learn Cricket : તમે પણ બનવા માંગો છો ‘યોર્કર કિંગ’ ? આ Video જોઈને શીખો કઈ રીતે થાય છે યોર્કર બોલિંગ

યોર્કર બોલ ફૂલ લેન્થ બોલ છે. જ્યારે પણ બોલર બેટ્સમેનના પગની સામે બોલ ફેંકે છે, તે યોર્કર બોલ છે. તેને સરળ ભાષામાં સમજવા માટે, જ્યારે બોલર બેટ અને બેટ્સમેનના જૂતાની વચ્ચે ફુલ લેન્થ બોલ ફેંકે છે, ત્યારે તે સંપૂર્ણ યોર્કર બોલ માનવામાં આવે છે.આ બોલની ખાસ વાત એ છે કે જ્યારે આ બોલ ફેંકવામાં આવે છે ત્યારે બેટ્સમેનને રન બનાવવા માટે સૌથી મોટી સમસ્યા ઉભી થાય છે કારણ કે આ બોલમાં મોટાભાગે આઉટ થવાની સંભાવના રહે છે.

learn Cricket : તમે પણ બનવા માંગો છો યોર્કર કિંગ ? આ Video જોઈને શીખો કઈ રીતે થાય છે યોર્કર બોલિંગ
learn cricket - Yorker Bowling
| Edited By: | Updated on: Sep 20, 2023 | 9:53 AM

Cricket Tips :  તમે બધા ક્રિકેટ પ્રેમીઓએ મેચ જોતી વખતે કોમેન્ટ્રીમાં ઘણી વાર સાંભળ્યું હશે કે બોલરે યોર્કર બોલ (Yorker bowl) નાખીને વિકેટ લીધી. આવી સ્થિતિમાં તમારા મગજમાં કોઈને કોઈ સમયે આ પ્રશ્ન તો આવ્યો જ હશે કે યોર્કર બોલ શું છે, તેને કેવી રીતે બોલ કરવો અને યોર્કર બોલ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.આ બધું જાણવા વાંચો આ અહેવાલ.

યોર્કર બોલને શું કહેવાય છે?

યોર્કર બોલ ફૂલ લેન્થ બોલ છે. જ્યારે પણ બોલર બેટ્સમેનના પગની સામે બોલ ફેંકે છે, તે યોર્કર બોલ છે. તેને સરળ ભાષામાં સમજવા માટે, જ્યારે બોલર બેટ અને બેટ્સમેનના જૂતાની વચ્ચે ફુલ લેન્થ બોલ ફેંકે છે, ત્યારે તે સંપૂર્ણ યોર્કર બોલ માનવામાં આવે છે.

આ બોલની ખાસ વાત એ છે કે જ્યારે આ બોલ ફેંકવામાં આવે છે ત્યારે બેટ્સમેનને રન બનાવવા માટે સૌથી મોટી સમસ્યા ઉભી થાય છે કારણ કે આ બોલમાં મોટાભાગે આઉટ થવાની સંભાવના રહે છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાની મદદ માટે ધોની-સચિનને બોલાવો, વર્લ્ડ કપ પહેલા દિગ્ગજ ક્રિકેટરે કેમ આવું કહ્યું ?

આ રીતે કરો યોર્કર બોલિંગ

  • યોર્કર બોલ ફેંકવા માટે સૌથી પહેલા તમારા હાથમાં સારી બોલ ગ્રિપ બનાવો.
  • તમારી બંને આંગળીઓને અંગ્રેજી અક્ષર V ની જેમ બોલ પર રાખો અને અંગૂઠા વડે નીચેથી બોલને ટેકો આપો.
  • તમે બેટ્સમેનના પગ પર લક્ષ્ય રાખશો. લક્ષ્ય રાખતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તમારો બોલ બેટ્સમેનના પગ અને બેટની વચ્ચે રહે.
  • સૌથી મહત્વની વાત એ છે કે દોડતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારે પહેલા બે-ત્રણ સ્ટેપમાં હળવાશથી દોડવું જોઈએ અને પછી છેલ્લા ત્રણ-ચાર સ્ટેપમાં થોડી ઝડપથી દોડીને બોલ ફેંકવો જોઈએ.
  • હંમેશા ધ્યાન રાખો કે બોલને બેટ્સમેનના પગ અને બેટની વચ્ચે પૂરી ગતિથી અને પૂરી તાકાતથી ફેંકો.
  • જ્યારે પણ તમે યોર્કર બોલ કરો છો ત્યારે જ્યારે તમારો હાથ માથાથી 35-40 ડિગ્રી ઉપર હોય ત્યારે જ બોલ છોડો.
  • બોલ ફેંકતી વખતે તમારા ખભા અને કાંડાનો ઉપયોગ કરવાની ખાતરી કરો.

આ પણ વાંચો : માત્ર બે મેચમાં રોહિત શર્માએ સૌરવ ગાંગુલી પાસેથી કપ્તાનીમાં ‘માસ્ટરસ્ટ્રોક’ શીખ્યો

કેટલા પ્રકારના હોય છે Yorker Ball ?

જણાવી દઈએ કે યોર્કર બોલ 7 પ્રકારના હોય છે. વાઈડ યોર્કર, સ્વિંગિંગ યોર્કર, સ્લો યોર્કર, આઉટ સ્સ્વિંગગિંગ યોર્કર, ફાસ્ટ ઈનસ્વિગિંગ યોર્કર, ટો ક્રશિંગ યોર્કર, ફાસ્ટ યોર્કર. બોલર્સ પરિસ્થિતિ પ્રમાણે યોર્કર બોલનો ઉપયોગ કરે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:49 am, Wed, 20 September 23