Jaydev Unadkat: જયદેવ ઉનડકટને પોતાની ધુંઆધાર રમતનો વિડીયો શેર કરવો ભારે પડી ગયો, અંતે સ્પષ્ટતા કરવી પડી

જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) ની ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની T20 અને ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી નથી.

Jaydev Unadkat: જયદેવ ઉનડકટને પોતાની ધુંઆધાર રમતનો વિડીયો શેર કરવો ભારે પડી ગયો, અંતે સ્પષ્ટતા કરવી પડી
Jaydev Unadkat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 10:40 PM

ભારતીય બોલર જયદેવ ઉનડકટે (Jaydev Unadkat) શુક્રવારે તેની બેટિંગનો એક વીડિયો શેર કર્યો હતો, જેનો ચાહકોએ અલગ અર્થ કાઢ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયા બાદ જયદેવે પોતે આગળ આવીને આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી. જયદેવ આ દિવસોમાં ટીમ ઈન્ડિયા (Team India) ની બહાર છે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Aly Trophy) માં રમી રહ્યો છે. જયદેવને ન તો ટેસ્ટ ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો અને ન તો ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની T20 ટીમમાં. આ સિવાય દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહેલી ઈન્ડિયા A ટીમમાં પણ તેનું નામ સામેલ નથી.

ટીમની જાહેરાતના થોડા સમય બાદ જ જયદેવે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે તોફાની બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો તેમના માટે ઝંઝાળ બની ગયો હતો. જયદેવનો વીડિયો જોઈને ચાહકોને લાગ્યું કે તે BCCIને નિશાન બનાવી રહ્યો છે. જ્યારે કેટલાકે કહ્યું કે તે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની મજાક ઉડાવી રહ્યો છે. હવે રાજસ્થાન રોયલ્સના આ બોલરે આગળ આવીને વીડિયો શેર કરવા પાછળના કારણ વિશે વાત કરી છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

જયદેવે સ્પષ્ટતા કરી

તેણે ટ્વિટ કરીને લખ્યું, ‘મેં એક વીડિયો શેર કર્યો જેમાં હું ઘરેલુ ક્રિકેટમાં મારું પ્રદર્શન બતાવી રહ્યો હતો. કારણ કે તે ટીવી પર ટેલિકાસ્ટ થયો ન હતો. પરંતુ હું આનાથી કોઈને નિશાન બનાવતો ન હતો. મેં મારી ટીમ માટે જે કર્યું તેનાથી હું ખુશ હતો. હું તેની સામે દેખાવ કરતો હતો.

આ પછી, આગામી ટ્વીટમાં, તેણે લખ્યું, શું આપણે વસ્તુઓને સકારાત્મક રીતે ન જોવી જોઈએ. ઉપરાંત, રમતના આ સ્તરે પહોંચેલા ખેલાડીઓ માટે સન્માન હોવું જોઈએ. ટ્વીટ ટાઈપ કરવું સહેલું છે પરંતુ અબજો વચ્ચે રમતમાં આ સ્તરે પહોંચવું સરળ નથી.

જયદેવે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

ફાસ્ટ બોલરે ડોમેસ્ટિક ક્રિકેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે. તેણે રણજી ટ્રોફી સિઝન 2019-20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જયદેવ ઉનડકટે 10 મેચમાં 13.23ની એવરેજથી 67 વિકેટ લીધી અને પોતાની ટીમને પ્રથમ રણજી ટાઇટલ જીતવામાં મદદ કરી. જો કે રાજસ્થાન રોયલ્સ તરફથી IPLમાં રમી ચુકેલા જયદેવ આ સિઝનમાં ખાસ કંઈ કરી શક્યા ન હતા.

આ પણ વાંચોઃ IND vs NZ: અજીંક્ય રહાણેને ટેસ્ટ ટીમના કેપ્ટનની જવાબદારી મળતા પૂર્વ ભારતીય ઓપનર નારાજ, કહ્યુ, જેને ટીમમાં સ્થાન નથી એને કમાન શાની?

આ પણ વાંચોઃ T20 Cricket: અંતિમ વિકેટના રુપમાં આ ગુજરાતી ક્રિકેટર ધમાલ મચાવી દીધી હતી, દશમી વિકેટ માટે વિક્રમી પાર્ટનરશિપ નોંધાવી હતી

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">