IPL 2022માં કુલ 10 ટીમોના સુકાનીઓની યાદી, જાણો કેટલા ભારતીય કેપ્ટન અને કેટલા વિદેશી કેપ્ટનનો થયો સમાવેશ?
IPL 2022ની શરૂઆત 26 માર્ચથી થઇ રહી છે. આ વખતે લીગમાં કુલ 10 ટીમો ભાગ લઇ રહી છે. ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ નવી ટીમ તરીકે મેદાન પર ઉતરશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે. 2019 પછી આ પ્રથમ સિઝન હશે, જ્યારે આ વિશ્વ પ્રસિદ્ધ લીગ ભારતમાં દર્શકોની હાજરીમાં રમાશે. આ સિઝનમાં ઘણા ફેરફારો થયા છે અને તેમાંથી એક ફેરફાર ટીમને લઈને પણ આવ્યો છે. આ વખતે આઈપીએલ 2022માં 8 નહીં પણ કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. જે અન્ય સિઝન કરતાં વધુ છે. લીગની શરૂઆત પહેલા તમામ ટીમોના કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ વખતે પોતાના કેપ્ટનનું નામ સૌથી છેલ્લે જાહેર કર્યું હતું.
આ સમયના કેપ્ટનો પર નજર કરીએ તો 10 કેપ્ટનમાંથી 8 કેપ્ટન ભારતીય છે. જ્યારે 2 ટીમોએ વિદેશી કેપ્ટન પર વિશ્વાસ દર્શાવ્યો છે. કેટલાક ખેલાડીઓ આ લીગમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરતા જોવા મળશે, જ્યારે કેટલાક દિગ્ગજ કેપ્ટન પણ સામેલ છે. નવી સિઝનની શરૂઆત પહેલા તમામ ટીમોના કેપ્ટન કોણ છે તે જાણવા માટે દરેકના મનમાં ઉત્સુકતા છે. આવી સ્થિતિમાં અમે તમને આ અંગે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
નજર કરીએ 10 ટીમના સુકાનીઓ પરઃ
- મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા
- ચેન્નઈ સુપર કિંગ્સઃ મહેન્દ્ર સિંહ ધોની
- કોલકાતા નાઇટ રાઇડર્સઃ શ્રેયસ અય્યર
- સનરાઇઝર્સ હૈદરાબાદઃ કેન વિલિયમ્સન
- રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન
- દિલ્હી કેપિટલ્સઃ રિષભ પંત
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુ પ્લેસીસ
- પંજાબ કિંગ્સઃ મયંક અગ્રવાલ
- ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા
- લખનૌ સુપર જાયન્ટ્સઃ લોકેશ રાહુલ
તમને જણાવી દઈએ કે IPL 2022 26 માર્ચથી શરૂ થશે અને 29 મેના રોજ ફાઈનલ રમાશે. આ દરમિયાન મુંબઈ અને પૂણેમાં ચાર આંતરરાષ્ટ્રીય સ્થળો પર 70 લીગ મેચો રમાશે. દરેક ટીમ વાનખેડે સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 4-4 મેચો અને બ્રેબોર્ન સ્ટેડિયમ અને એમસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 3-3 મેચ રમશે.
IPL 2022 માટે ટીમોના ગ્રુપ આ પ્રમાણે છે:
ગ્રુપ A: 1) મુંબઈ ઈન્ડિયન્સ 2) કોલકાતા નાઇટ રાઇડર્સ 3) રાજસ્થાન રોયલ્સ 4) દિલ્હી કેપિટલ્સ 5) લખનૌ સુપર જાયન્ટ્સ
ગ્રુપ B: 1) ચેન્નઈ સુપર કિંગ્સ 2) સનરાઇઝર્સ હૈદરાબાદ 3) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 4) પંજાબ કિંગ્સ 5) ગુજરાત ટાઇટન્સ
આ પણ વાંચો : SA vs BAN: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર વન-ડે સીરિઝ જીતી ઇતિહાસ રચ્યો
આ પણ વાંચો : IPL 2022: ‘ભારત મારું બીજું ઘર બની ગયું છે’ જોસ બટલરે IPL શરૂ થાય તે પહેલા આપી પ્રતિક્રિયા