RR vs DC, IPL 2022: રાજસ્થાન રોયલ્સે અશ્વિનની અડધી સદી વડે દિલ્હી સામે 160 રનનો સ્કોર કર્યો, ચેતન સાકરીયાની 2 વિકેટ

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals vs Delhi Capitals) સામ સામે ટકરાઈ રહ્યા છે. બંને ટીમો પ્લેઓફની રેસમાં છે અને આજની મેચમાં જીત તેમની સ્થિતિ વધુ સુધારી શકે છે.

RR vs DC, IPL 2022: રાજસ્થાન રોયલ્સે અશ્વિનની અડધી સદી વડે દિલ્હી સામે 160 રનનો સ્કોર કર્યો, ચેતન સાકરીયાની 2 વિકેટ
Ashwin અને Padikkal એ મહત્વની ભાગીદારી કરી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 10:46 PM

IPL 2022 ની 58મી મેચ ડો. ડીવાય પાટીલ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals vs Delhi Capitals) રમાઈ રહી છે. ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. આ માટે તેણે ઝાકળનુ કારણ પણ દર્શાવ્યુ હતુ. આમ ટોસ હારીને રાજસ્થાને ટોસ હારીને પ્રથમ બેટીંગ કરી હતી. પરંતુ તેની શરુઆત સારી રહી નહોતી. તેના બંને ઓપનર જલદી આઉટ થઈ ગયા હતા. પરંતુ રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) બાદમાં સ્થિતી સંભાળી અડધી સદી ફટકારી હતી. 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને રાજસ્થાને દિલ્હી સામે 160 રનનો સ્કોર કર્યો હતો. આમ દિલ્હી માટે 161 રનોનુ લક્ષ્ય આપ્યુ છે.

ઓપનીંગ જોડી લાંબો સમય ક્રિઝ પર રહી શકી નહોતી. બંને ઓપનરો એક બાદ એક પેવેલિયન પરત ફર્યા હતા. સૌથી પહેલા જોસ બટલરે વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજી ઓવરમાં 11 રનના ટીમ સ્કોર પર જ રાજસ્થાને તેની પ્રથમ વિકેટ જોસ બટલરના રુપમાં ગુમાવી દીધી હતી. તેણે 11 બોલનો સામનો કરીને 7 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ યશસ્વી જયસ્વાલ પણ 9મી ઓવરમાં આઉટ થયો હતો જોકે તે વખતે ટીમ 54 રનના સ્કોર પર જ પહોંચી હતી અને તેમાં તેનુ યોગદાન 19 રનનુ રહ્યુ હતુ. તેણે એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો હતો.

જોકે અસલી રંગ તો રવિચંદ્રને જમાવ્યો હતો. તેણે શરુઆતથી જ બાઉન્ડરી અને સિક્સર વચ્ચે વચ્ચે ફટકારી દીધી હતી. જેને લઈ તેણે મંદ ગતિએ ચાલી રહેલ રાજસ્થાનના સ્કોર બોર્ડને ઝડપ આપી હતી. તેની સાથે દેવદત પડિકલે પણ સારી રમત સાથે સાથ પુરાવ્યો હતો. અશ્વિને તેના કરિયરની પ્રથમ ટી20 અડધી સદી નોંધાવી હતી. તેણે 37 બોલમાં ફીફટી ફટકારી હતી. જેમાં તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે અડધી સદી બાદ તુરત જ મિશેલ માર્શનો શિકાર થઈ પરત ફર્યો હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

કેપ્ટન સંજુ સેમસન આજે સસ્તામાં પરત ફર્યો હતો. તેણે માત્ર 6 રન જ નોંધાવ્યા હતા. રિયાન પરાગે આવતા સાથે એક છગ્ગો ફટરકારીને આક્રમકતા દર્શાવ હતી. પરંતુ તે પણ 5 બોલની રમત રમી ને પરત ફર્યો હતો. ચેતન સાકરિયાએ તેને રોવમેન પોવેલના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. અંતમાં વાન ડેર ડુસેન 10 બોલમાં 12 રન સાથે અણન રહ્યો હતો. જ્યારે બોલ્ટ 3 બોલમાં 3 રન સાથે અણનમ રહ્યો હતો.

સાકરીયાની શાનદાર બોલીંગ

ચેતન સાકરીયા આજે પ્લેયીંગ ઈલેવનમાં પરત ફર્યો હતો અને તે સાથે જ તેણે તેનો પ્રભાવ પણ દર્શાવી દીધો હતો. સાકરીયાએ 4 ઓવરમાં 23 રન જ આપીને 2 વિકેટ ઝડપી હતી. જેમાં સૌથી પહેલા જોસ બટલરની મહત્વની વિકેટ ઝડપી હતી. મિશેલ માર્શે 3 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે એનરિક નોરખિયાએ 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ ખર્ચાળ બોલર રહ્યો હતો. તેણે 2 ઓવરમાં 25 રન આપ્યા હતા.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">