IPL 2022 : RCB ત્રણવાર ફાઇનલ રમી ચુકી છે, આ ત્રણ ટીમોએ ટાઇટલ જીતવાનું સપનું તોડ્યું હતું

IPL 2022: IPLની 15મી સિઝનમાં ક્વોલિફાયર 2 ની મેચમાં આજે RCB અને RR ટીમો ટકરાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં ગુજરાતનો સામનો કરશે. જો RCB આ મેચ જીતે છે, તો તે ચોથી વખત ફાઈનલ પહોંચશે.

IPL 2022 : RCB ત્રણવાર ફાઇનલ રમી ચુકી છે, આ ત્રણ ટીમોએ ટાઇટલ જીતવાનું સપનું તોડ્યું હતું
Royal Challengers Bangalore (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 4:49 PM

IPL 2022 ની ક્વોલિફાયર 2 આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાશે. જ્યાં આ મેચ જીતનારી ટીમનો મુકાબલો ફાઇનલમાં ક્વોલિફાયર 1ની વિજેતા ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સાથે થશે. જ્યારે હારનાર ટીમની સફર અહીં જ પુરી થઇ જશે. જો RCB આ મેચ જીતશે તો તે ચોથી વખત હશે કે જ્યારે તે IPL ની ફાઈનલ રમશે. આ પહેલા પણ ટીમ 3 વખત ફાઇનલમાં પહોંચી ચુકી છે. પરંતુ દરેક વખતે તેને હારનો સામનો કરવો પડ્યો છે.

બેંગ્લોરે પહેલીવાર 2009 માં ફાઇનલમાં પહોંચી હતી

IPL 2009 ની એટલે કે બીજી સિઝનમાં ફાઇનલ મેચ ડેક્કન ચાર્જર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. બેંગ્લોર ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ડેક્કન ચાર્જર્સે 6 વિકેટે 143 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગ્લોરની ટીમ 9 વિકેટના નુકસાને 137 રન જ બનાવી શકી હતી. ડેક્કન ચાર્જર્સે આ મેચ 6 રને જીતી લીધી હતી. અનિલ કુંબલેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બેંગ્લોરે બીજીવાર 2011 માં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

IPL 2011 ની એટલે કે ચોથી સિઝનમાં ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 5 વિકેટના નુકસાને 205 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે 8 વિકેટે 147 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈએ ફાઈનલ મેચ 58 રને જીતી લીધી હતી. મુરલી વિજયને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

બેંગ્લોર ત્રીજીવાર 2016 માં ફાઇનલમાં પહોંચ્યું હતું

IPL 2016 ની ફાઈનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 7 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે 7 વિકેટે 200 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદે આ મેચ 8 રને જીતી લીધી હતી. બેન કટિંગને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">