KKR vs LSG Live Score Highlights, IPL 2022 : રોમાંચક મેચને અંતમાં લખનૌનએ 2 રન થી જીતી લીધી, સુનિલ નરેન અને રિંકૂની લડાયક રમત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 11:39 PM

Kolkata Knight Riders vs Lucknow Super Giants Live Score Highlights in Gujarati: જો કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આજે હારી જશે તો પ્લેઓફની રેસમાં તેની સફર ખતમ થઈ જશે.

KKR vs LSG Live Score Highlights, IPL 2022 : રોમાંચક મેચને અંતમાં લખનૌનએ 2 રન થી જીતી લીધી, સુનિલ નરેન અને રિંકૂની લડાયક રમત
KKR vs LSG: ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ટક્કર થઈ રહી છે

આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સનો છે. લખનૌની ટીમ છેલ્લી બે મેચોથી જીતવાની રાહ જોઈ રહી છે જેથી તેના 18 પોઈન્ટ થઈ શકે અને ટોપ 2માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ માટે આજની મેચ ઘણી મહત્વની છે. જો તે આજે હારી જશે તો પ્લેઓફમાં તેની સફર સમાપ્ત થઈ જશે. કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના બેટ્સમેન અજિંક્ય રહાણે હેમસ્ટ્રિંગના તાણને કારણે બાકીની સિઝન માટે બહાર થઈ ગયો છે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે આ જાણકારી આપી.

KKR vs LSG: આજની પ્લેઇંગ XI

લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એવિન લુઈસ, દીપક હુડા, મનન વોહરા, માર્કસ સ્ટોઈનીસ, કૃષ્ણપ્પા ગૌતમ, જેસન હોલ્ડર, અવેશ ખાન, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ

કોલકાતા નાઈટ રાઈડર્સ: શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિજિત તોમર, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, સેમ બિલિંગ્સ (વિકેટકીપર), ઉમેશ યાદવ, ટિમ સાઉથી અને વરુણ ચક્રવર્તી

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 18 May 2022 11:10 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: નરેન અને રિંકૂએ મેચને રોમાંચક બનાવી

    19મી ઓવરમાં વધુ એક એક સિક્સર બંને બેટ્સમેનો તરફ થી આવી હતી. જેસન હોલ્ડરની ઓવરમાં બંનેએ છગ્ગા જમાવી દીધા હતા. અને મેચને રોમાંચક બનાવી દીધી હતી.

  • 18 May 2022 11:03 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: રિંકૂ સિંહની 2 સિક્સર

    18મી ઓવરના બીજા બોલ રિંકૂએ છગ્ગો લગાવ્યો હતો. આવેશ ખાન લઈને આવેલા બીજા બોલ પર તેણે છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ચોથા બોલ પર વધુ એક છગ્ગો લગાવ્યો હતો. જે મીડ ઓફ પર હતો.

  • 18 May 2022 11:00 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: સુનિલ નરેને છગ્ગો જમાવ્યો

    મોહસીન ખાનની ઓવરમાં સુનિલ નરેને છગ્ગો જમાવી દીધો હતો. ઓવરમાં એક વિકેટ ગુમાવીને કોલકાતાને 12 રન આવ્યા હતા.

  • 18 May 2022 10:58 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: આંદ્રે રસેલ આઉટ, કોલકાતાની આશા ધૂંધળી બની

    મોહસીન ખાને ઈનીંગની 17મી ઓવર કરતા મહત્વની વિકેટ ઝડપી હતી. આંદ્રે રસેલનો કેચ દીપક હુડાએ ઝડપ્યો હતો. 5 રન નોંધાવીને રસેલ પરત ફર્યો હતો.

  • 18 May 2022 10:57 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: રિંકૂ સિંહની બાઉન્ડરી

    17મી ઓવરના બીજા બોલ પર રિન્કુ સિંહે ફાઈન લેગ પર બાઉન્ડરી ફટકારી હતી.

  • 18 May 2022 10:52 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: બિલિંગ્સ આઉટ

    ડીકોકની ચપળતા અને રવિ બિશ્નોના ચતુર બોલમાં સેમ બિલિંગ્સ થાપ ખાઈ ગયો હતો. તે સ્ટંમ્પિંગ આઉટ થયો હતો. બિલિંગ્સ 24 બોલમાં 36 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 18 May 2022 10:51 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: બિલિંગ્સે છગ્ગો ફટકાર્યો

    રવિ બિશ્નોઈ 16મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરના ત્રીજા બોલ પર સેમ બિલિંગ્સે છગ્ગો જમાવ્યો હતો. ડીપ બેકવર્ડ સ્કેવર લેગ પર તેણે છગ્ગો જમાવ્યો હતો.

