IPL 2022: RCBએ ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સને “હોલ ઓફ ફેમ”થી સન્માનિત કર્યા

IPL 2022: એબી ડી વિલિયર્સે બેંગ્લોર (RCB) માટે 157 મેચ રમી છે. તેણે 158.33ના સ્ટ્રાઈક રેટથી 4,522 રન બનાવ્યા છે. જેમાં 2 સદી ઉપરાંત 37 અડધી સદીનો સમાવેશ થાય છે.

IPL 2022: RCBએ ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સને હોલ ઓફ ફેમથી સન્માનિત કર્યા
Chris Gayle and Ab de Villiers (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 8:30 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) તેમના સૌથી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle) અને એબી ડી વિલિયર્સને (Ab de Villiers) સન્માનિત કર્યા છે. બંને ખેલાડીઓને RCB દ્વારા હોલ ઓફ ફેમમાં (Hall of Fame) સામેલ કરવામાં આવ્યા હતા. સોમવારે સાંજે આરસીબીના ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસને આની જાહેરાત કરી હતી. બંને આઈપીએલની આ સિઝનમાં નથી રમી રહ્યા. એબી ડી વિલિયર્સની વાત કરીએ તો તે 2011-2021 વચ્ચે ટીમનો ભાગ રહ્યો છે અને આ દરમિયાન તેણે RCB માટે 157 મેચ રમી છે.

આ સમય દરમ્યાન તેણે 158.33ના સ્ટ્રાઈક રેટથી 4,522 રન બનાવ્યા છે. જેમાં 2 સદી ઉપરાંત 37 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 133 રન છે. બીજી તરફ ક્રિસ ગેલ (Chris Gayle)એ 2011-2017 દરમિયાન બેંગ્લોરની ટીમ માટે 91 મેચ રમી અને 3,420 રન બનાવ્યા. ક્રિસ ગેલે આ સમયગાળા દરમિયાન 5 સદી અને 21 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 175 રન છે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

આ કાર્યક્રમ દરમિયાન બંને ખેલાડીઓએ વર્ચ્યુઅલ રીતે પણ ભાગ લીધો હતો. વિરાટ કોહલીએ એબી ડી વિલિયર્સ ની પ્રશંસા કરતા કહ્યું કે એબીએ તેની રમત અને પ્રતિભાથી ક્રિકેટને ખરેખર બદલી નાખ્યું છે. જે બેંગ્લોરની ટીમના પ્લે બોર્ડ ટેગને દર્શાવે છે. “તમારા બંને માટે આ કરવું મારા માટે ખરેખર ખાસ છે. અમે વર્ષોથી જોયું છે કે તમે બંનેની IPLમાં રમવાની રીત બદલાઈ છે. આજે જે ટીમ છે તેમાં તમારા બંનેનો મોટો હાથ છે.

આ અવસર પર એબી ડી વિલિયર્સ (Ab de Villiers)એ બેંગ્લોરની ટીમના કેમ્પ માટે ભાવનાત્મક સંદેશ આપ્યો હતો. તેણે વિરાટ કોહલીનો આભાર માન્યો અને કહ્યું કે “અમે એક ટીમ તરીકે થોડો આનંદદાયક સમય પસાર કર્યો છે. અમે હંમેશા આ પરિવાર સાથે જોડાયેલા રહીશું. RCBએ મારી દુનિયા બદલી નાખી, મારી પાસે આભાર માનવા માટે શબ્દો નથી”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">