AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs GT, IPL 2023: ગુજરાત સામે આસાન લક્ષ્ય, રાજસ્થાન રોયલ્સ 118 રનમાં જ ઓલઆઉટ, રાશીદ ખાને 3 વિકેટ ઝડપી

RR vs GT, IPL 2023: રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. હોમગ્રાઉન્ડ પર ટોસ જીતીને રાજસ્થાને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.

RR vs GT, IPL 2023: ગુજરાત સામે આસાન લક્ષ્ય, રાજસ્થાન રોયલ્સ 118 રનમાં જ ઓલઆઉટ, રાશીદ ખાને 3 વિકેટ ઝડપી
Rajasthan Royals ટીમ ઝડપથી સમેટાઈ ગઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 9:26 PM
Share

IPL 2023 ની 48મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં સંજૂ સેમસને ટોસ જીત્યો હતો. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. પરંતુ હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરતા રમત ખરાબ રહી હતી. શરુઆતમાં રન ઝડપથી નિકાળના પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ પાવર પ્લે બાદ રમત વધારે ખરાબ થઈ ગઈ હતી. કેપ્ટન સંજૂ સેમસને સૌથી વધારે રન નોંધાવ્યા હતા. ટીમ માત્ર 118 રનમાં જ સમેટાઈ ગઈ હતી. રાજસ્થાનની ટીમ પુરી 18 ઓવર પણ રમી શકી નહોતી અને સમેટાઈ ગઈ હતી.

અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રાશીદ ખાને રાજસ્થાનની ત્રણ વિકેટ ઝડપી હતી. રાશીદ ખાને શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યુ હતુ અને 4 ઓવરમાં માત્ર 14 રન જ આપ્યા હતા. રાજસ્થાનની ટીમને ફરીથી સૌથી ઉપરની તરફ આગળ વધવાનો ઈરાદો મેચની શરુઆત પહેલા હતો. પરંતુ ગુજરાત ટાઈટન્સના બોલરો સામે રાજસ્થાનની હોમ ગ્રાઉન્ડ પર એક ચાલી નહોતી અને સમયાંતરે વિકેટ ગુમાવી દીધી હતી.

ઘર આંગણે ખરાબ રમત

રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ ટોસ પોતાની ફેવરમાં રહ્યો હોત તો, પોતે પણ પ્રથમ જ બેટિંગ કરવાનો ઈરાદો રાખ્યાનુ ટોસ વેળા બતાવ્યુ હતુ. જોકે ગુજરાતે ભલે પ્રથમ બેટિંગ કરીને ધમાલ મચાવી ના હોય પરંતુ ગુજરાતના બોલર્સે બોલ વડે ધમાલ મચાવી દીધી હતી. હાર્દિક પંડ્યાએ પ્રથમ ઝટકો બીજી ઓવરમાં આપ્યો હતો અને જોસ બટલર 8 રન નોંધાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ બીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. જયસ્વાલે 11 બોલનો સામનો કરીને 14 રન નોંધાવ્યા હતા.

સંજૂ સેમસને સૌથી વધારે 30 રન નોંધાવ્યા હતા. સેમસને 20 બોલનો સામનો કરીને 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદ વડે આ રન નોંધાવ્યા હતા. જોકે તે જોસ લિટલનો શિકાર થયો હતો. રવિચંદ્રન અશ્વિન પાંચમાં ક્રમે આવ્યો હતો અને માત્ર 2 રન નોંધાવીને પરત ફર્યો હતો. રિયાન પરાગ ફરી એક વાર નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 4 રન નોંધાવી પરત ફર્યો હતો. શિમરોન હેટમાયર 13 બોલનો સામનો કરીને 7 રન નોંધાવ્યા હતા. ધ્રૂવ જૂરેલે 9 રન નોંધાવીને વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે 15 રન અને એડમ ઝમ્પાએ 7 રન નોંધાવ્યા હતા.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
g clip-path="url(#clip0_868_265)">