  • 18 May 2022 10:39 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: શ્રેયસ અય્યર આઉટ

    માર્ક્સ સ્ટોઈનીસે મહત્વની સફળતા લખનૌને અપાવી છે. શ્રેયસ અય્યરને દીપક હુડાના હાથમાં કેચ ઝીલાવી દીધો હતો. 29 બોલમાં 50 રન કરીને તે પરત ફર્યો હતો.

  • 18 May 2022 10:37 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: મેચ રોમાંચક વળાંક પર પહોંચી

    શ્રેયસ અય્યરે 12મી ઓવરના ચોથા બોલે ખેંચીને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારી. KKR હજુ પણ મેચમાંથી સંપૂર્ણપણે બહાર નથી. મેચ ખૂબ જ રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે.

  • 18 May 2022 10:35 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: બિલિંગ્સે છગ્ગો ફટકાર્યો

    રવિ બિશ્નોઈએ 11મી ઓવરમાં 16 રન આપ્યા હતા. બિલિંગ્સની સાથે અય્યરે પણ મુક્તપણે રમવાનું શરૂ કર્યું છે. ઓવરના પહેલા બોલ પર બિશ્નોઈએ લોંગ ઓફ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ચોથા બોલ પર બિલિંગ્સે ડીપ મિડ-વિકેટ પર સિક્સર ફટકારી હતી. તે જ સમયે, અય્યરે છેલ્લા બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો.

  • 18 May 2022 10:24 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: બિલિંગ્સે અવેશ ખાનની ધોલાઈ કરી

    અવેશ ખાને 10મી ઓવર ફેંકી જે ઘણી મોંઘી સાબિત થઈ. બિલિંગ્સે એક પછી એક ઘણા મોટા શોટ રમ્યા. બિલિંગ્સે ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. ઓવરનો આગલો બોલ નો બોલ હતો જેના પર બિલિંગ્સે ફાઇન લેગ પર સિક્સર ફટકારી હતી. ફ્રી હિટ પર, તેણે વધારાના કવર પર ફોર લાવ્યો. તે જ સમયે, ચોથા પર અન્ય ચાર ફટકાર્યા હતા. આ ઓવરમાં તેણે 20 રન આપ્યા હતા.

  • 18 May 2022 10:21 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: લખનૌએ બિલિંગ્સ સામે રિવ્યુ લીધો હતો

    રવિ બિશ્નોઈએ નવમી ઓવરમાં ચાર રન આપ્યા હતા. ઓવરના ચોથા બોલ પર બિશ્નોઈએ બિલિંગ્સ સામે LBW માટે જોરદાર અપીલ કરી હતી. અલ્ટ્રા એજમાં બતાવવામાં આવ્યું હતું કે બોલ બેટ સાથે અથડાતો નથી. તે જ સમયે, બોલ ટ્રેકિંગમાં જોવામાં આવ્યું હતું કે બોલ સ્ટમ્પ સાથે અથડાતો નથી.

  • 18 May 2022 10:16 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: શ્રેયસ અય્યરે સિક્સર ફટકારી

    કૃષ્ણપ્પાની ગૌતમની ઓવરમાં ચોથા બોલ પર છગ્ગો જમાવ્યો હતો. છગ્ગો સીધો જ સાઈટ સ્ક્રિન પર જઈને વાગ્યો હતો. 8મી ઓવરમાં 10 રન આવ્યા હતા

  • 18 May 2022 10:06 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: નિતીશ રાણા આઉટ

    કૃષ્ણપ્પા ગૌતમ 8મી ઓવર લઅને આવ્યો છે. ધીમા બોલ વડે કૃષ્ણપ્પાએ નિતીશને પોતાની જાળમાં ફસાવી લીધો હતો. તે સ્ટોઈનીશના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 22 બોલમાં 42 રન નોંધાવ્યા હતા.

