IPL 2022: કેએલ રાહુલ પંજાબ કિંગ્સ સાથે ફાડશે છેડો? આઇપીએલ મેગા ઓક્શન પહેલા જ આવી રહી છે આવી જાણકારી

IPL 2022 સીઝનની શરૂઆત પહેલા આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં એક મેગા ઓક્શન (IPL Mega Auction) યોજાશે, જેમાં હવે 8ની જગ્યાએ 10 ફ્રેન્ચાઇઝી ખેલાડીઓ પર બોલી લગાવશે.

IPL 2022: કેએલ રાહુલ પંજાબ કિંગ્સ સાથે ફાડશે છેડો? આઇપીએલ મેગા ઓક્શન પહેલા જ આવી રહી છે આવી જાણકારી
KL Rahul

ક્રિકેટ જગતની નજર અને ધ્યાન સંપૂર્ણપણે T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2o21) પર છે. દરેક વ્યક્તિ ફક્ત તેની જ ચર્ચા કરી રહ્યો છે અને કેમ નહીં, આખરે આ ફોર્મેટની સૌથી મોટી અને સૌથી પ્રખ્યાત ટૂર્નામેન્ટ છે. બીજી તરફ, આ ટૂર્નામેન્ટ પછી જો કોઈ બીજી સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ હોય તો તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) છે. વિશ્વની આ સૌથી મોટી અને સૌથી પ્રખ્યાત T20 લીગમાં, આગામી સિઝન (IPL 2022) થી બે નવી ટીમો ઉમેરવામાં આવી રહી છે.

જેના કારણે 8 ટીમોની ટૂર્નામેન્ટ 10 ટીમોની હશે અને તેને લઈને ઉત્સુકતા વધી ગઈ છે,. જેનુ કારણ આગામી તબક્કામાં મોટી હરાજી છે. કેટલાક પસંદગીના ખેલાડીઓ સિવાય તમામ ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે અને કરોડોનો વરસાદ થશે. સ્વાભાવિક છે કે આમાં ઘણા મોટા નામો પણ સામેલ હશે અને એવું જ એક મોટું નામ છે કેએલ રાહુલ (KL Rahul). જે પંજાબ કિંગ્સ (Punjab Kings) નો કેપ્ટન હતો અને આગામી સિઝનમાં તેને પોતાની સાથે જાળવી રાખવા માટે ફ્રેન્ચાઇઝી ચર્ચામાં છે.

થોડા દિવસો પહેલા એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કેએલ રાહુલે આગામી સિઝન માટે પંજાબમાં નહીં રહેવાનો નિર્ણય કર્યો છે. 2018થી પંજાબનો હિસ્સો રહેલો રાહુલ છેલ્લી સતત બે સિઝનમાં આ ટીમનો કેપ્ટન છે. પરંતુ ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી ન હતી. જોકે ખુદ રાહુલનું પ્રદર્શન ટૂર્નામેન્ટમાં શાનદાર રહ્યું હતું. આવી સ્થિતિમાં, નવી સિઝનમાં મેગા હરાજી અને બે નવી ટીમોના ઉમેરા સાથે, તેની પાસે ઊંચી બોલીમાં કોઈપણ ટીમ સાથે જવાનો વિકલ્પ છે. તેને ધ્યાનમાં રાખીને રાહુલે પંજાબ છોડવાનો નિર્ણય કર્યો છે.

પંજાબ અને રાહુલ વચ્ચે ચર્ચા જારી

તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે, કે પંજાબ અને રાહુલ વચ્ચે નવી સીઝન માટે સાથે રહેવા માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અહેવાલ મુજબ, ખેલાડીઓ પાસે સારી સેલેરી અંગે ચર્ચા કરવાનો વિકલ્પ હોવાથી પંજાબ અને રાહુલ વચ્ચે નવા કરારને લઈને વાતચીત શરૂ થઈ ગઈ છે. પંજાબ કિંગ્સ મેનેજમેન્ટ અનુભવી ભારતીય ઓપનરને પોતાની સાથે રાખવા આતુર છે.

કોઈપણ રીતે, જો રાહુલ હરાજીમાં જાય છે, તો તેના પર ખૂબ પૈસા ખર્ચાઇ શકે છે. કારણ કે તે સળંગ છેલ્લી 3-4 સીઝનમાં સૌથી વધુ રન બનાવનારાઓમાંનો એક છે. ઉપરાંત, બે નવી ફ્રેન્ચાઇઝી સહિત ઘણી ટીમોને નવા કેપ્ટનની જરૂર છે અને આવી સ્થિતિમાં રાહુલને આ સ્થિતિનો ફાયદો મળી શકે છે.

ઓક્શન નિયમો

BCCI એ હજુ સુધી નવી સીઝન માટે રિટેન્શનના નિયમોની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ એવું નક્કી કરવામાં આવ્યું છે કે દરેક ફ્રેન્ચાઈઝીને 4 ખેલાડીઓને જાળવી રાખવાનો વિકલ્પ આપવામાં આવશે. જ્યારે હરાજી પર્સમાં ફ્રેન્ચાઈઝી માટે ખર્ચ કરવાની રકમ વધારવામાં આવી રહી છે. જે 85 કરોડથી રૂ. 90 કરોડ સુધી હોઇ શકે છે. હરાજીની તારીખ હજુ જાહેર કરવાની બાકી છે.

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલીએ અશ્વિન માટે કહી આ ખાસ વાત, સતત બહાર રાખ્યા બાદ જીત મળતા જ અનુભવ પસંદ આવ્યો

આ પણ વાંચોઃ T20 World Cup: રોહિત શર્માએ કર્યો ખુલાસો, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની બંને મેચ કેમ હારી ગયા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati