14 મહિના બાદ રોહિત-વિરાટની ટી20માં વાપસી, પરંતુ બુમરાહ સહિત આ 7 મોટા ખેલાડી ગાયબ

આ 15 સભ્યોની સ્કવોડમાં રોહિત અને વિરાટ કોહલી સિવાય કેએલ રાહુલ-બુમરાહ સહિતના 7 મોટા પ્લેયર્સના નામ ગાયબ છે. આ ખેલાડીઓને ટીમના સ્થાન કેમ નથી આપવામાં આવ્યું તેની પાછળનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. વર્ષ 2022ના ટી20 વર્લ્ડ કપ સેમિફાઈનલ મેચ બાદ લગભગ 14 મહિના બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટી20 ક્રિકેટમાં વાપસી થશે.

14 મહિના બાદ રોહિત-વિરાટની ટી20માં વાપસી, પરંતુ બુમરાહ સહિત આ 7 મોટા ખેલાડી ગાયબ
India vs Afghanistan
| Updated on: Jan 07, 2024 | 9:45 PM

ભારત સામેની ત્રણ મેચની ટી20 સીરિઝ માટે અફઘાનિસ્તાનની સ્કવોડ જાહેર થયા બાદ અફઘાનિસ્તાનના પ્લેયર્સ આજે 7 જાન્યુઆરીના રોજ મોહાલી પહોંચ્યા છે. ક્રિકેટ ફેન્સ ટીમ ઈન્ડિયાની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહી હતી. આજે ટી20 સીરિઝ માટે રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડયા અને સૂર્યકુમાર યાદવને ઈજાને કારણે આ સીરિઝમાં સ્થાન નથી મળ્યું.

આ 15 સભ્યોની સ્કવોડમાં રોહિત અને વિરાટ કોહલી સિવાય કેએલ રાહુલ-બુમરાહ સહિતના 7 મોટા પ્લેયર્સના નામ ગાયબ છે. આ ખેલાડીઓને ટીમના સ્થાન કેમ નથી આપવામાં આવ્યું તેની પાછળનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. વર્ષ 2022ના ટી20 વર્લ્ડ કપ સેમિફાઈનલ મેચ બાદ લગભગ 14 મહિના બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટી20 ક્રિકેટમાં વાપસી થશે. શ્રેયસ અય્યરને આ સીરિઝમાં રેસ્ટ આપવામાં આવ્યો છે. તેના સિવાય જસપ્રીત બુમરાહ , મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, રવિન્દ્ર જડેજા, ઈશાન કિશન અને દીપક ચહર જેવા સ્ટાર ખેલાડીઓને આ ટીમમાં સ્થાન નથી મળ્યુ.

 

અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર

ભારત અફઘાનિસ્તાન સીરિઝનું શેડ્યૂલ

  • પહેલી T20: 11 જાન્યુઆરી, મોહાલી, સાંજે 7 વાગ્યે
  • બીજી T20: 14 જાન્યુઆરી, ઈન્દોર, સાંજે 7 વાગ્યે
  • ત્રીજી T20: 17 જાન્યુઆરી, બેંગલુરુ, સાંજે 7 વાગ્યે

 

આ પણ વાંચો: અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝને લઈ મોટી અપડેટ, હાર્દિક-સૂર્યા બાદ આ ખેલાડીઓ પણ સીરિઝમાંથી બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:16 pm, Sun, 7 January 24