Irfan Pathan એ શેર કર્યો પુત્રનો ફુટબોલ રમતો વિડિયો, કેપ્શન પર ફેન્સ થયા ફિદા

ઇરફાન પઠાણ આમ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. જેના દ્રારા તે ફેન્સ સાથે સતત જોડાયેલો રહે છે. તે પોતાની આનંદ ની પળો થી લઇ કેટલીક તસ્વીરો અને વિડીયો તે અવાર નવાર શેર કરતો રહે છે.

Irfan Pathan એ શેર કર્યો પુત્રનો ફુટબોલ રમતો વિડિયો, કેપ્શન પર ફેન્સ થયા ફિદા
Irfan Pathan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 8:05 PM

ભારતીય ટીમ (Team India) ના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ (Irfan Pathan) હાલમાં હળવાશનો સમય વિતાવી રહ્યો છે. ઇરફાન પઠાણ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચમાં કોમેન્ટ્રી આપી હતી ત્યાર બાદ હાલમાં પરિવાર સાથે સમય ગાળી રહ્યો છે.

આમ પણ ઇરફાન પરિવારને ક્વોલીટી સમય આપવાની સાથે, તેની તસ્વીરો પણ શેર કરતો રહે છે. આવી જ રીતે એક વિડીયો ઇરફાન પઠાણે પુત્ર સાથે નો સોશિયલ મીડિયા દ્રારા શેર કર્યો છે. જેમાં તેનો પુત્ર ફુટબોલ (Football) રમી રહ્યો છે, જોકે તેણે લખેલી કેપ્શનને લઇને વિડીયો વાયરલ થવા લાગ્યો છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

વિડીયોમાં ઇરફાન પઠાણ તેના પુત્રને ફુટબોલ રમાડાવી રહ્યો છે. પુત્ર ફુટબોલને કિક મારે છે, જેમાં કેટલાકમાં તે નિષ્ફળ નિવડે છે તો અંતમાં તે ગોલ કરી દે છે. ગોલ કરવા માટે સામે ખુરશી રાખી હોય છે. તેનો આ મસ્તી ભર્યો વિડિયો ફેન્સને પણ પસંદ આવી રહ્યો છે. ઇરફાન પઠાણે વિડીયો શેર કરીને કેપ્શન લખી હતી કે, ક્રિકેટર જ બનશે તમારો દિકરો !

ઇરફાન પઠાણ છેલ્લા કેટલાક સમય થી વિવાદોને લઇને ચર્ચામાં રહ્યો છે. તેની સામે આક્ષેપ થવા ઉપરાંત, તેની પત્નિની તસ્વીરમાં ચહેરાને બ્લર કરવાને લઇને પણ વિવાદ રહ્યો હતો. ત્યાર બાદ હાલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ બાદ, વિરાટ કોહલીના વખાણ કરવાને લઇને પણ વિવાદમાં રહ્યો હતો.

ઇરફાને ફાઇનલમાં હાર બાદ કોહલીને શ્રેષ્ઠ કેપ્ટન બતાવ્યો હતો. જેને લઇને ફેન્સ ભડક્યા હતા. સોશિયલ મીડિયા પર તો અનેક ફેન્સે ના લખવાનુ પઠાણ માટે લખી દીધુ હતુ.

હાજર જવાબી છે, પઠાણ

જોકે ઇરફાન પઠાણ પણ હાજર જવાબી છે. તેણે પોતાના જવાબ વડે તેના ફેન્સનુ દિલ પણ એટલી જ ઝડપ થી જીતી લીધુ હતુ. તેણે પોતાના વિરુદ્ધમાં આવી રહેલી કોમેન્ટ પર રિપ્લાય આપ્યો હતો. લખ્યુ હતુ કે, તો શુ તેમ મને વિશ્વના બેસ્ટ ખેલાડીના વખાણ કરતા જોવા નથી ઇચ્છતા. ફેન્સને તેનો આ જવાબ આપવાનો અંદાજ પણ ખૂબ પસંદ કર્યો હતો. જેની પર પણ ખૂબ કોમેન્ટ વરસી હતી અને પસંદ પણ કરી હતી.

ઇરફાનનુ ક્રિકેટ કરિયર

ઇરફાન પઠાણના કરિયરની વાત કરવામાં આવે તો, તે ભારત તરફ થી 29 ટેસ્ટ મેચ અને 120 વન ડે મેચ રમી ચુક્યો છે. આ ઉપરાંત 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પણ ટીમ ઇન્ડીયા વતી રમી ચુક્યો છે. પઠાણે ગત વર્ષ જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી નિવૃત્તી લીધી હતી. એ પહેલા તેણે તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2012 માં રમી હતી. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ 2003 માં કર્યુ હતુ.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">