IPL 2022 : મેચ 13, રન 393 અને સ્ટ્રાઈક રેટ 161… ટીમ ઈન્ડિયાનો દરવાજો ફરી ખટખટાવ્યો, શું આ વખતે પસંદગીકારો સાંભળશે ?

Cricket : મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના બેટ્સમેને ફરી એકવાર તબાહી મચાવી દીધી હતી અને મુંબઈની સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રતિ બુમરાહ પર સતત 3 બાઉન્ડ્રી પણ ફટકારી.

IPL 2022 : મેચ 13, રન 393 અને સ્ટ્રાઈક રેટ 161… ટીમ ઈન્ડિયાનો દરવાજો ફરી ખટખટાવ્યો, શું આ વખતે પસંદગીકારો સાંભળશે ?
Rahul Tripathi (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 9:54 AM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તેના અંતિમ તબક્કા પર જઇ રહ્યું છે અને દરેક સિઝનની જેમ આ સિઝનમાં પણ તે નવા ખેલાડીઓની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. જેણે આ સિઝનમાં પોતાની રમતથી ખૂબ પ્રભાવિત કર્યા છે અને તેમને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ સિઝનમાં આ ચર્ચા તિલક વર્મા, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, દીપક હુડા જેવા ખેલાડીઓની આસપાસ ફરે છે. પરંતુ એક ખેલાડી એવો છે જે છેલ્લા 2-3 સિઝનથી સતત સારો દેખાવ કરી રહ્યો છે અને તે પછી પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ બેટ્સમેન પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi) છે. જેણે ઘણા નામોની ચર્ચા વચ્ચે મંગળવારે ફરી એકવાર બતાવ્યું કે તેને પણ તક આપવી જોઈએ.

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) એ આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચમાં 6 જીત નોંધાવી છે અને તેમાંથી મોટાભાગની મેચોમાં ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi) નું મહત્વનું યોગદાન રહ્યું છે. મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમના આ બેટ્સમેને આ સિઝનમાં પણ છેલ્લી કેટલીક સિઝનમાં સાતત્ય જાળવી રાખ્યું છે અને બતાવ્યું છે કે હૈદરાબાદે તેના પર ખર્ચેલા 8.50 કરોડ રૂપિયા ખોટા નથી. આ સાથે તેણે ભારતીય ટીમના દરવાજા ખટખટાવ્યા છે અને પસંદગીકારો ચેતવ્યા છે. જેથી તેને બ્લુ જર્સીમાં પોતાનું પ્રદર્શન બતાવવાની તક મળે.

રાહુલ ત્રિપાઠીનું દમદાર પ્રદર્શન

IPL ની દરેક સિઝનની જેમ આ વખતે પણ કેટલાક નવા ખેલાડીઓએ સારો દેખાવ કર્યો છે અને તેને આગામી મહિને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવે તેવી શક્યતા છે. યુવા ક્રિકેટર રાહુલ ત્રિપાઠી જેવો બેટ્સમેન પણ છે જે છેલ્લા કેટલાક સિઝનથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ દરમિયાન તેણે જસપ્રિત બુમરાહની ઓવરમાં સતત 3 બાઉન્ડ્રી પણ ફટકારી હતી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

વાત માત્ર આ ઇનિંગ્સની જ નથી. પરંતુ આ સિઝનમાં પણ તેનું પ્રદર્શન સતત સારુ રહ્યું છે. આ સિઝનમાં રાહુલલ ત્રિપાઠીએ અત્યાર સુધી 13 ઇનિંગ્સમાં 393 રન બનાવ્યા છે. જેમાં તેના નામે 3 અડધી સદી છે. તેનો સ્ટ્રાઈક રેટ 161.72 છે જ્યારે સરેરાશ 39 છે. તેણે 19 છગ્ગા અને 39 ચોગ્ગા પણ ફટકાર્યા છે.

શું ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી શકશે.?

તેનું આ પ્રદર્શન ચાલુ સિઝનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શિખર ધવન અને કેએલ રાહુલ જેવા નિયમિત ભારતીય બેટ્સમેન કરતાં ઘણું વધારે રહ્યું છે. તો હાલમાં ચર્ચામાં રહેલા તિલક વર્મા, દીપક હુડા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ જેવા યુવા સ્ટાર્સ કરતાં વધુ સારુ છે. ચોક્કસપણે આવા પ્રદર્શન પછી ટીમ ઈન્ડિયામાં તક આપવાનો પ્રશ્ન ઊભો થાય છે. હવે આ પ્રશ્નનો જવાબ કેવો હશે તે સંભવતઃ એ દિવસે નક્કી થશે કે રાહુલ ત્રિપાઠી કદાચ આ સિઝનમાં 22 મે ના રોજ તેની છેલ્લી મેચ રમશે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">