AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI પ્રમુખ મિથુન મનહાસની મુશ્કેલીઓ વધી, કોર્ટે આ કેસમાં સમન્સ જાહેર કર્યુ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેના અધ્યક્ષ મિથુન મનહાસની મુશ્કેલીઓ વધી ગઈ છે. જમ્મુ કાર્ટે માનહાનિ કેસમાં મિથુન મનહાસ અને જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોશિએસનના અધિકારીઓને સમન્સ જાહેર કર્યું છે.

BCCI પ્રમુખ મિથુન મનહાસની મુશ્કેલીઓ વધી, કોર્ટે આ કેસમાં સમન્સ જાહેર કર્યુ
| Updated on: Oct 28, 2025 | 3:05 PM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા અધ્યક્ષ મિથુન મન્હાસની મુશ્કેલીઓ વધી ગઈ છે. જમ્મુ અને કાશ્મીરની એક કોર્ટે મિથુન મનહાસ, જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) ના અધિકારીઓ અને પત્રકારોને ફોજદારી માનહાનિની ​​ફરિયાદના સંદર્ભમાં સમન્સ જાહેર કર્યું છે. શરુઆતી નવિેદન નોંધ્યા પછી, ન્યાયિક મેજિસ્ટ્રેટ સુનિલ કુમારે જણાવ્યું હતું કે, ભારતીય નાગરિક સંરક્ષણ અદાલત હેઠળ પ્રસ્તાવિત આરોપીઓને સાંભળ્યા વિના સંજ્ઞાન લઈ શકાય નહીં. કોર્ટે તમામ આરોપીઓને 24 નવેમ્બર, 2025 ના રોજ રૂબરૂમાં અથવા વકીલ દ્વારા તેમના વાંધા અથવા બચાવ રજૂ કરવા માટે હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

રિટાયર પોલિસકર્મી સુદર્શન મહેતાની ફરિયાદ પર કોર્ટે આ સમન્સ જાહેર કર્યું છે. ફરિયાદ અનુસાર પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને મોર્ડન ક્રિકેટ ક્લબ જમ્મુના લાંબા સમયથી પ્રશાસક સુદર્શન મહેતાએ JKCAની પેટા સમિતિના સભ્યો મિથુન મન્હાસ, બ્રિગેડિયર અનિલ ગુપ્તા તેમજ માજિદ ડાર પર તેમના અધિકારક્ષેત્રની બહાર જવાનો અને સુપ્રીમ કોર્ટ અને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત લોઢા સમિતિના સુધારાઓને લાગુ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મિથુન મનહાસ , અનિલ ગુપ્તા તેમજ માજિદ ડારે (જેમની નિમણૂક BCCI દ્વારા 2021માં JKCAના રોજિંદા કામકાજનું સંચાલન કરવા માટે કરવામાં આવી હતી) એ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને વહીવટી અને નાણાકીય નિર્ણયો લઈને પોતાના અધિકારક્ષેત્રનો ભંગ કર્યો હોવાનો આરોપ છે.

મિથુન મનહાસ પર કેમ લાગ્યા આરોપ?

તે મૂળરૂપે જમ્મુના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરવામાં આવ્યું હતું, અને પછીથી તેને સબ-જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તેમાં મિથુન મનહાસ અને અન્ય લોકો પર માનહાનિ, ન્યાયિક આદેશોની ખોટી રજૂઆત અને JKCA ના આંતરિક બાબતોના સંબંધમાં પદનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુદર્શન મહેતાએ મનહાસના BCCI પ્રમુખ તરીકે નામાંકનને પડકારતી રિટ અરજી દાખલ કર્યા પછી વિવાદ વધુ વકર્યો હતો.

જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે 26 સપ્ટેમબર 2025ના રોજ આ અરજી રદ્દ કરી હતી. ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે,આગલા દિવસે JASK ઉપસમિતિના સભ્યોએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને ખોટી રીતે દાવો કરવામાં આવ્યો હતો કે હાઈકોર્ટે અરજીને “વ્યર્થ” ગણાવીને ફગાવી દીધી છે અને મહેતાનો કોઈ અધિકારક્ષેત્ર નથી.

દુનિયાનો સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ મિથુન મન્હાસના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">