India vs Ireland: 1st T20i Highlights Cricket Score: ભારતે બીજી ટી20માં આયરલેન્ડને 4 રને હરાવી સીરિઝ 2-0થી જીતી લીધી, પહેલીવાર ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી રહેલ હાર્દિક પંડ્યાએ પોતાની પહેલી સીરિઝ જીતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 12:46 AM

IND Vs IRE 2nd T20 Match Highlights Updates: ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે બીજી T20 મેચ. હાર્દિક પંડ્યા પાસે કેપ્ટન તરીકે પ્રથમ સિરીઝ પોતાના નામે કરવાની તક છે.

India vs Ireland: 1st T20i Highlights Cricket Score: ભારતે બીજી ટી20માં આયરલેન્ડને 4 રને હરાવી સીરિઝ 2-0થી જીતી લીધી, પહેલીવાર ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી રહેલ હાર્દિક પંડ્યાએ પોતાની પહેલી સીરિઝ જીતી
Ireland Cricket vs Team India

ભારત અને આયર્લેન્ડ (IRE vs IND) વચ્ચે આજે રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા 4 રને મેચ અને સીરિઝ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં તેણે પહેલીવાર સીરિઝ જીતી છે. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં આયરલેન્ડે પણ શાનદાર પ્રદર્શન કરતા 20 ઓવરમાં 5 વિકેટે 221 રન બનાવ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Jun 2022 12:43 AM (IST)

    IRE vs IND Match : ભારતે 4 રને મેચ અને સીરિઝ જીતી લીધી

    ભારતે બીજી ટી20 મેચ 4 રને જીતી લીધી અને સીરિઝ પર 2-0 થી કબજો કરી લીધો.

  • 29 Jun 2022 12:35 AM (IST)

    IRE vs IND Match : આયરલેેન્ડે જીતવા માટે 6 બોલમાં 17 રનની જરુર

  • 29 Jun 2022 12:27 AM (IST)

    IRE vs IND Match : ભારતને મળી પાંચમી સફળતા

    ભુવનેશ્વર કુમારે ભારતને પાંચમી સફળતા અપાવી. ભુવનેશ્વર કુમારે 18મી ઓવરના પહેલા બોલ પર આયરલેન્ડના હેરી ટેકોરને આઉટ કર્યો. તેણે 28 બોલમાં 39 રન બનાવ્યા.

  • 29 Jun 2022 12:25 AM (IST)

    IRE vs IND Match : જ્યોર્જ ડોકરેલે એક જ ઓવરમાં ફટકાર્યા બે છગ્ગા

  • 29 Jun 2022 12:22 AM (IST)

    IRE vs IND Match : જ્યોર્જે છગ્ગો ફટકાર્યો

  • 29 Jun 2022 12:14 AM (IST)

    IRE vs IND Match : હેરી ટેકોરે ચોગ્ગો ફટકાર્યો

  • 29 Jun 2022 12:07 AM (IST)

    IRE vs IND Match : ઉમરાન મલીકે ઝડપી પોતાની પહેલી વિકેટ

    ભારતના ઉમરાન મલીકે આયરલેન્ડના ટુકેરને આઉટ કરીને પોતાની ક્રિકેટ કારકિર્દીની પહેલી વિકેટ ઝડપી હતી. ટુકેરે 9 બોલમાં 5 રન બનાવ્યા હતા.

  • 28 Jun 2022 11:54 PM (IST)

    IRE vs IND Match : હર્ષલ પટેલે ભારતને અપાવી ત્રીજી સફળતા

    ભારતના હર્ષલ પટેલે આયરલેન્ડના સુકાની એન્ડ્રુ બાલ્બિર્નીને આઉટ કરીને ત્રીજી સફળતા અપાવી હતી. એન્ડ્રુ બાલ્બિર્નીએ 37 બોલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને આક્રમક 60 રન બનાવ્યા હતા.

  • 28 Jun 2022 11:48 PM (IST)

    IRE vs IND Match : એન્ડ્રુ બાલ્બિર્ની આક્રમક મુડમાં

    આયરલેન્ડના સુકાની એન્ડ્રુ બાલ્બિર્ની  આક્રમક મુડામાં જોવા મળ્યો. તેણે હર્ષલ પટેલની ઓવરમાં એક પછી એક છગ્ગો અને ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 28 Jun 2022 11:46 PM (IST)

    IRE vs IND Match : કેપ્ટનની અડધી સદી

    આયરલેન્ડના સુકાની એન્ડ્રુ બાલ્બિર્નીએ પોતાની ટી20માં છઠ્ઠી અડધી સદી પુરી કરી.

