
ક્રિકેટના મેદાન પર મેચ દરમિયાન કોઈ એવી ઘટના બનતી જ રહે છે જે લોકોને વર્ષો સુધી યાદ રહે છે. દેશમાં ચાલી રહેલી રણજી મેચ દરમિયાન કઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે. 41 વારની રણજી ચેમ્પિયન મુંબઈની ટીમ પોતાની પહેલી મેચ બિહાર સામે રમી રહી હતી. બંને ટીમો વચ્ચે પટનાના મેદાનમાં મેચ રમાય રહી હતી. મોઈન ઉલ હક સ્ટેડિયમમાં અજિક્ય રહાણે, સરફરાઝ ખાન અને શિવમ દુબે જેવા સ્ટાર પ્લેયર્સ આ મેચનો ભાગ હતા. ત્યારથી જ બિહારનું મોઈન ઉલ હક સ્ટેડિયમ તેની ખરાબ હાલતને કારણે ચર્ચામાં આવ્યુ.
મુંબઈ અને બિહારની મેચ મોડેથી શરુ થતા આ ક્રિકેટ સ્ટેડિયમ ચર્ચામાં આવ્યુ. બિહાર તરફથી 2 ટીમ મેદાનમાં ઉતારવામાં આવી હતી. તેની વચ્ચે મોઈન ઉલ હક સ્ટેડિયમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. લગભગ 27 વર્ષ બાદ આ મેદાન પર રણજી ટ્રોફીની મેચ રમાય હતી. પણ સ્ટેડિયમની ખરાબ હાલત જોઈ હવે ભાગ્યે જ કોઈ ટીમ અહીં ફરીથી રમવા આવશે.
Can you believe it?
This is the stadium where Ranji Trophy match is being played between MUMBAI and Bihar.
Got this video on instagram. Someone with username Haanji Nitish has posted it #RanjiTrophy pic.twitter.com/xlGfCyTtNy
— Varun Giri (@Varungiri0) January 5, 2024
રણજી મેચ દરમિયાન એક ક્રિકેટ ફેન દ્વારા આ સ્ટેડિયમનો વીડિયો શેયર કરવામાં આવ્યો. આ વીડિયોમાં ખરાબ સ્ટેન્ડસ, મેદાન પર પાણી, દીવાલ પર નાના-મોટા છોડ જોવા મળ્યા હતા. દર્શકોની બેસવાની જગ્યાની આસપાસ લોકોના કપડા સૂકાયેલા જોવા મળ્યા હતા. જે વ્યક્તિએ આ વીડિયો શૂટ કર્યો છે તે કહી રહ્યો છે કે જો કોઈ અહીં મેચ જોવા આવે છે તો તેણે ક્યાં બેસવું જોઈએ. વીડિયોમાં કેટલાક ખેલાડીઓ મેદાન પર નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. જોકે, TV9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો : આ ક્રિકેટ ટીમ રાજકોટમાં રમવા આવશે ત્યારે પોતાની સાથે રસોઈયા લઈને આવશે
Published On - 6:12 pm, Sun, 7 January 24