  • 18 May 2022 09:59 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: નિતીશ રાણા ના વધુ ત્રણ ચોગ્ગા

    નિતીશ રાણાએ વધુ ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે. તેણે અત્યાર સુધીમાં 18 બોલનો સામનો કર્યો છે, જેમાં 9 બોલ પર બાઉન્ડરી ફટકારી છે. છઠ્ઠી ઓવર કૃષ્ણપ્પા ગૌતમ લઈને આવ્યો હતો અને તેના પ્રથમ બોલ પર ઓફ સાઈડ પર બાઉન્ડરી ફટકારી હતી. ત્યાર બાદ ત્રીજા અને ચોથા બોલ પર સળંગ બાઉન્ડરી ફટકારી હતી. આમ ઓવરમાં 13 રન અને પાવર પ્લેમાં 60 રન આવ્યા હતા.

  • 18 May 2022 09:56 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: શ્રેયસ અય્યરે હોલ્ડરને ધોલાઈ કરી

    પાંચમી ઓવર જેસન હોલ્ડરે કરી હતી. આ ઓવરના પ્રથમ બોલ પર શ્રેયસ અય્યરે બાઉન્ડરી ફટકારી હતી. તેના આગળના બોલ પર શાનદાર છગ્ગો લોંગ ઓફ પર ફટકાર્યો હતો. જ્યારે ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ ઓવરમાં 16 રન મળ્યા હતા.

  • 18 May 2022 09:54 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: રાણાએ એક જ ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા

    અવેશ ખાને ચોથી ઓવરમાં 21 રન આપ્યા હતા. નીતિશ રાણાએ આ ઓવરમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરના પહેલા બોલ પર રાણાએ ચોગ્ગો ફટકાર્યો. પછીના બોલ પર તેણે બીજો ચોગ્ગો ફટકાર્યો. તેણે ઓવરના છેલ્લા ત્રણ બોલ પર ચોગ્ગાની હેટ્રિક ફટકારી હતી.

  • 18 May 2022 09:39 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: અભિજીત તોમર સસ્તામાં પરત ફર્યો

    કોલકાતા પર હવે દબાણની સ્થિતી છે. વિશાળ લક્ષ્ય સામે કોલકાતાએ ઝડપથી બીજી વિકેટ ગુમાવી દીધી છે. મોહસીન ખાને આ બીજો શિકાર પોતાના નામે કરી લીધો છે. રાહુલના હાથમાં તોમર કેચ આપી બેઠો હતો. 8 બોલનો સામનો કરીને 4 રન કરીને તે પરત ફર્યો હતો.

  • 18 May 2022 09:36 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: અભિજીત તોમરે બાઉન્ડરી લગાવી

    જેસન હોલ્ડર બીજી ઓવર લઈને આવ્યો છે. તેના ત્રીજા બોલ પર અભિજીત તોમરે ઓફ સાઈડમાં બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં એક માત્ર આ બાઉન્ડરી વડે રન આવ્યા હતા. આમ ઓવરમાં 4 રન મળ્યા હતા.

  • 18 May 2022 09:34 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: વેંકટેશ અય્યર શૂન્યમાં આઉટ

    વેંકટેશ અય્યર ફરી એકવાર ફ્લોપ રહ્યો છે. તે શૂન્ય રનમાં જ વિકેટ ગુમાવી દઈને પરત ફર્યો છે. મોહસીન ખાને તેને પ્રથમ ઓવરના ચોથા બોલ પર વિકેટકીપર ક્વિન્ટન ડી કોકના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.

  • 18 May 2022 09:26 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: કોલકાતાની બેટીંગ શરુ

    વેંકટેશ અય્યર અને અભિજીત તોમર બંને કોલકાતા તરફથી ઓપનીંગ જોડીના રુપમાં આવ્યા હતા. સામે મોહસીન ખાન લખનૌ તરફ બોલીંગ લઈને આવ્યો હતો.

  • 18 May 2022 09:25 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: લખનૌએ 210 રન બનાવ્યા હતા

    પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 210 રન બનાવ્યા હતા. ટીમની ઓપનિંગ જોડી ક્વિન્ટન ડી કોક અને કેએલ રાહુલે પૂરી 20 ઓવર રમી અને ઐતિહાસિક ભાગીદારી કરી. ડી કોકે 140 અને રાહુલે 68 રન બનાવ્યા હતા. KKRની ટીમ એક પણ વિકેટ મેળવી શકી ન હતી.

