IPL 2022: યુવરાજ સિંહે શેલ્ડન જેક્સનને એવું શું કહ્યું કે લોકોએ તેના દિલ જીતી લીધા

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ કોલકાતા નાઇટ રાઇડર્સના શેલ્ડન જેક્સનના વખાણ કર્યા હતા.

IPL 2022: યુવરાજ સિંહે શેલ્ડન જેક્સનને એવું શું કહ્યું કે લોકોએ તેના દિલ જીતી લીધા
Sheldon Jackson and Ravindra Jadeja (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 11:38 PM

શેલ્ડન જેક્સન (Sheldon Jackson), 2017 પછી તેની પ્રથમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ રમી રહ્યો છે. તેણે તેની વિકેટકીપિંગથી દિગ્ગજ ક્રિકેટરોનું ધ્યાન ખેંચ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) માટે વિકેટકીપરની ભૂમિકા ભજવનાર શેલ્ડન જેક્સને શાનદાર સ્ટમ્પિંગ કર્યું હતું. પરંતુ તેની વિકેટકીપિંગ દરમિયાન એક ચોંકાવનારી બાબત બની હતી. શેલ્ડન જેક્સન હેલ્મેટ વગર સ્પિનરો સામે પણ વિકેટકીપિંગ કરી રહ્યો હતો. પૂર્વ ભારતીય દિગ્ગજ યુવરાજ સિંહે પણ આ વાતની નોંધ લીધી અને ટ્વિટર પર જેક્સનને મહત્વની સલાહ આપી.

યુવરાજે ટ્વિટર પર લખ્યું, પ્રિય શેલ્ડન જેક્સન જ્યારે સ્પિનરો સામે વિકેટકીપિંગ કરો ત્યારે કૃપા કરીને હેલ્મેટ પહેરો. તમે પ્રતિભાશાળી ખેલાડી છો અને લાંબા સમય પછી તમને એક સુવર્ણ તક મળી છે. સુરક્ષિત રહો અને સર્વશ્રેષ્ઠ રહો.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

સચિને પણ શેલ્ડન જેક્સનની સ્ટંપિંગના વખાણ કર્યા

ઇનિંગ્સની આઠમી ઓવરમાં શેલ્ડન જેક્સને ચેન્નઇ તરફથી રમી રહેલ રોબિન ઉથપ્પાને વરુણ ચક્રવર્તીની બોલ પર સ્ટમ્પ કર્યો હતો. બોલ લેગ સાઇડમાં વાઇડ હતો અને તેને બોલને ઝડપથી પકડી લીધો અને સ્ટંપિંગ કર્યો. તેના સ્ટમ્પિંગને જોયા પછી, સચિન તેંડુલકર પણ તેના વખાણ કરવાથી પોતાને રોકી શક્યો નહીં. સચિનના કહેવા પ્રમાણે, જેક્સનની ઝડપથી તેને એમએસ ધોનીની યાદ આવી ગઈ. સેમ બિલિંગ્સ પણ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં રમી રહ્યો છે. પરંતુ ટીમે જેક્સનને વિકેટકીપિંગની જવાબદારી આપી હતી.

કોલકાતા ટીમના બોલરોએ ખૂબ જ સંયમ દર્શાવતા ચેન્નઇ ટીમને પ્રથમ દાવમાં માત્ર 131 રન જ બનાવવા દીધા હતા. IPL 2019 પછી ધોનીની પ્રથમ અડધી સદી જોવા મળી હતી. છતાં ચેન્નઇ ટીમ 150ના આંકડાને સ્પર્શી શકી નથી. ચેન્નઇ ટીમે શૂન્યના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી અને 17મી ઓવર સુધીમાં ટીમ પાંચ વિકેટના નુકસાન પર માત્ર 84 રન બનાવી શકી હતી.

આ પણ વાંચો : IPL 2022 PBKS vs RCB Head to Head: પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે હંમેશા કાંટાની ટક્કર રહી છે, બસ આટલી જ આગળ છે આ ટીમ

આ પણ વાંચો : IPL 2022: ચેન્નઇએ કોલકાતાને જીતવા માટે 132 રનનો લક્ષ્યાંક આપ્યો, ધોનીની શાનદાર અડધી સદી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">