિકેશનો સાથે ડ્રોન તૈયાર કરશે, જેમાં સેનિટાઈઝેશન, એગ્રીકલ્ચર સ્પ્રે, મેપિંગ, ઉદ્યોગ, સુરક્ષા, ડિલિવરી અને મોનિટરિંગ જેવી બાબતોનો સમાવેશ થશે.

કોવિડ સમયે સેનિટાઈઝેશન માટે ગરુડના ડ્રોનનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય તેનો ઉપયોગ બનારસ, રાયપુર, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવા શહેરોમાં દવાઓની ડિલિવરીમાં કરવામાં આવતો હતો. આ ડ્રોનનો ઉપયોગ ઉત્તર પ્રદેશમાં માલિકી હેઠળની જમીનના સર્વેક્ષણ માટે 1000 ગામોમાં કરવામાં આવ્યો હતો. ગરુડના ડ્રોનનો ઉપયોગ સંરક્ષણમાં પણ જોવા મળી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">