IPL 2022: અર્જુન તેંડુલકરને ફરી તક ન મળી તો પિતા સચિને કહી આ વાત

અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) છેલ્લી બે સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે, પરંતુ તેને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી. તે આ વર્ષે રમશે તેવી અપેક્ષા હતી કારણ કે ટીમ સારું પ્રદર્શન કરી રહી ન હતી, પરંતુ તેમ થયું નહીં. હવે સચિન તેંડુલકરે (Sachin Tendulkar) આ બાબતે પોતાનો મત રજૂ કર્યો છે.

IPL 2022: અર્જુન તેંડુલકરને ફરી તક ન મળી તો પિતા સચિને કહી આ વાત
Arjun-tendulkar-Sachin tendulkarImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 8:13 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની બે સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની 28 મેચ દરમિયાન સચિન તેંડુલકરના (Sachin Tendulkar) પુત્ર અર્જુનને (Arjun Tendulkar) એક પણ વખત રમવાની તક મળી ન હતી. આવી સ્થિતિમાં દિગ્ગજ ખેલાડીએ તેના પુત્રને શું કહ્યું હશે? આ એક રસપ્રદ પ્રશ્ન છે. તમને જણાવી દઈએ કે માસ્ટર બ્લાસ્ટરે તેના પુત્ર અર્જુનને સ્પષ્ટ કહી દીધું છે કે આ રસ્તો તેના માટે પડકારજનક છે અને તેણે સખત મહેનત કરવી પડશે. મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલા તેંડુલકરે એ પણ સ્પષ્ટ કર્યું કે તે પસંદગીની બાબતોમાં દખલ કરતો નથી. ડાબોડી ફાસ્ટ બોલર અને ડાબોડી બેટ્સમેન અર્જુન તેંડુલકરને પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ તેને આ લીગની બે સિઝનમાં એક પણ મેચમાં રમવાની તક મળી ન હતી.

જ્યારે તેંડુલકરને પૂછવામાં આવ્યું કે શું તે આ વર્ષે અર્જુનને રમતા જોવાનું પસંદ કરશે, ત્યારે તેણે SatInsight શોમાં કહ્યું, “તે એક અલગ પ્રશ્ન છે. હું શું વિચારી રહ્યો છું અથવા શું અનુભવું છું તેનાથી કોઈ ફરક પડતો નથી. મુંબઈ ઈન્ડિયન્સની સિઝન પૂરી થઈ ગઈ છે.

અર્જુનનો રસ્તો આસાન નહીં હોય

તેંડુલકરે, જેણે ઘણા વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા છે, તેણે કહ્યું ‘અર્જુન સાથે મારી પાસે હંમેશા આ વાત થાય છે કે રસ્તો પડકારજનક હશે, તે મુશ્કેલ હશે. તમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું કારણ કે તમે ક્રિકેટને પ્રેમ કરો છો, તે કરતા રહો, સખત મહેનત કરતા રહો અને તમને પરિણામ મળશે.’ 200 ટેસ્ટ રમનાર એકમાત્ર ક્રિકેટર તેંડુલકરે કહ્યું કે જ્યાં સુધી પસંદગીની વાત છે તો તેણે ટીમ મેનેજમેન્ટ પર છોડી દેવું જોઈએ. તેંડુલકરે કહ્યું, “જો આપણે પસંદગીની વાત કરીએ તો હું ક્યારેય પસંદગીમાં મારી જાતને સામેલ કરતો નથી. હું આ બધી બાબતો ટીમ મેનેજમેન્ટ પર છોડી દઉં છું કારણ કે મેં હંમેશા આ રીતે કામ કર્યું છે.’ 22 વર્ષીય અર્જુને તેની કારકિર્દીમાં તેની હોમ ટીમ મુંબઈ માટે અત્યાર સુધી માત્ર બે ટી-20 મેચ રમી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન વચ્ચે આશા જાગી હતી

IPL 2022 મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ હતું. આ ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી, જે તેના આઈપીએલ ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન છે. મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 4 મેચ જીતી શકી હતી. તમને જણાવી દઈએ કે મુંબઈ પ્રથમ 8 મેચમાં હારી ગયું હતું. ટીમે તિલક વર્મા, રિતિક શોકીન, ડેવાલ્ડ બ્રેવિસ, રમનદીપ સિંહ સહિત ઘણા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક આપી. ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે એવું માનવામાં આવતું હતું કે અર્જુન પર પણ પ્રયાસ કરવામાં આવી શકે છે પરંતુ એવું થયું નહીં.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">