  • 28 Jun 2022 11:42 PM (IST)

    IRE vs IND Match : આયરલેન્ડના 9 ઓવરમાં 100 રન

  • 28 Jun 2022 11:41 PM (IST)

    IRE vs IND Match : એન્ડ્રુ બાલ્બિર્ની આક્રમક મુડમાં

    આયરલેન્ડના એન્ડ્રુ બાલ્બિર્ની આક્રમક મુડમાં જોવા મળ્યો. તેણે ઉમરાન મલીકની 9મી ઓવરમાં એક પછી એક છગ્ગો અને ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 28 Jun 2022 11:36 PM (IST)

    IRE vs IND Match : આયરલેન્ડનો સ્કોર 8 ઓવર બાદ 2 વિકેટે 86 રન

  • 28 Jun 2022 11:32 PM (IST)

    IRE vs IND Match : ભારતને મળી બીજી સફળતા

    ઉમરાન મલિકે ભારતને અપાવી બીજી સફળતા. આયરલેન્ડના ગારેથ ડેલાને રન આઉટ થતા ભારતને બીજી સફળતા મળી હતી.

  • 28 Jun 2022 11:23 PM (IST)

    IRE vs IND Match : ભારતને મળી પહેલી સફળતા

    આયરલેન્ડના આક્રમક બનેલા ઓપનર સ્ટીરલિંગને રવિ બિશ્નોઇએ આઉટ કર્યો. સ્ટીરલિંગે 18 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આક્રમક 40 રન કર્યા હતા.

  • 28 Jun 2022 11:17 PM (IST)

    IRE vs IND Match : 5 ઓવર બાદ આયરલેન્ડનો સ્કોર 65 રન

  • 28 Jun 2022 11:12 PM (IST)

    IRE vs IND Match : આયરલેન્ડનો સ્કોર 50 ને પાર

    આયરલેન્ડના સ્ટાર ઓપનર સ્ટીરલિંગની આક્રમક ઇનિંગની મદદથી આયરલેન્ડનો સ્કોર 50 ને પાર પહોંચી ગયો છે.

  • 28 Jun 2022 11:05 PM (IST)

    IRE vs IND Match : સ્ટીરિલંગની સતત આક્રમક ઇનિંગ

    આયરલેન્ડ ટીમના ઓપનર સ્ટીરલિંગ સતત આક્રમક શોટ્સ ફટકારી રહ્યો છે.

  • 28 Jun 2022 11:00 PM (IST)

    IRE vs IND Match : આયરલેન્ડની ધમાકેદાર શરૂઆત

    આયર્લેન્ડની ધમાકેદાર શરૂઆત. પ્રથમ ઓવરમાં સ્ટર્લિંગે સતત 4 બાઉન્ડ્રી ફટકારી હતી. ભુવનેશ્વર કુમારના બોલ પર પહેલા છગ્ગા અને પછી સતત ત્રણ ચોગ્ગા. ભુવીએ આ ઓવરમાં 18 રન આપ્યા હતા.

  • 28 Jun 2022 10:41 PM (IST)

    IRE vs IND Match : ભારતનો સ્કોર 227 રન, આયરલેન્ડને જીતવા 228 રનનો લક્ષ્યાંક

    ભારતે 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 227 રન બનાવ્યા. આમ આયરલેન્ડને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક મળ્યો છે.

  • 28 Jun 2022 10:40 PM (IST)

    IRE vs IND Match : હર્ષલ પટેલ આઉટ

  • 28 Jun 2022 10:39 PM (IST)

    IRE vs IND Match : હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો

    હાર્દિક પંડ્યાના ચોગ્ગા સાથે ભારતનો સ્કોર 225 ને પાર પહોંચ્યો હતો.

  • 28 Jun 2022 10:35 PM (IST)

    IRE vs IND Match : દિનેશ કાર્તિક બાદ અક્ષર પટેલ પણ આઉટ

    યંગની ઓવરમાં સતત બે બોલ પર દિનેશ કાર્તિક બાદ અક્ષર પટેલ આઉટ થયા.

  • 28 Jun 2022 10:29 PM (IST)

    IRE vs IND Match : દીપક હુડા આઉટ

    શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારનાર દીપક હુડા આઉટ થઇ ગયો છે. દીપક હુડાએ 57 બોલમાં 104 રન બનાવ્યા હતા.

  • 28 Jun 2022 10:28 PM (IST)

    IRE vs IND Match : સુર્ય કુમાર યાદવ આઉટ

    સુર્ય કુમાર યાદવ 15 રન બનાવી આઉટ થયો.

