IPL 2022: 21 વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં જોડાયો ઉમરાન મલિક, આ બોલર્સ ટોપ 5માં

Purple Cap 2022: રાજસ્થાન રોયલ્સનો (RR) સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) પર્પલ કેપ જાળવી રાખવાનું ચાલુ રાખ્યું છે. IPLની આ સિઝનમાં વિકેટ લેવાના મામલે તે સૌથી આગળ છે..

IPL 2022: 21 વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં જોડાયો ઉમરાન મલિક, આ બોલર્સ ટોપ 5માં
Umran Malik (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 9:36 AM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik) પણ પર્પલ કેપ (Purpal Cap) ની રેસમાં જોડાઈ ગયો છે. આઈપીએલમાં ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં મુંબઈ સામે 3 વિકેટ લઈને તે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલરોમાં સામેલ થઈ ગયો છે. મલિકે અત્યાર સુધી 13 મેચમાં 21 વિકેટ ઝડપી છે. પર્પલ કેપની આ રેસમાં તે ચોથા નંબર પર છે.

રાજસ્થાન રોયલ્સનો સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) આ રેસમાં સૌથી આગળ છે. તેણે અત્યાર સુધી 13 મેચમાં 23 વિકેટ ઝડપી છે. ચહલે 16.83 ની બોલિંગ એવરેજથી વિકેટ ઝડપી છે. તેમનો ઈકોનોમી રેટ પણ 8 ની અંદર રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વાનિન્દુ હસરંગા આ સિઝનમાં વિકેટ લેવાના મામલે ચહલની ખૂબ નજીક છે. તે પર્પલ કેપની રેસમાં માત્ર 1 વિકેટથી પાછળ છે. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર કાગીસો રબાડા અને દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવ પણ પર્પલ કેપના દાવેદારોમાં સામેલ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે 3 રને મુંબઈને માત આપી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 65મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે થયો હતો. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમને 3 રને હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે આ મેચ જીતીને પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

મુંબઈના બેટ્સમેનોએ દમ દેખાડ્યો

194 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈની શરૂઆત સારી રહી હતી. આ દરમિયાન રોહિત શર્મા (Rohit Sharma) અને ઈશાન કિશન (Ishan Kishan)એ પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. જો કે આ મેચમાં પણ અડધી સદીની નજીક આવ્યા બાદ રોહિત શર્મા અડધી સદી બનાવી શક્યો ન હતો અને 48 રન બનાવીને આઉટ થયો હતો. સુંદરે તેને પોતાનો શિકાર બનાવ્યો. તેના આઉટ થયા બાદ ઈશાન કિશન પણ 43 રન બનાવીને આઉટ થયો હતો. તેને ઉમરાન મલિકે પોતાનો શિકાર બનાવ્યો હતો.

ડેનિયલ સેમ્સ અને તિલક વર્મા નિષ્ફળ રહ્યા

તેના આઉટ થયા બાદ ડેનિયલ સેમ્સ અને તિલક વર્મા (Tilak Verma) પણ વધુ કંઈ કરી શક્યા ન હતા અને જલ્દી જ આઉટ થઈ ગયા હતા. ડેનિયલ સેમ્સે 15 અને તિલક 8 રન બનાવ્યા હતા. આ બંનેની વિકેટ ઉમરાન મલિકે લીધી હતી. તેના આઉટ થયા પછી ટીમ ડેવિડ અને ટ્રિસ્ટન સ્ટબ્સે સ્કોર આગળ વધાર્યો હતો. બંનેએ 17 રનની ભાગીદારી કરી હતી. જોકે આ દરમિયાન ટ્રિસ્ટન સ્ટબ્સ 2 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ પણ ટીમ ડેવિડ પર તેની કોઈ અસર થઈ ન હતી અને તેણે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. તેણે 18 બોલમાં 46 રનની ઈનિંગ રમી હતી.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">