    અંતમાં ડી કોકે સળંગ 4 ચોગ્ગા ફટકાર્યા

    ડી કોકનું તોફાન છેલ્લી ઓવરમાં પણ અટક્યું ન હતું. તેણે એક પછી એક સતત ચાર ચોગ્ગા ફટકાર્યા. ઓવરના પહેલા બોલ પર સ્ટ્રાઇક તેની પાસે બે સિંગલ રન સાથે આવી. આ પછી તેણે આગલા ચાર બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા. આ ઓવરમાં કુલ 19 રન આવ્યા હતા

  • 18 May 2022 09:04 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ડીકોકની સંળંગ 3 સિક્સર

    ટીમ સાઉથીની મોંઘી ઓવર રહી હતી. ઓવરના પ્રથમ બોલ પર રાહુલે છગ્ગો ફટકાર્યા બાદ ડીકોકે ત્રીજા, ચોથા અને પાંચમાં બોલ પર એમ સળંગ ત્રણ છગ્ગા જમાવી દીધા હતા. ત્યાર બાદ સાઉથીએ વાઈડ બોલ નાંખ્યો હતો. ઓવરમાં 27 રન આવ્યા હતા.

  • 18 May 2022 09:03 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: રાહુલે છગ્ગો ફટકાર્યો

    19મી ઓવરના પ્રથમ બોલ પર સાઈટ સ્ક્રિન પર થઈને છગ્ગા માટે બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો.

  • 18 May 2022 09:00 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ડીકોકની શાનદાર સદી

    18મી ઓવર ળઈને આંદ્રે રસેલ આવ્યો હતો. તેની ઓવરના ચોથા બોલ પર ડી કોકે બાઉન્ડરી ફટકારીને સદી પુરી કરી હતી. આ પહેલા તેણે બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ડિકોકે 59 બોલમાં સદી પુરી કરી હતી. ઓવરમાં 15 રન આવ્યા હતા.

  • 18 May 2022 08:59 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: રાહુલની બાઉન્ડરી

    ટિમ સાઉથી 17મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ જે સ્લોઅર હતો જેની પર રાહુલે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 9 રન આવ્યા હતા.

  • 18 May 2022 08:57 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ડીકોકની તોફાની રમત

    16મી ઓવર વરુણ ચક્રવર્તી લઈને આવ્યો હતો. આ ઓવરમાં 18 રન લખનૌના ખાતમાં આવ્યા હતા. ઓવરના પ્રથમ બોલ પર જબરદસ્ત છગ્ગો ફટકાર્યો હતો. ત્યારા બાદ ત્રીજા બોલ પર ફરી થી છગ્ગો ફટકાર્યો હતો. અને તેના આગળના બોલ પર બાઉન્ડરી મેળવી હતી. ઓવરમાં 18 રન આવ્યા હતા.

  • 18 May 2022 08:55 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ડીકોકે છગ્ગો જમાવ્યો

    15મી ઓવર લઈને સુનિલ નરેન આવ્યો હતો. તેની ઓવરમના પ્રથમ બોલ પર જ ડીકોકે છગ્ગો ફટકાર્યો હતો. રિવર્સ સ્વિપ શોટ વડે 6 રન મેળવ્યા હતા. ઓવરમાં 11 રન આવ્યા હતા.

  • 18 May 2022 08:41 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: રાહુલની અડધી સદી

    કેએલ રાહુલે તેની અડધી સદી પુરી કરી લીધી છે. તેણે 41 બોલનો સામનો કરીને અડદી સદી નોંધાવી છે. 14મી ઓવર લઈને ઉમેશ યાદવ આવ્યો હતો. તેણે દરેક બોલ પર માત્ર સિંગલ રન જ આપ્યો હતો. આમ ઓવરનમાં લખનૌને 6 રન મળ્યા હતા.

  • 18 May 2022 08:37 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ડીકોકની સિકસર

    13 મી ઓવર લઈને સુનિલ નરેન આવ્યો હતો. તેણે અગાઉની બંને ઓવરને કરકસર ભરી રીતે નાંખી હતી. પરંતુ આ વખતે ડીકોકે ઓવરના ચોથા બોલ પર મોકો જોઈ છગ્ગો જમાવી દીધો હતો. રિવર્સ હિટ બેકવર્ડ પોઈન્ટ પર તેણે છગ્ગો મેળવ્યો હતો. ઓવરમાં 8 રન મળ્યા હતા. ઓવરમાં 100નો આંકડો પણ વિના વિકેટે લખનૌએ પાર કર્યો હતો.

