વિશ્વમાં સૌથી વધુ આકર્ષણ ધરાવતી IPL ના પ્રથમ કમિશ્નર Lalit Modi હતા, જેના વડે BCCI માં દબદબા સાથે ઓળખ બનાવી

દેશની પ્રથમ મિસ યૂનિવર્સ સુસ્મિતા સેન (Sushmita Sen) સાથે લગ્ન કરી લીધા હોવાની વાતે લલિત મોદી (Lalit Modi) ચર્ચામાં લાવી દીધા હતા. જોકે બાદમાં તેઓએ લગ્ન નહીં પણ ડેટીંગ કરી રહ્યા હોવાની સ્પષ્ટતા ટ્વીટ કરીને કરી હતી.

વિશ્વમાં સૌથી વધુ આકર્ષણ ધરાવતી IPL ના પ્રથમ કમિશ્નર Lalit Modi હતા, જેના વડે BCCI માં દબદબા સાથે ઓળખ બનાવી
Lalit Modi એ ભારતીય ક્રિકેટમાં IPL વડે ઓળખ મેળવી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 12:16 AM

લલિત મોદી (Lalit Modi) ગુરુવારે સાંજે અચાનક જ ક્રિકેટ, એન્ટરટેઈન્મેન્ટ અને બિઝનેશની દુનિયામાં ચર્ચામાં આવી ગયા. તેમની આ ચર્ચાનુ કારણ એ હતુ કે પહેલા એ સમાચાર વહેતા થયા કે તેઓએ લગ્ન કરી લીધા છે. બોલીવુડની અભિનેત્રી અને દેશની પ્રથમ મિસ યૂનિવર્સ સુસ્મિતા સેન (Sushmita Sen) સાથે લગ્ન કરી લીધા હોવાની વાતે તેમને ચર્ચામાં લાવી દીધા હતા. જોકે બાદમાં તેઓએ લગ્ન નહીં પણ ડેટીંગ કરી રહ્યા હોવાની સ્પષ્ટતા ટ્વીટ કરીને કરી હતી. લલિત મોદી વિશ્વભરમાં સૌથી વધુ આકર્ષણ ધરાવતી ક્રિકેટ લીગના પાયામાં રહ્યા છે. એટલે કે IPL ની શરુઆત 2008માં થઈ હતી તે વખતે તે BCCI ના વાઈસ પ્રેસિડેન્ટ હતા અને IPL ના પ્રથમ કમિશ્નર હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆતની ત્રણ સિઝનમાં લલિત મોદી કમિશ્નર હતા. તેઓનો દબદબો એટલો એ વખતે બતાવ્યો હતો કે, ભારતીય ક્રિકેટની ઝાકમ ઝોળ ધરાવતી લીગ પર પોતાનો દબદબો ધરાવતા હતા. લીગને ચમચમાતી બનાવવી યોજના અને તેની પાછળનુ ભેજુ પણ લલિત મોદીનુ હતુ. લીગમાંથી બીસીસીઆઈને માટે નાણાનો ધોધ વહાવવાની યોજના પણ તેમની હતી. બદલામાં ખેલાડીઓને ખરીદવાના અને ઉદ્યોગ જગતને તેમાં જોડવાની યોજના પણ તેમની જ રહી હતી.

ભારતમાં ક્રિકેટનુ પરિવર્તન કર્યુ

વર્ષ 2008ની સાથે ભારતમાં ક્રિકેટનો જાણે કે યુગ બદલાઈ ગયો. અનેક નાના નાના ખેલાડીઓેને મોટા ખેલાડીઓ સાથે રમવાની અને પોતાનુ કૌશલ્ય દર્શાવવાની તક મળવાની શરુઆત આઈપીએલના આગમન સાથે થઈ. સાથે જ અઢળક રુપિયા પણ પોતાના ખિસ્સામાં જમા થવા લાગ્યા હતા. એકલા હાથે જ તેઓએ આઈપીએલની યોજના ઘડી નિકાળી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જોકે આઇપીએલની વર્ષ 2008 અને 2009ની સિઝન દમદાર રીતે વિશ્વમાં ચારેય બાજુ આકર્ષણ જમાવ્યા બાદ લલિત મોદી સાથે વિવાદની શરુઆત થઈ હતી. વર્ષ 2010ની સિઝન પહેલા 2 નવી ટીમો કોચી અને પુણે જોડવામાં આવી હતી. કોચીની ટીમને ખરીદવાના ટેન્ડરમાં ગોલમાલ થઈ હોવાનુ સામે આવ્યુ અને તેનો વિવાદ શરુ થયો હતો.

વર્ષ 2010 બાદ તો લલિત મોદી પર આક્ષેપો એક બાદ એક શરુ થવા લાગ્યા, જે વખતે તેઓનુ કદ ભારતીય ક્રિકેટમાં એક ઉંચાઈ પર પહોંચી ગયુ હતુ અને બીસીસીઆઈ પ્રમુખ તેમની સામે કદમાં ઝાંખા દેખાવા લાગ્યા હતા. મોદી પર ખોટા લાભ અને ઓક્શનમાં ગોલમાલ કરવા સહિત આઈપીએલના ટેન્ડરોમાં પણ આડુ અવળુ કર્યાના આરોપ લાગ્યા હતા. તેમની પર ભારતીય ક્રિકેટ બોર્ડે પ્રતિબંધ મુક્યો જેની પર તેમનુ એક હથ્થુ પ્રભુત્વ હતુ. ઈડીએ પણ લલિત મોદી સામે તપાસની શરુઆત કરી હતી.

ભારત છોડી વિદેશમાં રહેવા મજબૂર

પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ લલિત મોદી હાલમાં ભારતથી ખૂબ દૂર છે. એક સીધા શબ્દોમા કહીએ તો આરોપો બાદ તેઓ ભારતથી ફરાર થઈ ગયા છે. લલિત મોદી પર મની લોંડરીંગના આરોપ લાગ્યા છે. ઈડીએ તેમની સામે તપાસ શરુ કરી હતી અને આરોપો અંગે કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. તે આરોપો બાદ થી તેઓ ભારતની બહાર છે. અને હવે વિદેશમાં જ સ્થાયી થઈ થવા મજબૂર છે.

વિવાદો થી ચર્ચામાં રહ્યા લલિત મોદી

ક્રિકેટ હોય કે પછી પર્સનલ લાઈફ લલિત મોદી હંમેશા વિવાદોમાં રહ્યા છે. તેઓનો પીછો વિવાદોએ ક્યાારેય છોડ્યો નથીય અભ્યાસના સમય દરમિયાન પણ તે વિવાદોમાં રહ્યા હતા. એ વખતે તે એક બિઝનેશમેનના પુત્ર તરીકે ઉદ્યોગ જગતના ચોક્કસ મર્યાદિત વર્તુળમાં જ ઓળખ ધરાવતા હતા. એ વખતે 1985ના અરસા દરમિયાન તેમની પર ડ્ર્ગ્સ વેચવાનો આરોપ લાગ્યો હતો. આ આક્ષેપોએ તેમની ઓળખ ઉદ્યોગ જગતમાં જગાવી હતી. એ વખતે વિદેશમાં અભ્યાસ દરમિયાન પોતાની માતાની બહેનપણી ને પોતાનુ દિલ આપી બેઠા હતા. જે અંતમાં અનેક વળાંકો વાળી ઘટનાઓ બાદ લગ્નના બંધનથી બંધાઈ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">