વિરાટ કોહલીને આડે હાથ લેતા કપિલ દેવે કહ્યુ પોતાના વિચારોમાં સુધારો કરવાની જરુર છે, બતાવ્યુ આ જોઈ દુઃખ પહોંચે છે

કપિલ દેવે (Kapil Dev) પણ તેને આડે હાથ લીધો છે. જોકે કપિલે કહ્યુ કે વિરાટ કોહલી (Virat Kohli) પોતાના વિચારોમાં સુધારો કરે અને બેટથી જવાબ આપે. તે લોકોને ચુપ રહેવાની અપેક્ષા બિલકુલ ના રાખે.

વિરાટ કોહલીને આડે હાથ લેતા કપિલ દેવે કહ્યુ પોતાના વિચારોમાં સુધારો કરવાની જરુર છે, બતાવ્યુ આ જોઈ દુઃખ પહોંચે છે
Kapil Dev એ કહ્યુ બેટથી જવાબ આપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 11:10 AM

હાલમાં વિરાટ કોહલી (Virat Kohli) ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) સાથે ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. જ્યાં તે આજથી શરુ થઈ રહેલી વોર્મ અપ મેચનો હિસ્સો હશે. ભારતીય ક્રિકેટના ચાહકો કોહલીના બેટથી રન નિકળે એની આશા સેવી રહ્યા છે, જેથી ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં ફાયદો થાય. જોકે વર્ષ 2019 થી કોહલીના બેટથી સદી નિકળી રહી નથી. ભારતીય ક્રિકેટર કોઈ પણ ફોર્મેટમાં સદી નથી નોંધાવી રહ્યો આ વાતની ચિંતા સૌ કોઈને થઈ રહી છે. તેના નબળા ફોર્મ દરમિયાન તેની પાસેથી એક બાદ એક ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ પણ ચાલી ગઈ. આઇપીએલમાં પણ તેનુ પ્રદર્શન નબળુ રહ્યુ હતુ. હવે કપિલ દેવે (Kapil Dev) પણ તેને આડે હાથ લીધો છે. જોકે કપિલે કહ્યુ કે તે પોતાના વિચારોમાં સુધારો કરે અને બેટથી જવાબ આપે. તે લોકોને ચુપ રહેવાની અપેક્ષા બિલકુલ ના રાખે.

આમ તો વિરાટ કોહલીને રન મશીન કહેવામાં આવતો હતો. તેનો દશકો હતો અને તેની મેદાનમાં હાજરી માત્રથી હરીફ ટીમને ડર રહેતો હતો. કારણ કે તે રન ખડકવા માટે જાણીતો છે. પરંતુ હાલમાં તેના બેટથી રન નથી આવી રહ્યા. તે આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. તેનો ફોર્મમાં પરત ફરવાનો સંઘર્ષ ખૂબ લાંબો ચાલ્યો છે. જેને લઈ તેની પર ક્રિકેટ વિશ્લેશકો પણ અનેકવાર સવાલો ઉઠાવતા રહ્યા છે. જેને લઈ કપિલ દેવે તેને થોડોક આડે હાથ લીધો હતો.

લોકોને ચુપ રહેવાની આશા ના રાખશો-કપિલ દેવ

એક સ્પોર્ટ્સ શો દરમિયાન કપિલ દેવે કહ્યુ હતુ કે, મે વિરાટ કોહલી જેટલી ક્રિકેટ નથી રમી, પરંતુ ક્યારેક ક્યારેક તમે ભલે વધારે ક્રિકેટ ના રમી હોય પરંતુ તમે કેટલીક બાબતોનો અંદાજ તો લગાવી શકો છો. અમે પણ ક્રિકેટ રમી છે અને રમતને સમજીએ છે. આગળ કહ્યુ કે, સુધારો તો તેણે પોતાના વિચારોમાં કરવાની જરુર છે. જો તમે તમારી રમત વડે અમને ખોટા સાબિત કરશો તો તે અમે સ્વિકાર કરીશુ. જો તમે રન નથી બનાવતા તો અમને એમ જ લાગવાનુ છે કે ક્યાંક ગરબડ છે. અમે ફક્ત બાબતો જોઈએ છે, જે છે તમારુ પ્રદર્શન. જો એ ઠીક નહીં હોય તો લોકોને ચુપ રહેવાની આશા બિલકુલ ના રાખો. તમારુ બેટ અને પ્રદર્શન બોલવુ જોઈએ બીજુ કંઈ નહી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સદી ની રાહ જોવી દુઃખ દાયક

કોહલીના બેટ વડે સદી નથી આવી રહી, કેટલાક મોકાઓ પર તો તે અડદી સદી નોંધાવી શક્યો હતો પરંતુ તે તેને સદીમાં બદલી શક્યો નહોતો. આવી સ્થિતીમાં કપિલે કહ્યુ કે, આવડા મોટા ખેલાડીથી સદીની રાહ જોવી મને દુઃખ થઈ રહ્યુ છે. તે અમારા માટે હિરોની માફક છે. અમે એવુ ક્યારેય નહોતુ વિચાર્યુ કે અમે એક આવા ખેલાડીને જોઈશું, જેની તુલના અમે રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, સુનિલ ગાવાસ્કર અને વિરેન્દ્ર સહેવાગ સાથે કરી શકીએ છે. તે આવ્યો અને અમને તુલના કરવા માટે મજબૂર કરી દીધા અને હવે તે પાછળના બે વર્ષથી રન બનાવવાથી સંઘર્ષ કરી રહ્યો છે. તો આ વાતથી અમને સૌને પરેશાન કરી દીધા છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">