  • 18 May 2022 08:34 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ડીકોકની અડધી સદી

    12 મી ઓવરના ત્રીજા બોલને લોંગ ઓન પર શોટ ડીકોકે ફટકારીને સિંગલ રન મેળવ્યો હતો. આ સાથે જ તેની અડધી સદી પૂર્ણ થઈ હતી. તેણે 36 બોલમાં 50 રન કર્યા હતા. વરુણ ચક્રવર્તી આ ઓવર લઈને આવ્યો હતો. જેમાં 5 રન મળ્યા હતા.

  • 18 May 2022 08:25 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ડીકોકની બાઉન્ડરી

    ક્વિન્ટન ડિકોકની વધુ એક બાઉન્ડરી. 11મી ઓવર લઈને આવેલા નિતીશ રાણાના ત્રીજા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. ડીપ એક્સ્ટ્રા કવર પર તેણે શોટ ફટકાર્યો હતો. ઓવરમાં 9 રન આવ્યા હતા. આ સાથે ડીકોક અડધી સદીની નજીક પહોંચી ગયો છે. આ માટે તેને 2 રન જ ખુટે છે.

  • 18 May 2022 08:22 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: રાહુલની બે સળંગ સિક્સર

    કેએલ રાહુલે ટિમ સાઉથી લઈને આવેલ 10મી ઓવરમાં આક્રમક રમત દર્શાવી હતી. ઓવરના બીજા બોલ પર લોંગ ઓન અને ત્રીજા બોલ પર ડીપ બેકવર્ડ સ્કેવર લેગ પર 91 મીટર લાંબી સિકસર લગાવી હતી. ઓવરમાં 15 રન આવ્યા હતા.

    10 ઓવરના અંતે લખનૌ

    લખનોની ટીમે 10 ઓવર સુધીમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 83 રન મેળવ્યા છે. ડીકોક અને કેએલ રાહુલ બંને 41-41 રનના સ્કોર સાથે ક્રિઝ પર છે.

  • 18 May 2022 08:19 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ડીકોકની સિક્સર

    આંદ્રે રસેલ નવમી ઓવર લઈને આવ્યો હતો, ઓવરના પાંચમાં બોલ પર ક્વિન્ટન ડીકોકે છગ્ગો જમાવી દીધો હતો. સ્લોઅલ બોલ પર પર ડીકોકે ડીપ મીડ વિકેટ પર થઈને છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 11 રન આવ્યા હતા.

  • 18 May 2022 08:17 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: રાહુલની બાઉન્ડરી, ફ્રી હિટનો ફાયદો ના ઉઠાવ્યો

    વરુણ ચક્રવર્તી 8મી ઓવર લઈને આવ્યો હતો ઓવરના બીજા બોલ પર જ કેએલ રાહુલે ચોગ્ગો જમાવી દીધો હતો. ત્યાર બાદ ત્રીજો નાંખેલ નો બોલ જાહેર થયો હતો. જોકે તેના પર કોઈ ખાસ ફાયદો મળી શક્યો નહોતો. ઓવરમાં 9 રન આવ્યા હતા.

  • 18 May 2022 08:15 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: સુનિલ નરેનની કરકસરભરી બોલિંગ જારી

    સુનીલ નરેન સાતમી ઓવર લઈને આવ્યો, જેણે ચાર રન આપ્યા. ઓવરમાં માત્ર ચાર સિંગલ્સ આવ્યા. અભિજીતે ડેકોકનો કેચ છોડ્યો હતો અને તે તેને મોંઘુ પડી શકે છે કારણ કે તે આક્રમક મૂડમાં હોય તેવું લાગે છે.

  • 18 May 2022 08:06 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ડીકોકની બાઉન્ડરી

    પાવર પ્લેની અંતિમ ઓવર લઈને વરુણ ચક્રવર્તી આવ્યો હતો. તેની ઓવરના ચોથા બોલ પર ડીકોકે 93 થી વધુની ઝડપે નાંખવામાં આવેલા બોલ પર એક્સ્ટ્રા કવર પર બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 6 રન મળ્યા હતા.

  • 18 May 2022 07:54 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: કેએલ રાહુલે પહેલા છગ્ગો અને બાદમાં ચોગ્ગો ફટકાર્યો

    ઉમેશ યાદવે લખનૌના કેપ્ટન રાહુલ સામે 143 પ્રતિકીલોમીટર થી વધુની ગતિએ બોલને ડીલીવર કર્યો હતો. જોકે રાહુલે પણ તેના બોલને શાનદાર રીતે ઉઠાવ્યો હતો અને બોલને સીધો જ ડીપ બેકવર્ડ લેગ પર થઈને છગ્ગા માટે મોકલ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 12 રન આવ્યા હતા.

