T20 World Cup: જસપ્રિત બુમરાહ બન્યો ભારતનો ‘વિકેટ વીર’, આ રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો

જસપ્રિત બુમરાહે (Jaspreet Bumrah) સ્કોટલેન્ડ (Scotland) વિરૂદ્ધ માત્ર 10 રનમાં 2 વિકેટ ઝડપી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

T20 World Cup: જસપ્રિત બુમરાહ બન્યો ભારતનો 'વિકેટ વીર', આ રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો
Jasprit Bumrah-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 9:12 AM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં શુક્રવારે ટીમ ઈન્ડિયા (Team India) એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને બોલરોએ સ્કોટિશ બેટ્સમેનોનુ જાણે જીવવુ મુશ્કેલ બનાવી દીધું હતું. ભારતે સ્કોટિશ ટીમને માત્ર 85 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી. ભારત તરફથી શામી અને જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. પરંતુ જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) માત્ર 10 રનમાં 2 વિકેટ લીધી હતી. બુમરાહનો ઈકોનોમી રેટ માત્ર 2.7 રન પ્રતિ ઓવર હતો અને આ પ્રદર્શન દરમિયાન તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ (World Record) પણ બનાવ્યો હતો.

જસપ્રીત બુમરાહે સ્કોટલેન્ડ સામે મેડન ઓવર પણ નાખી હતી. જેની સાથે તે T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર ખેલાડી બન્યો હતો. બુમરાહ એનT20માં 8 મેડન ઓવર કરી છે. જ્યારે નુઆન કુલશેખરા અને મુસ્તિફિઝુર રહેમાન 6-6 મેડન કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ભારતનો નંબર 1 ‘વિકેટ વીર’

જસપ્રીત બુમરાહ T20 ઈન્ટરનેશનલમાં 2 વિકેટ સાથે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. બુમરાહે યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધો, જેની 63 વિકેટ છે. બુમરાહ હવે 64 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ સાથે નંબર વન પર પહોંચી ગયો છે. બુમરાહની સાથે શામીએ પણ આ મેચમાં મેઇડન ઓવર ફેંકી હતી અને બંનેએ તે જ ઓવરોમાં વિકેટ પણ લીધી હતી. T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ તરફથી આવું બીજી વખત બન્યું છે. 2016ના એશિયા કપ દરમિયાન હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે પ્રથમ વિકેટ લીધી હતી.

જાડેજા જીતનો હીરો બન્યો

રવિન્દ્ર જાડેજાએ સ્કોટલેન્ડ સામે માત્ર 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જાડેજાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડને માત્ર 39 બોલમાં હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે ટીમ ઈન્ડિયાને 86 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

કેએલ રાહુલ અને રોહિત શર્માની ઓપનિંગ જોડીએ શાનદાર બેટિંગ કરી હતી. ખાસ કરીને કેએલ રાહુલે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. રોહિતે પણ 16 બોલમાં 30 રન બનાવ્યા અને ભારતે માત્ર 6.3 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો.

ઈન્ડિયા નેટ રનરેટમાં નંબર 1

સ્કોટલેન્ડ સામે મોટી જીત સાથે ભારતનો નેટ રન રેટ ગ્રુપ 2માં સર્વશ્રેષ્ઠ બની ગયો છે. ભારતના 4 મેચમાં 2 જીત સાથે 4 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +1.619 છે જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ કરતા વધુ સારો છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. હવે ટીમ ઈન્ડિયાએ નામીબિયા સામે પણ મોટી જીત મેળવવી પડશે અને તે પછી આશા રાખવી પડશે કે અફઘાનિસ્તાન કોઈક રીતે ન્યુઝીલેન્ડને હરાવે. તો જ તેના માટે સેમિફાઇનલમાં પહોંચવાની કોઇ તક રહેશે.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: સ્કોટલેન્ડને રગદોળી ભારતની સેમિફાઇનલની આશા જીવંત, 8 વિકેટે ટીમ ઇન્ડિયાની શાનદાર જીત

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાના નસિબનો ફેંસલો શનિવારે થશે, જીત બાદ સમિફાઇનલની આવી છે ફોર્મ્યૂલા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">