  • 28 Jun 2022 10:24 PM (IST)

    IRE vs IND Match : દીપક હુડાની પહેલી ટી20 સદી

  • 28 Jun 2022 10:23 PM (IST)

    IRE vs IND Match : ભારતનો સ્કોર 200 રનને પાર

    ભારતનો 17 ઓવરમાં સ્કોર 200 રનને પાર પહોંચ્યો હતો.

  • 28 Jun 2022 10:20 PM (IST)

    IRE vs IND Match : ભારતને બીજો ઝટકો, સંજુ સેમસન આઉટ

    સંજુ સેમસન આઉટ થતા ભારતને બીજો મોટો ઝટકો લાગ્યો હતો. સંજુ સેમસન 42 બોલમાં આક્રમક 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રન કર્યા હતા.

  • 28 Jun 2022 10:19 PM (IST)

    IRE vs IND Match : સંજુ સેમસને 1 ઓવરમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો

    15મી ઓવરમાં હુડા નહીં, સેમસને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. આ ઓવરમાં સેમસને પહેલા ચોગ્ગા અને પછી સતત 2 છગ્ગા ફટકારીને બતાવી દીધું કે તે આજે અટકવાનો નથી.

  • 28 Jun 2022 10:13 PM (IST)

    IRE vs IND Match : ભારતનો સ્કોર 150 ને પાર

    ઓલ્ફર્ટની 14મી ઓવરના ત્રીજા બોલ પર હુડ્ડાએ ચોગ્ગો ફટકાર્યો અને આ સાથે જ ભારતનો સ્કોર 150 રનને પાર કરી ગયો. હુડ્ડા પણ પોતાની સદી સુધી પહોંચી ગયો છે. હુડ્ડાએ આ ઓવરની શરૂઆત ડીપ સ્ક્વેર લેગ પર સિક્સ મારીને કરી હતી. સેમસન બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ બાઉન્ડ્રી વડે ઓવરનો અંત કરે છે.

  • 28 Jun 2022 10:07 PM (IST)

    IRE vs IND Match : સંજુ સેમસનની અડધી સદી

    સંજુ સેમસને 13મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને તેની સાથે જ તેની અડધી સદી પણ પૂરી કરી. સંજુ સેમસને 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. દીપક હુડ્ડા બાદ સેમસનની શાનદાર ઇનિંગ જોવા મળી.

  • 28 Jun 2022 10:01 PM (IST)

    IRE vs IND Match : હુડા અને સેમસન વચ્ચે 100 રનની ભાગીદારી

    દીપક હુડા અને સંજુ સેમસન વચ્ચેની ભાગીદારી 100 રનને પાર કરી ગઈ છે. આઇરિશ બોલરો માટે હવે હુડ્ડાને રોકવો મુશ્કેલ લાગી રહ્યા છે.

  • 28 Jun 2022 09:52 PM (IST)

    IRE vs IND Match : દીપક હુડાએ 27 બોલમાં અડધી સદી ફટકારી

    દીપક હુડ્ડાએ 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટી20 ક્રિકેટમાં ભારત માટે આ તેની પ્રથમ અડધી સદી છે. છેલ્લી મેચમાં તે પોતાની અડધી સદી પૂરી કરી શક્યો ન હતો. પરંતુ આ વખતે તેણે એક પણ તક છોડી ન હતી.

  • 28 Jun 2022 09:49 PM (IST)

    IRE vs IND Match : દીપક હુડાને મળ્યું જીવનદાન

    8મી ઓવરના છેલ્લા બોલ પર હુડ્ડા માંડ માંડ બચ્યો હતો. તે ઓલ્ફર્ટના બોલ પર બેક ફૂટ પર મોટો શોટ રમવા માંગતો હતો. પોલ સ્ટર્લિંગ તેની ડાબી બાજુના શોટ કવર પર ડાઇવ મારી. પરંતુ તે બોલને પકડવાનું ચૂકી જાય છે.

  • 28 Jun 2022 09:42 PM (IST)

    IRE vs IND Match : પાવર પ્લેમાં ભારતનો સ્કોર 54/1

    પાવરપ્લેમાં ભારતે એક વિકેટના નુકસાને 54 રન બનાવ્યા હતા. સંજુ સેમસન અને દીપક હુડા બંને છેડેથી ઝડપી બેટિંગ કરી રહ્યા છે. પાવરપ્લેમાં ભારતને ઈશાન કિશનના રૂપમાં ઝટકો લાગ્યો હતો.

  • 28 Jun 2022 09:41 PM (IST)

    IRE vs IND Match : ભારતનો સ્કોર 50 ને પાર

    સેમસને યંગના બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને આ શોટ સાથે ભારતના 50 રન પુરા થયા. સંજુ સેમસને યંગની ઓવરના છેલ્લા બોલ પર વધુ એક સિક્સર ફટકારી હતી.

