ટીમ ઈન્ડિયામાં નથી મળી રહી આ ઓલરાઉન્ડરને જગ્યા, તે ઈંગ્લેન્ડમાં મચાવી રહ્યો છે ધૂમ

આ ખેલાડી ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની (Indian Cricket Team) બહાર છે અને હવે ઈંગ્લેન્ડમાં પોતાના પ્રદર્શનથી ધૂમ મચાવી રહ્યો છે.

ટીમ ઈન્ડિયામાં નથી મળી રહી આ ઓલરાઉન્ડરને જગ્યા, તે ઈંગ્લેન્ડમાં મચાવી રહ્યો છે ધૂમ
Krunal Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 7:42 PM

ભારતીય ક્રિકેટ ટીમની બેન્ચ સ્ટ્રેન્થ વધુ મજબૂત થઈ રહી છે. એક જગ્યા માટે ટીમ પાસે ઘણા વિકલ્પો છે. આવી પરિસ્થિતિમાં ઘણા ખેલાડીઓને ટીમની બહાર રહેવું પડે છે. આ ખેલાડીઓ કોશિશ કરે છે પ્રદર્શનથી પોતાના વિરોધીઓને હરાવે અને ટીમ ઈન્ડિયામાં આવે. આવો જ એક ખેલાડી છે ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) જે હાલમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. પંડ્યાએ પોતાની શાનદાર રમતથી વાર્વિકશરને (Warwickshire) જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાર્વિકશરે રોયલ લંડન વન ડે કપમાં ગ્રુપ એ મેચમાં સસેક્સને હરાવ્યું છે. વાર્વિકશર આ મેચ ચાર રને જીતી ગયું હતું. પહેલા બેટિંગ કરતા વાર્વિકશરની ટીમે છ વિકેટે 310 રન બનાવ્યા હતા. સસેક્સની ટીમ ખૂબ જ નજીક આવી અને મેચ હારી ગઈ. સસેક્સે સાત વિકેટે 306 રન બનાવ્યા.

પંડ્યાએ લીધી 3 વિકેટ

સસેક્સને ટાર્ગેટ પહેલા રોકવામાં પંડ્યાએ પણ મહત્તવની ભૂમિકા ભજવી હતી. પંડ્યાએ 10 ઓવરના ક્વોટામાં 51 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. પંડ્યાએ પહેલા ટોમ ક્લાર્કને આઉટ કર્યો હતો. તેને 30 રન બનાવ્યા હતા. અલી ઓર તેની સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ પંડ્યાએ તેને પેવેલિયનમાં મોકલી દીધો હતો. અલીએ 102 બોલનો સામનો કરીને છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

પંડ્યાનો ત્રીજો શિકાર બન્યો ડેલરે રોવલિન્સ. સસેક્સ તરફથી ભારતના ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી હતી. પૂજારાએ 79 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 107 રનની ઇનિંગ રમી હતી. પૂજારા 49મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. અહીંથી સસેક્સ મેચ જીતવાની રેસમાંથી બહાર થઈ ગયું હતું.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આવી રહી વાર્વિકશરની ઈનિંગ્સ

આ પહેલા વાર્વિકશરે રોબ યેટ્સની શાનદાર સદીની મદદથી 310 રનના આંકને સ્પર્શી ગયું હતું. આ ઓપનરે 111 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 114 રન બનાવ્યા હતા. કેપ્ટન વિલ રોહડ્સે 76 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં વિલે 70 બોલનો સામનો કર્યો અને સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. મિચેલ બરગેસે 58 રન બનાવ્યા હતા. પરંતુ પંડ્યા બેટથી કંઈ કમાલ કરી શક્યો ન હતો. તે બે બોલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો.

આ પહેલા પંડ્યાએ સરે સામે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. સરે સામે પંડ્યાએ 74 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં પંડ્યાએ 82 બોલનો સામનો કર્યો અને પાંચ ચોગ્ગા સિવાય બે છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં પંડ્યાએ એક વિકેટ પણ પોતાના નામે કરી હતી. પંડ્યાએ ભારત માટે પાંચ વનડે મેચ અને 19 ટી-20 મેચ રમી છે. તેને પોતાની છેલ્લી મેચ 2021માં ટીમ ઈન્ડિયા માટે રમી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે.

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">