  • 18 May 2022 07:53 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: સુનિલ નરેનની નિયંત્રીત બોલીંગ

    સુનિલ નરેન ચોથી ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં પ્રથમ બોલ પર ડબલ રન ગુમાવ્યા બાદ ત્રીજા અને ચોથા બોલ પર એક એક સીંગલ રન આપ્યો હતો. ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા.

  • 18 May 2022 07:51 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ક્વિન્ટન ડીકોક એ છગ્ગો જમાવ્યો

    ત્રીજી ઓવર લઈને ઉમેશ યાદવ આવ્યો હતો. તેની ઓવરના અંતિમ બોલ પર ડિકોકે શોર્ટ ડીલીવરી પર છગ્ગો જમાવી દીધો છે. તેણે ડીપ મીડ વિકેટ પર થઈને પુલ શોટ વડે છગ્ગો લગાવ્યો હતો. ઓવરમાં 8 રન મળ્યા હતા.

  • 18 May 2022 07:42 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ડીકોકની વધુ એક બાઉન્ડરી

    બીજી ઓવર લઈને ટિમ સાઉથી આવ્યો હતો. ઓવરનો ત્રીજો બોલ ખૂબ જ ખરાબ નાંખ્યો હતો અને તેનો ફાયદો ડીકોકે ઉઠાવ્યો હતો. તેણે બેકવર્ડ સ્કેવર લેગ પર તેની વધુ એક બાઉન્ડરી મેળવી હતી. ઓવરમાં 6 રન આવ્યા હતા.

  • 18 May 2022 07:39 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: ડી કોકની બાઉન્ડરી

    મેચની પ્રથમ બાઉન્ડરી ક્વિન્ટન ડી કોકે લગાવી છે. ઉમેશ યાદવે પ્રથમ ઓવરનો પાંચમો બોલ 136.6 કીમી પ્રતિ કલાકે ડીલીવર કર્યો હતો. ડીકોકે પુલ શોટ લગાવ્યો હતો. ઓવરમાં 8 રન આવ્યા હતા.

  • 18 May 2022 07:36 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: લખનૌની બેટિંગ શરૂ

    લખનૌની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ક્વિન્ટન ડી કોક અને કેએલ રાહુલ ઓપનિંગ કરવા આવ્યા છે જ્યારે કેકેઆર તરફથી ઉમેશ યાદવ બોલિંગની શરૂઆત કરી રહ્યો છે.

  • 18 May 2022 07:20 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: કોલકાતાની પ્લેઈંગ ઈલેવન

    કોલકાતા નાઈટ રાઈડર્સ: શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિજિત તોમર, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, સેમ બિલિંગ્સ (વિકેટકીપર), ઉમેશ યાદવ, ટિમ સાઉથી અને વરુણ ચક્રવર્તી

  • 18 May 2022 07:19 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: લખનૌ પ્લેઈંગ ઈલેવન

    આજે મનન વોહરા લખનૌની ટીમમાં ડેબ્યુ કરી રહ્યો છે.

    લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એવિન લુઈસ, દીપક હુડા, મનન વોહરા, માર્કસ સ્ટોઈનીસ, કૃષ્ણપ્પા ગૌતમ, જેસન હોલ્ડર, અવેશ ખાન, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ

  • 18 May 2022 07:05 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી

    લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. લખનૌએ કહ્યું, 'અમે પહેલા બેટિંગ કરવા જઈશું. પિચ એકદમ સૂકી થઈ ગઈ છે. અમે ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. અમુક ખરાબ મેચો આ હકીકતને બદલી શકતા નથી. અમે અમારી તમામ શક્તિ રમત પર લગાવવા માંગીએ છીએ.

  • 18 May 2022 06:58 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: KKR ને મોટી જીતની જરૂર

    KKR 13 મેચમાંથી છ જીતથી 12 પોઈન્ટ સાથે ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને જો ટીમ આ મેચ મોટા માર્જિનથી જીતવામાં સફળ થાય છે, તો પણ તેણે પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે અન્ય મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે.

  • 18 May 2022 06:58 PM (IST)

    Kolkata vs Lucknow, LIVE Score: લખનૌ કોલકાતા સામે ટકરાશે

    આજે લખનૌ સુપર જાયન્ટ્સ કેકેઆરનો સામનો કરી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ માટે આજની મેચ ઘણી મહત્વની છે.

Published On - May 18,2022 6:56 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">