  • 28 Jun 2022 09:32 PM (IST)

    IRE vs IND Match : દીપક હુડ્ડાએ 86 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો

    હુડ્ડાએ છઠ્ઠી ઓવરમાં 86 મીટર લાંબી છગ્ગો ફટકારીને યંગનું સ્વાગત કર્યું. તેણે ક્રિઝમાંથી બહાર નીકળીને બોલરના માથા ઉપર હવામાં સીધો શોટ માર્યો અને બોલને બાઉન્ડ્રીની પાર મોકલ્યો.

  • 28 Jun 2022 09:24 PM (IST)

    IRE vs IND Match : દીપક હુડ્ડાનો છગ્ગો

    માર્ક એડેરની ઓવરના છેલ્લા બોલ પર દીપક હુડ્ડાએ ફાઈન લેગ પર સિક્સર ફટકારી હતી. ભારતીય ઇનિંગનો પહેલો છગ્ગો છે.

  • 28 Jun 2022 09:18 PM (IST)

    IRE vs IND Match : ઇશાન કિશન આઉટ

    માર્ક એડેરે ત્રીજી ઓવરના પહેલા બોલ પર ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. અડાયરનો બોલ ઈશાનના બેટના ઉપરના કિનારે વાગ્યો અને બોલ સીધો ટકરના હાથમાં ગયો. ઈશાન કિશન માત્ર 3 રન બનાવી શક્યો હતો.

  • 28 Jun 2022 09:17 PM (IST)

    IRE vs IND Match : સંજુ સેમસનની આક્રમક શરૂઆત

    ભારતે પ્રથમ ઓવરમાં કુલ 8 રન ઉમેર્યા હતા. સંજુ સેમસન તરફથી આક્રમક શરૂઆત જોવા મળી. બીજી ઓવરના ચોથા બોલ પર તેણે જોશુઆ લિટલની બોલ પર સીધો શોટ રમ્યો અને બીજો ચોગ્ગો ફટકાર્યો.

  • 28 Jun 2022 09:09 PM (IST)

    IRE vs IND Match : સેમસને ચોગ્ગા સાથે ઇનિંગની શરૂઆત કરી

    મેચના પ્રથમ બોલ પર સંજુ સેમસને માર્ક એડેરના બોલને બાઉન્ડ્રી લગાવીને ભારતનું ખાતું ખોલ્યું હતું. સેમસનના બેટમાંથી પહેલા જ બોલ પર બ્રિલિયન્ટે શોટ લાગ્યો હતો.

  • 28 Jun 2022 08:51 PM (IST)

    IRE vs IND Match : આયરલેન્ડ ટીમની પ્લેઇંગ ઇલેવન

    આયર્લેન્ડે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

    આયર્લેન્ડ ટીમની પ્લેઇંગ ઇલેવનઃ એન્ડ્રુ બાલ્બિર્ની (સુકાની), પોલ સ્ટર્લિંગ, ગેરેથ ડેલાની, હેરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકીપર), જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, એન્ડી મેકબ્રાઈન, ક્રેગ યંગ, જોશ લિટલ, કોનોર ઓલ્ફર્ટ.

  • 28 Jun 2022 08:49 PM (IST)

    IRE vs IND Match : ભારતની પ્લેઇંગ ઇલેવન

    ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનઃ હાર્દિક પંડ્યા (સુકાની), ઈશાન કિશન, દીપક હુડા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ અને ઉમરાન મલિક.

  • 28 Jun 2022 08:44 PM (IST)

    IRE vs IND Match : મેચમાં વરસાદની આશંકા

    હાલ ડબલિનમાં વરસાદ નથી પડી રહ્યો. પરંતુ આકાશમાં કાળા વાદળો જોવા મળ્યા છે. વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાત્રે 10 વાગ્યાની આસપાસ વરસાદ પડી શકે છે.

  • 28 Jun 2022 08:42 PM (IST)

    IRE vs IND Match : ટીમ ઇન્ડિયામાં 3 ફેરફાર

    ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર કર્યા છે. રુતુરાજ ગાયકવાડ ઈજાના કારણે બહાર થઈ ગયો છે. સંજુ સેમસન પાછો ફર્યો છે. અવેશ ખાનની જગ્યાએ હર્ષલ પટેલને સ્થાન મળ્યું છે. બીજી તરફ યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ રવિ બિશ્નોઈને તક આપવામાં આવી છે.

  • 28 Jun 2022 08:41 PM (IST)

    IRE vs IND Match : ભારતે ટોસ જીત્યો

    આયર્લેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતે ટોસ જીત્યો છે. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Published On - Jun 28,2022 8:38 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">