ધોનીની ટીમ CSKનો સ્ટાર ખેલાડી IPL 2023માં રમતો જોવા નહીં મળે, 3 વાર ચેમ્પિયન બનાવવા કરી હતી મદદ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Avnish Goswami

Updated on: Dec 02, 2022 | 10:34 AM

વિશ્વભરમાં સૌથી વધુ આકર્ષણ ધરાવતી ક્રિકેટ લીગ માટે મીની ઓક્શન આગામી 23 ડિસેમ્બરે કોચીમાં યોજાનાર છે. આ માટે દેશ અને વિદેશથી 991 ખેલાડીઓએ હિસ્સો લેવા રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

ધોનીની ટીમ CSKનો સ્ટાર ખેલાડી IPL 2023માં રમતો જોવા નહીં મળે, 3 વાર ચેમ્પિયન બનાવવા કરી હતી મદદ
Dwayne Bravo એ મીની ઓક્શનમાં હિસ્સો નથી લીધો

ઈન્ડિયન પ્રીમિયર લીગ ની આગામી સિઝન પહેલા મીની ઓક્શન માટેની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. મીની ઓક્શન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ થઈ ચૂકી છે. આ પહેલા આઈપીએલ ની તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી પણ જાહેર કરી દીધી હતી. આ દરમિયાન હવે અનેક સ્ટાર ખેલાડીઓ આઈપીએલમાં રમવા માટે પોતાના નામ રજીસ્ટર કરી ચૂક્યા છે. જોકે એક નામ કે જે આગામી સિઝનમાં ધોનીની ટીમમાં જોવા નહીં મળી શકે. જે છે ડ્વેન બ્રાવો. જે ધોનીની ટીમનો સ્ટાર ખેલાડી છે અને તેને મોટી રકમથી અગાઉના ઓક્શનમાં ખરીદ્યો હતો.

દુનિયાભરમાં સૌથી વધુ આકર્ષણ ધરાવતી ક્રિકેટ લીગનો હિસ્સો બનવા માટે વિશ્વભરના ક્રિકેટરો આતુર હોય છે. આ માટે વિશ્વભરમાં 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન મીની ઓક્શન માટે કર્યુ છે. જેમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા પણ વધારે છે. આગામી 23 ડિસેમ્બરે કોચીમાં થનાર મીની ઓક્શન માટે ખેલાડીઓની નોંધણીની યાદી પણ જાહેર થઈ ચુકી છે.

ધોની સાથે નહીં જોવા મળે બ્રાવો

ગત સિઝનમાં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સમાં ડ્વેન બ્રાવો 4.40 કરોડ રુપિયાની કિંમતે સામેલ થયો હતો. ધોનીની આગેવાની વાળી આ ટીમનો બ્રાવો સ્ટાર ખેલાડી હતો. વર્ષ 2011 થી બ્રાવો ચેન્નાઈની ટીમનો હસ્સો રહ્યો હતો. જોકે બ્રાવોને ચેન્નાઈની ટીમે રિલીઝ કરી દીધો છે અને મીની ઓક્શન માટે બ્રાવોએ પોતાનુ નામ નોંધાવ્યુ નથી. આ પહેલા માનવામાં આવી રહ્યુ હતુ કે, બ્રાવો પોતાના નામ નોંધાવી આઈપીએલમાં પોતાનો કમાલ જારી રાખશે. પરંતુ બ્રાવોએ એમ કર્યુ નથી.

યલો જર્સીવાળી ટીમ અને બ્રાવો બંને કયા કારણોસર અલગ થયા એ તો સ્પષ્ટ નથી, પરંતુ કેટલાક મીડિયા અહેવાલોમાં આ માટે બ્રાવોની ઉંમરનુ કારણ અને ઈજાને બતાવવામાં આવી રહ્યુ છે. જોકે અહેવાલોમાં એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે, બ્રાવો ભલે ટીમમાં સામેલ નહી હોય પરંતુ હવે ફિલ્ડની બહારથી ચેન્નાઈનો સાથ નિભાવી શકે છે. એટલ કે ધોનીની ટીમને માટે કોઈક મહત્વની જવાબદારી બહારથી નિભાવતો જોવા મળી શકે છે.

બ્રાવો એ 3 વખત ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યુ

ડ્વેન બ્રાવો ચેન્નાઈ સુપર કિંગ્સનો જ નહીં પરંતુ ટૂર્નામેન્ટનો પણ સ્ટાર ખેલાડી રહ્યો છે. તેણે પોતાના બોલીંગ પ્રદર્શન વડે આકર્ષણ જમાવ્યુ છે. ચેન્નાઈને પોતાના પ્રદર્શન વડે 3 વાર ટીમને ચેમ્પિયન બનાવવાનુ યોગદાન આપ્યુ છે. ટૂર્નામેન્ટમાં બ્રાવોએ સૌથી વધારે 188 વિકેટ ઝડપી છે. જ્યારે ગત વર્ષે આઈપીએલ 2022 માં તેણે 10 મેચો રમીને 18.69 ની સરેરાશ વડે 16 વિકેટ ઝડપી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati