IPL 2022, RR vs RCB : જોસ બટલર પાસે ઇતિહાસ રચવાની તક, 82 રન બનાવીને કોહલી અને વોર્નર આ ખાસ ક્લબમાં જોડાઇ શકે છે

IPL 2022 Qualifier 2 : ક્વોલિફાયર 2 મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મેચ રમાશે. આ મેચમાં જીતનારી ટીમ ફાઇનલ મેચમાં ગુજરાતની ટીમ સામે ટકરાશે.

IPL 2022, RR vs RCB : જોસ બટલર પાસે ઇતિહાસ રચવાની તક, 82 રન બનાવીને કોહલી અને વોર્નર આ ખાસ ક્લબમાં જોડાઇ શકે છે
Jos Buttler (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 8:58 AM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ના ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royals Challengers Bangalore) સામે થશે. આ મેચમાં ફરી એકવાર બધાની નજર રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર (Jos Buttler) પર રહેશે. છેલ્લી મેચમાં 89 રનની ઇનિંગ રમનાર જોસ બટલર પાસેથી ચાહકો ફરી એકવાર યાદગાર ઇનિંગની અપેક્ષા રાખશે. આ સાથે જ બટલર પાસે આ મેચમાં ઈતિહાસ રચવાની પણ તક છે.

જોસ બટલર આ રેકોર્ડ બનાવી શકે છે

જોસ બટલર બેંગ્લોર સામે 82 રન બનાવશે તો તે આ સિઝનમાં પોતાના 800 રન પૂરા કરી લેશે. આ રીતે જો તે આ સિદ્ધી મેળવશે તો તે એક સિઝનમાં 800 થી વધુ રન બનાવનાર લીગમાં ત્રીજો બેટ્સમેન બની જશે. આ પહેલા વિરાટ કોહલી (Virat Kohli) અને ડેવિડ વોર્નર (David Warner) એ આ કારનામું કર્યું છે. વિરાટ કોહલીએ IPL ની એક સિઝનમાં 973 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ વોર્નરે 848 રન બનાવ્યા હતા.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

રાજસ્થાન ટીમ સામે મોટો પડકાર

રાજસ્થાન રોયલ્સ ટીમ આ મેચ જીતવા માંગશે. જો કે ટીમનો બેટિંગ ઓર્ડર જોસ બટલર અને સુકાની સંજુ સેમસન પર ઘણો નિર્ભર રહેશે. આ ખેલાડીઓએ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની તેમની અગાઉની મેચમાં પણ રન બનાવ્યા હતા. સુકાની સંજુ સેમસને નંબર 3 અને નંબર 4 પર બેટિંગ કરીને શરૂઆત કરી છે. પરંતુ તે તેના 30 અને 40 રનની ઇનિંગને બેંગ્લોર સામેની મેચમાં વિનિંગ ઇનિંગ્સમાં રૂપાંતરિત કરવા આતુર હશે. બીજી તરફ જોસ બટલર મેચ જીતવા માટે પોતાના અનુભવનો ઉપયોગ કરશે.

રાજસ્થાન ટીમ મેનેજમેન્ટને આ ખેલાડીઓ પાસેથી છે મોટી અપેક્ષા

રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટ દેવદત્ત પડિકલ, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર અને રિયાન પરાગ આ મેચમાં પોતાનું ખાસ બેટિંગ યોગદાન આપે તેની અપેક્ષા રાખી રહ્યા છે. તેમણે શરૂઆથની મેચમાં રન બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો. રાજસ્થાનની બોલિંગ લાઇનઅપમાં રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેકકોય, પ્રસિદ્ધ કૃષ્ણા ગુજરાત સામે એટલા ઘાતક સાબીત થયા ન હતા અને તેઓ બેંગ્લોર સામે કેવી રીતે કમબેક કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">