IPL 2022: વિરાટ કોહલીના રેકોર્ડ જોખમમાં, જોસ બટલરનો ‘પંજો’ કરશે તમામ કામ!

જોસ બટલરે (Jos Buttler) આ સિઝનમાં શાનદાર બેટિંગ કરી છે અને તે IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં નંબર વન પર છે અને જો તે આ ગતિ જાળવી રાખશે તો તે વિરાટ કોહલી માટે ખતરો સાબિત થઈ શકે છે.

IPL 2022: વિરાટ કોહલીના રેકોર્ડ જોખમમાં, જોસ બટલરનો 'પંજો' કરશે તમામ કામ!
Virat Kohli and Jos Buttler (IPL Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 5:18 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ (RR vs GT)ની ટીમો વચ્ચે ટાઇટલ માટે ટક્કર થશે. ગુજરાત પ્રથમ વખત IPL રમી રહ્યું છે અને તેની પહેલી જ સિઝનમાં ફાઇનલમાં પહોંચ્યું છે. રાજસ્થાન લીગની પ્રથમ સિઝન પછી ફાઈનલ રમી રહ્યું છે. આ ટીમ 2008માં ફાઈનલ રમી હતી અને જીતી હતી. ત્યારપછી રાજસ્થાને હવે IPL-2022ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેને આ સ્થાન સુધી પહોંચાડવામાં તેના એક બેટ્સમેને મહત્વની ભૂમિકા ભજવી છે. આ બેટ્સમેનનું નામ છે જોસ બટલર (Jos Buttler). રાજસ્થાનને ફાઇનલમાં બટલર પાસેથી ઘણી આશાઓ હશે અને જ્યારે બટલરની નજર વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવા પર હશે.

બટલરે ક્વોલિફાયર-2માં શાનદાર બેટિંગ કરી હતી અને સદી ફટકારી હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને બહારનો રસ્તો બતાવ્યો હતો. બટલરની આ સિઝનમાં આ ચોથી સદી હતી. આ સાથે તેણે IPL સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની બરાબરી કરી લીધી હતી. આ બંનેના નામે એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે. બટલર પાસે રવિવારે તક છે કે તે ફાઈનલમાં કોહલીને પછાડીને આ રેકોર્ડ પોતાના નામે કરે. જો બટલર ફાઇનલમાં ગુજરાત સામે સદી ફટકારે તો IPLની સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે થઈ જશે.

વોર્નરને પાછળ છોડી દેશે!

ટી-20 મેચમાં સદી ફટકારવી સરળ નથી, પરંતુ બટલર જે લયમાં છે તે જોઈને તે સદી ફટકારે તો નવાઈ નહીં લાગે. તેણે આ સિઝનમાં શાનદાર શરૂઆત કરી હતી પરંતુ મધ્યમાં આવ્યા બાદ તેની ગતિ ગુમાવી દીધી હતી. જો કે જમણા હાથના બેટ્સમેને પ્લેઓફમાં પોતાની તમામ તક ઝડપી લીધી અને બે શાનદાર ઇનિંગ્સ રમી. ફાઇનલમાં કોહલીનો રેકોર્ડ તોડવો બટલર માટે આસાન નહીં હોય પરંતુ તે ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે. વોર્નર IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા નંબર પર છે. તેણે 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન તરીકે તે સિઝનમાં 848 રન બનાવ્યા હતા. બટલરે આ સિઝનમાં 16 મેચમાં 824 રન બનાવ્યા છે. તે વોર્નરનો રેકોર્ડ તોડવાથી 24 રન દૂર છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

શું કોહલી નંબર 1 રહેશે?

એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે. તેણે 2016માં બેંગ્લોરના કેપ્ટન તરીકે 17 મેચમાં 973 રન બનાવ્યા હતા. એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં કોહલીની નજીક કોઈ નથી પહોંચ્યું. બટલર આ રેકોર્ડથી 129 રન દૂર છે. હવે જોવાનું એ રહેશે કે બટલર આ મામલે કોહલીને પાછળ છોડે છે કે નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">