ઈરાની કપમાં બે ભારતીય ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો, મેદાન પર હોબાળો થયો, જુઓ વિડિઓ

વિદર્ભ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં યશ ઠાકુર અને યશ ઘુલ વચ્ચે મેદાન પર ઝઘડો થયો હતો. જેને લઈ અમ્પાયરે બંન્ને ખેલાડીઓ વચ્ચે આવવું પડ્યું ત્યારબાદ સમગ્ર મામલો શાંત થયો હતો.

ઈરાની કપમાં બે ભારતીય ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો, મેદાન પર હોબાળો થયો, જુઓ વિડિઓ
| Updated on: Oct 06, 2025 | 10:00 AM

વિદર્ભ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે ઈરાની કપની મેચ એક ઝઘડા સાથે પૂર્ણ થઈ હતી. નાગપુરમાં રમાઈ રહેલી આ મેચના છેલ્લા દિવસે રણજી ટ્રોફી ચેમ્પિયન વિદર્ભે રેસ્ટ ઓફ ઈન્ડિયાને 93 રનથી હરાવી ખિતાબ પોતાને નામ કર્યો હતો પરંતુ મેચ પૂર્ણ થયા બાદ બંન્ને યુવા ભારતીય ખેલાડીઓ ઝઘડો કરતા જોવા મળ્યા હતા. એવી પરિસ્થિતિ થઈ હતી કે, બંન્નેના ઝઘડામાં અમ્પાયર વચ્ચે આવ્યા હતા. આ ઝઘડો વિદર્ભના ફાસ્ટ બોલર યશ ઠાકુર અને રેસ્ટ ઓફ ઈન્ડિયાના બેટ્સમેન યશ ધુલવચ્ચે થયો હતો.

નાગપુરમાં રવિવાર 5 ઓક્ટોમ્બરના રોજ ઈરાની કપના આ ખિતાબી મેચનો છેલ્લો દિવસ હતો. રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમે 361 રનનો ટાર્ગેટનો પીછો કરી રહ્યા હતા પરંતુ તેની વિકેટ એક બાદ એક ગુમાવવી પડી હતી. આ સમયે દિલ્હી માટે રમનાર યુવા બેટ્સમેન યશ ધુલ ક્રીઝ પર હતો. તેણે વિદર્ભના બોલરો સામે તાકત દેખાડી અને માનવ સુથાર સાથે શાનદાર સદીની ભાગીદારી કરીને જીતની આશા જીવંત રાખી.

 

 

ઠાકુરે યશ ધુલની સદી રોકી

યશ ધુલશાનદાર લયમાં જોવા મળી રહ્યો હતો અને તેની સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે તેને ઝટકો લાગ્યો હતો. 63મી ઓવરમાં બોલિંગમાં આવેલા વિદર્ભના ફાસ્ટ બોલર યશ ઠાકુર પહેલા જ બોલ ફેંકવા માટે આવ્યા, યશ ધુલ (92) એ અપર કટનો પ્રયાસ કર્યો પરંતુ થર્ડ મેન બાઉન્ડ્રી પર કેચ થઈ ગયો. ફિલ્ડરે કેચ પકડતાની સાથે જ બોલર યશ ઠાકુરે જોરથી ચીસો પાડી અને ઉજવણી શરૂ કરી. પરંતુ આ દરમિયાન, તે પોતાનો સંયમ ગુમાવી બેઠો અને આક્રમક વલણ સાથે ઉજવણી કરતો સીધો ધુલની સામે ગયો હતો.

મેદાન પર રમઝટ

આ મેચમાં વિદર્ભની ટીમે રેસ્ટ ઓફ ઈન્ડિયાની બીજી ઈનિગ્સને 267 રનના સ્કોર પર સમેટી 93 રનથી જીત મેળવી હતી. આ સાથે વિદર્ભની ટીમે ત્રીજી વખત ઈરાની કપનો ખિતાબ જીતવામાં સફર રહી હતી. આ મેચમાં યશ ઠાકુરના બોલિંગ પ્રદર્શનને લઈ વાત કરવામાં આવે તો તેમણે કુલ 6 વિકેટ મેળવી હતી. જેમાં પેહલી ઈનગિસ્માં તે 4 વિકેટ લેવામાં સફર રહ્યો હતો. બીજી ઈનિગ્સમાં તેમણે 2 વિકેટ પોતાને નામ કરી હતી.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો