MS Dhoni આગામી IPL સિઝનમાં કેપ્ટન નહીં હોય, ફક્ત ત્રણ વર્ષથી રમી રહેલા ખેલાડીને મળશે ચેન્નાઈની આગેવાની?

IPL 2022 ની શરૂઆત પહેલા જ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી રવિન્દ્ર જાડેજાને ટીમની કમાન સોંપવામાં આવી હતી પરંતુ તે નિષ્ફળ સાબિત થયો હતો અને ટૂર્નામેન્ટની વચ્ચે ધોની ફરીથી કેપ્ટન બન્યો હતો.

MS Dhoni આગામી IPL સિઝનમાં કેપ્ટન નહીં હોય, ફક્ત ત્રણ વર્ષથી રમી રહેલા ખેલાડીને મળશે ચેન્નાઈની આગેવાની?
MS Dhoni બાદ કેપ્ટન કોણ એ પણ ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 6:18 PM

IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સની ખરાબ સ્થિતિ હતી, ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર છે. આ બીજી વખત છે જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી. વર્ષ 2020 માં પણ ટીમ પ્લેઓફમાં ન પહોંચી શકી પરંતુ બીજા વર્ષે તેણે ટાઈટલ જીતી લીધું. આ વર્ષે ફરી ચેન્નાઈની ટીમમાં નિરાશા છવાઈ છે. જો કે, ચેન્નાઈના ચાહકો માટે આ સિઝન ખૂબ જ વિચિત્ર હતી કારણ કે તેઓએ કંઈક એવું જોયું જેની તેઓ કદાચ અપેક્ષા ન કરી હોય. હકીકતમાં આઈપીએલ 2022 ની શરૂઆત પહેલા ધોની (MS Dhoni) એ કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ત્યારબાદ જાડેજાને કમાન સોંપવામાં આવી હતી. જાડેજા 8 મેચમાં માત્ર 2 મેચ જીતી શક્યો હતો અને ત્યારબાદ તેણે કેપ્ટનશિપ છોડી દીધી હતી. ધોની  ફરીથી કેપ્ટન બન્યો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. હવે સવાલ એ છે કે શું આગામી સિઝનમાં પણ ધોની કેપ્ટન રહેશે કે પછી કમાન અન્ય કોઈને મળશે? બાય ધ વે, વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) નું માનવું છે કે રુતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ચેન્નાઈની કમાન સંભાળવા માટે ખૂબ જ સારો વિકલ્પ છે.

વિરેન્દ્ર સેહવાગે કહ્યું કે ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈની કમાન સંભાળવા માટે સૌથી મોટો દાવેદાર છે. સેહવાગે આ માટે ઘણા કારણો આપ્યા. જો કે તેણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી ધોની રમી રહ્યો છે ત્યાં સુધી તેણે ટીમની કમાન સંભાળવી જોઈએ. તેણે ક્રિકબઝ સાથેની વાતચિત દરમિયાન આમ કહ્યુ હતુ.

ઋતુરાજ ગાયકવાડ છે કેપ્ટનશીપના દાવેદાર!

વિરેન્દ્ર સેહવાગે કહ્યું, ‘મને લાગે છે કે ઋતુરાજ ગાયકવાડ સુકાનીનો સારો વિકલ્પ છે. જ્યારે તે સદી ફટકારે છે ત્યારે પણ તે શાંત રહે છે. જો તે 0 પર આઉટ થઈ જાય તો પણ તેના ચહેરાના હાવભાવ બદલાતા નથી. મતલબ કે તેની પાસે શાંત રહેવાની કળા છે જે કેપ્ટન માટે સૌથી મહત્વપૂર્ણ છે. આ સિવાય તે મહારાષ્ટ્રની કેપ્ટનશિપ કરે છે, તેથી તેની પાસે અનુભવ છે. તે રમત કેવી રીતે ચલાવવી તે જાણે છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

ઋતુરાજની અંદર ધોની જેવા ગુણો છે!

વિરેન્દ્ર સેહવાગે એમ પણ કહ્યું કે ઋતુરાજ ગાયકવાડમાં ધોની જેવા ગુણો છે. સેહવાગે કહ્યું, ‘ધોનીને એક સારો કેપ્ટન માનવામાં આવે છે કારણ કે તે પોતાના ખેલાડીઓનો યોગ્ય ઉપયોગ જાણે છે. તેની પાસે બેટ્સમેન-બોલરોનો યોગ્ય ઉપયોગ કરવાની અને રમત ચલાવવાની ક્ષમતા છે. આ સિવાય ધોની પાસે નસીબ છે પણ તેને તે હિંમતભર્યા નિર્ણયોથી મળ્યું છે. ઋતુરાજના નસીબ વિશે તો ખબર નથી પરંતુ ધોનીમાં અન્ય ગુણો પણ છે.

તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડે વર્ષ 2020માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, વર્ષ 2021 માં, આ ખેલાડીએ ઓરેન્જ કેપ કબજે કરીને IPL જીતી. ઋતુરાજનું બેટ આ સિઝનમાં થોડું શાંત રહ્યું છે પરંતુ તેણે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે. ચોક્કસ આ ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટની નજરમાં પણ હશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">