Cricket: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેનની ધરપકડ, ઘરેલુ હિંસાના મામલે પોલીસે એરેસ્ટ કરી કાર્યવાહી હાથ ધરી

ઓસ્ટ્રેલિયન (Australia) ઓપનરે 1993 થી 2001 વચ્ચે 74 ટેસ્ટ અને 42 વનડે રમી હતી. તે પહેલા પણ અનેક વખત વિવાદોમાં સપડાયો છે.

Cricket: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેનની ધરપકડ, ઘરેલુ હિંસાના મામલે પોલીસે એરેસ્ટ કરી કાર્યવાહી હાથ ધરી
Michael Slater
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 1:17 PM

ઓસ્ટ્રેલિયા (Australia) ના પૂર્વ બેટ્સમેન માઇકલ સ્લેટર (Michael Slater) ની બુધવારે ઘરેલુ હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્લેટરના મેનેજર સીન એન્ડરસને આ આરોપો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ન્યુ સાઉથ વેલ્સ પોલીસે જણાવ્યું હતું કે, સ્લેટર સામે ઘરેલુ હિંસાનો રિપોર્ટ ગયા અઠવાડિયે દાખલ કરવામાં આવ્યો હતો. જેની તેઓએ મંગળવારે તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસ કરતી વખતે 51 વર્ષીય સ્લેટરના ઘરે પહોંચી હતી. અહીંથી તેની ધરપકડ કરવામાં આવી અને સીધા NSW પોલીસ સ્ટેશન (New South Wales Police) લઈ જવામાં આવ્યા હતા.

સ્લેટર ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેનોમાંનો એક છે. તેણે પોતાની 8 વર્ષની કારકિર્દીમાં 74 ટેસ્ટ અને 42 વનડે રમી છે. ત્યાર બાદ, તેઓ છેલ્લા 15 વર્ષથી કોમેન્ટ્રી કરી રહ્યા છે. સ્લેટરને તાજેતરમાં સેવન નેટવર્કની કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તે લાંબા સમયથી તેમની પત્નીથી અલગ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 2001 માં એશિઝની શ્રેણી તેમની છેલ્લી શ્રેણી સાબિત થઈ. જસ્ટિન લેંગરને ટીમમાંથી પડતો મૂકીને તેને તક આપવામાં આવી હતી. સ્લેટર જસ્ટિનને નાપસંદ કરે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફ્લાઇટમાંથી ઉતર્યા

આના બે વર્ષ પહેલા, સ્લેટરને બે મહિલા મિત્રો સાથેની લડાઈના કારણે ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. તે સિડનીથી ક્વાન્ટાસ ફ્લાઇટમાં વાગા વાગા જઇ રહ્યા હતા. ત્યારે તેની સાથે બે મહિલા મિત્રો સાથે ઝઘડો થયો હતો. આ પછી તેણે પોતાને ફ્લાઇટના બાથરૂમમાં બંધ કરી દીધો હતો. આ કારણે ફ્લાઇટના ટેકઓફમાં વિલંબ થયો હતો. જેના કારણે તેમને ફ્લાઇટમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા.

વડાપ્રધાન પર નિવેદન આપીને વિવાદોમાં ફસાયા હતા

સ્લેટર આ વર્ષે મે મહિનામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પર આપેલા નિવેદનને કારણે વિવાદમાં ફસાયા હતા. તેમણે પોતાના દેશની સરકારના નિર્ણય સામે ટ્વિટ કરીને પોતાની તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.

સ્લેટરએ લખ્યું હતુ કે, જો અમારી સરકાર ઓસ્ટ્રેલિયન નાગરિકોની સલામતીની કાળજી લેતી, તો અમને દેશમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવતી. આ એક અપમાન છે. પ્રધાનમંત્રી તમારા હાથમાં લોહી લાગેલુ છે. તમે અમારી સાથે આ રીતે કેવી રીતે આમ વર્તન કરી શકો? તમારી ક્વોરન્ટાઇ વ્યવસ્થાનું શું થયું? IPL માં કામ કરવા માટે મારી પાસે સરકારની પરવાનગી હતી. પરંતુ હવે મારે સરકારી ઉપેક્ષાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ T20 World Cup: વેસ્ટઇન્ડિઝને લાગ્યો મોટો ઝટકો, ટૂર્નામેન્ટમાં અભિયાનનો પ્રારંભ કરતા પહેલા જ આ સ્ટાર ખેલાડી થઇ ગયો બહાર

આ પણ વાંચોઃ Team India: ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી પર જોવા મળતા ત્રણ સ્ટારનુ શુ છે મહત્વ ? શા માટે અંકિત કરવામાં આવે છે, જાણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">