જાણો 2 Test Match વિશે, જેમાં ભારતે 350થી વધુ રનનો લક્ષ્યાંક પાર કર્યો

ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં બેટિંગ કરવું ક્યારેય સરળ નથી હોતું. ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં લક્ષ્ય પપ્રપાત કરવા માટે પ્રયત્નરત રહેતી ટીમને મોટાભાગે હારનો સામનો કરવો પડે છે.

  • Tv9 webdesk42
  • Published On - 14:34 PM, 20 Jan 2021
Learn about 2 Test Match, in which India crossed the target of more than 350 runs
Achieved the target of 350

Test Matchએ ક્રિકેટનું સૌથી જૂનું અને ઐતિહાસિક ફોર્મેટ છે. Test Match આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆતથી જ ક્રિકેટનું સૌથી મોટું ફોર્મેટ બનેલું છે. એક રીતે કહીએ તો ટેસ્ટ મેચ સૌથી અઘરું ક્રિકેટ ફોર્મેટ છે, જેમાં ખેલાડીઓની અગ્નિપરીક્ષા થાય છે. ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં બેટિંગ કરવું ક્યારેય સરળ નથી હોતું. ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં લક્ષ્ય પપ્રપાત કરવા માટે પ્રયત્નરત રહેતી ટીમને મોટાભાગે હારનો સામનો કરવો પડે છે. આમ છતાં ભારતીય ક્રિકેટ ટીમે એવી 2 ઐતિહાસિક ટેસ્ટ મેચ રમી છે જેમાં ચોથી ઇનિંગમાં દમદાર બેટિંગ કરીને 350થી વધુ રનનું લક્ષ્ય પ્રાપ્ત કરી જીત મેળવી છે. આવો જાણીએ એ બે ઐતિહાસિક ટેસ્ટ મેચ વિશે.

જ્યારે ભારતે ઈંગ્લેન્ડ સામે 387 રનનું લક્ષ્ય પાર કર્યું
વર્ષ 2008માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટસીરિઝમાં ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતને 387 રનનું લક્ષ્ય પાર કરવાનો પડકાર મળ્યો હતો. આ મેચમાં પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 316 રન બનાવ્યાં હતા, જવાબમાં ભારતે 241 રન બનાવ્યાં હતા. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે સારો સ્કોર કરીને ભારતને 387 રનનું લક્ષ્ય આપ્યું.

આના જવાબમાં ચોથી ઇનિંગમાં ભારતે વીરેન્દ્ર સહેવાગના કાઉન્ટર એટેકથી જીતનો પાયો નાખ્યો. છેલ્લા દિવસે ભારતે સચિનની સદીની મદદથી આ મેચમાં 387 રનનું લક્ષ્ય પાર કરી જીત મેળવી હતી. આ મેચમાં સહેવાગના 83 રન ઉપરાંત ગૌતમ ગંભીરના 66 અને યુવરાજસિંહની અર્ધસદી પણ ટીમની જીત માટે ઉપયોગી સાબિત થઈ.

 know about 2 Test Match, in which India achieved more than 350 targets

406 રનનું લક્ષ્ય પાર કરી વેસ્ટઈન્ડિઝને હરાવ્યું
70 અને 80ના દયાકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટઈન્ડિઝની ટીમને સૌથી ખતરનાક અને મજબૂત માનવામાં આવતી હતી. આ ટીમ પાસે દિગ્ગજ ખેલાડીઓની આખી ફૌજ હતી. આ જ સમયમાં ભારતે 1983ના વિશ્વકપના થોડા વર્ષો પહેલા વેસ્ટઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટમેચમાં 406 રનનું લક્ષ્ય પાર કરી વેસ્ટઈન્ડિઝને હરાવ્યું હતું.

વર્ષ 1976માં વેસ્ટઈન્ડિઝમાં રમાયેલી ટેસ્ટ સીરિઝ દરમિયાન પોર્ટ ઓફ સ્પેનમાં એક ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં વેસ્ટઈન્ડિઝે પ્રથમ ઇનિંગમાં 359 રન કર્યા હતા, જેની સામે બીજી ઇનિંગમાં ભારતીય ટીમ માત્ર 228 રન બનાવી શકી. ત્રીજી ઇનિંગમાં વેસ્ટઈન્ડિઝ ખૂબ આગળ રહ્યું. ત્રીજી ઇનિંગમાં વેસ્ટઈન્ડિઝે 271 રન કરીને ભારત સામે 406 રનનું લક્ષ્ય આપ્યું હતું. ચોથી ઇનિંગમાં જીત મેળવવાઈ મુશ્કેલ હતી, પણ સુનિલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથની બે સદી અને મોહિન્દર અમરનાથના 85 રનની મદદથી 406 રનનું લક્ષ્ય પાર કરી વેસ્ટઈન્ડિઝને હરાવ્યું.

આ પણ વાંચો : ઓળખો છો આ છોકરાને ? Ashish Nehra જેને સહી કરી આપે છે તેણે આજે ભારતને જીતાડ્યું