IPL 2022: RR vs MI: દેવદત્ત પડિકલ આઉટ થતા જ રોહિત શર્માના નામે નોંધાયો ખાસ રેકોર્ડ, આ યાદીમાં ધોની-રૈનાનું પણ નામ છે સામેલ
IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સુકાની રોહિત શર્માના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે.
IPL 2022 માં આજે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે રમાઈ રહી છે. જેમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાને સારી શરૂઆત કરી હતી. તેણે પ્રથમ બે વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. પરંતુ ઓપનર જોસ બટલર તોફાની બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આ મેચમાં મુંબઈના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) ના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો હતો. તેણે IPLમાં 150 કેચ પૂરા કર્યા.
રાજસ્થાન તરફથી જોસ બટલર અને યશસ્વી ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન યશસ્વી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ તરત જ દેવદત્ત પડિકલ 7 રનના સ્કોર પર આઉટ થયો હતો. દેવદત્તને ટાઇમલ મિલ્સે આઉટ કર્યો હતો અને તેનો કેચ રોહિત શર્મા (Rohit Sharma) એ લીધો હતો. આ કેચ લઈને રોહિતે T20 મેચમાં 150 કેચ પૂરા કર્યા. આવું કરનાર તે ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા પહેલા ત્રણ ભારતીય ખેલાડીઓ 150થી વધુ કેચ પકડી શકે છે.
ટી20 મેચમાં સૌથી વધુ કેચ લેવાના મામલે ભારતીય ખેલાડીઓની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની પહેલા સ્થાન પર આવે છે. ધોનીએ 200 કેચ પકડ્યા છે. જ્યારે દિનેશ કાર્તિક બીજા સ્થાને છે. કાર્તિકે 192 કેચ પકડ્યા છે. બીજી તરફ સુરેશ રૈના 172 કેચ સાથે ત્રીજા સ્થાને છે. આ સાથે જ મુંબઈનો સુકાની રોહિત શર્મા ચોથા સ્થાન પર આવી ગયો છે. રોહિત શર્માએ અત્યાર સુધી 150 કેચ પકડ્યા છે.
Tymal Mills picks up his first wicket as Padikkal departs for 7 runs.
Live – https://t.co/VsJIgyi126 #MIvRR #TATAIPL pic.twitter.com/1oO6AGImu1
— IndianPremierLeague (@IPL) April 2, 2022
ટી20 મેચમાં સૌથી વધુ કેચ પકડનાર ભારતીય ખેલાડીઃ
- મહેન્દ્ર સિંહ ધોનીઃ 200 કેચ
- દિનેશ કાર્તિકઃ 192 કેચ
- સુરેશ રૈનાઃ 172 કેચ
- રોહિત શર્માઃ 150આ પણ વાંચો : MI vs RR, IPL 2022: Jos Buttler એ રાજસ્થાન માટે ‘રોયલ’ ઈનીંગ રમી, બટલરની સદીની વડે 193 રનનો સ્કોર ખડક્યોઆ પણ વાંચો : IPL 2022: યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ઘણી તકલીફ બાદ પહોંચી મેચ જોવા, શેર કર્યો ‘મિની વ્લોગ’