
IPL 2023 ની 66મી મેચ ધર્મશાળાના મેદાનમાં રમાઈ રહી છે. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ લીગ તબક્કામાં પોતાની અંતિમ અને 14મી મેચ સિઝનમાં રમી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે પંજાબ કિંગ્સને મેદાને ઉતાર્યુ હતુ. પંજાબ કિંગ્સની શરુઆત મુશ્કેલ બની ગઈ હતી અને ઝડપતી ટોપ ઓર્ડરની વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ઓપનિંગ જોડી શરુઆતે જ બીજા બોલ પર તૂટી ગઈ હતી. જોકે અંતમાં શાહરુખ ખાન અને સેમ કરનની તોફાની રમતે પંજાબનો સ્કોર 5 વિકેટે 187 રન નોંધાયો હતો.
પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આ પહેલા સિઝનમાં 13-13 મેચ રમી ચૂક્યા છે. જેમાં 6-6 મેચમાં જીત મેળવીને 12-12 પોઈન્ટ ધરાવે છે. આજે જીત મેળવનારી ટીમના પોઈન્ટ્સ 14 થઈ શકે છે. જોકે પ્લેઓફમાં પહોંચવુ બંને ટીમ માટે મુશ્કેલ છે, જોકે રાજસ્થાનને મોટી જીત જો અને તો વચ્ચે ધૂંધળી આશાઓ જગાવી રાખી શકે છે. જોકે એમ થવુ વધારે મુશ્કેલ છે. પ્લેઓફ માટે સિઝનની શરુઆતમાં રાજસ્થાનને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યુ હતુ.
Innings break!
An entertaining finish with the bat from @PunjabKingsIPL helps them post 187/5 in the first innings 👌🏻👌🏻
Will @rajasthanroyals chase this down?
Scorecard ▶️ https://t.co/3cqivbD81R #TATAIPL | #PBKSvRR pic.twitter.com/4AE8nO88Tw
— IndianPremierLeague (@IPL) May 19, 2023
ટોસ હારીને મેદાને ઉતરેલ પંજાબ કિંગ્સની શરુઆત ખરાબ રહી હતી. પંજાબે મેચની પ્રથમ ઓવરના બીજા બોલ પર જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે ઓપનર પ્રભસિમરન સિંહને આઉટ કરીને પરત મોકલ્યો હતો. બોલ્ટે ખુદે જ તેનો કેચ ઝડપ્યો હતો. બીજી વિકેટ ચોથી ઓવરમાં ગુમાવી હતી. અથર્વ તાઈડેએ સુકાની શિખર ધવન સાથે મળીને તોફાની રમત રમવાની શરુઆત કરી હતી. આ દરમિયાન જ તે પડિક્કલના હાથમાં કેચ ઝડપાઈ જતા નવદીપ સૈનીનો શિકાર થયો હતો. તેણે 12 બોલમાં 19 રન 1 છગ્ગો અને 3 ચોગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા. શિખર ઘવન ત્રીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. ધવને 12 બોલનો સામનો કરીને 17 રન નોંધાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આમ પાવર પ્લેમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.
50 રનના સ્કોર પર ચોથી વિકેટ લિયામ લિવિંગસ્ટનના રુપમાં ગુમાવી હતી. આ સાથે જ પંજાબ મુશ્કેલીમાં મુકાઈ ગયુ હતુ. પરંતુ બાદમાં જિતેશે સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો. લિવિંગસ્ટન 13 બોલનો સામનો કરીને 9 રન નોંધાવીને સૈનીના બોલ પર બોલ્ડ થયો હતો. જિતેશ શર્માએ 28 બોલનો સામનો કરીને 44 રન નોંધાવ્યા હતા. જિતેશે 3 છગ્ગા અને 3 ચોગ્ગા આ દરમિયાન નોંધાવ્યા હતા.
અંતમાં જોકે શાહરુખ ખાન અને સેમ કરને તોફાની બેટિંગ કરી હતી. પંજાબ કિંગ્સની બેટિંગ 15 ઓવર સુધી જે ચાલી હતી, અને ધીમી રમત જોવા મળી હતી એના કરતા અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. ચોગ્ગા અને છગ્ગા વાળી આતશી બેટિંગ બંનેએ કરી હતી. શાહરુખે 23 બોલનો સામનો કરીને 2 છગ્ગા અને 4 ચોગ્ગા વડે 41 રન અણનમ નોંધાવ્યા હતા. સેમ કરને 31 બોલનો સામનો કરીને 49 રન નોંધાવ્યા હતા. કરને 4 ચોગ્ગા અને 2 છગ્ગા નોંધાવ્યા હતા. તે 1 રનથી અડધી સદી ચૂકીને અણનમ પરત ફર્યો હતો.
Helmet sales going up in Dharamsala 📈 thanks to Curran and Shahrukh!#PBKSvRR #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters | @PunjabKingsIPL pic.twitter.com/BbIvRVe2PB
— JioCinema (@JioCinema) May 19, 2023
સૈનીએ આજે શરુઆતથી જ જબરદસ્ત બોલિંગ કરીને પંજાબ કિંગ્સે મુશ્કેલીઓ સર્જી દીધી હતી. સૈનીએ અથર્વ તાઈડે અને લિયામ લિવિંગસ્ટનની મહત્વની વિકેટ ઝડપથી મેળવતા જ રાજસ્થાનને મોટી રાહત સર્જાઈ ગઈ હતી. બાદમાં જિતેશ શર્મા પંજાબની સ્થિતીને સુધારતા આક્રમક રમવા લાગતા સંજૂ સેમસને ફરીથી સૈનીને એટેક પર લગાવ્યો હતો. સૈનીએ ચોગ્ગા છગ્ગાનો માર સહન કરીને જિતેશને પોતાની જાળમાં ફસાવી લેવામાં સફળતા મેળવી હતી.
Published On - 9:20 pm, Fri, 19 May 23