IPL 2022: RCB ને હરાવ્યા બાદ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ હોટલમાં ભવ્ય ઉજવણી કરી, વીડિયો થયો વાયરલ

IPL 2022 Qualifier 2 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને હરાવ્યા બાદ રાજસ્થાન રોયલ્સ (RR) ના ખેલાડીઓ હોટલના રૂમમાં ઉજવણી કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

IPL 2022: RCB ને હરાવ્યા બાદ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ હોટલમાં ભવ્ય ઉજવણી કરી, વીડિયો થયો વાયરલ
Rajasthan Royals Celebration 2022 (PC: InsideSport)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 2:54 PM

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ ક્વોલિફાયર 2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ (RR) ફાઇનલમાં પહોંચી ગયું છે. IPL ના ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સ બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા વર્ષ 2008 માં શેન વોર્ન (Shane Warne) ના નેતૃત્વમાં આ ટીમ ચેમ્પિયન બની હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની આ જીત બાદ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ હોટલના રૂમમાં જોરદાર ઉજવણી કરી હતી.

હવે રવિવારે ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) નો સામનો હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ (GT) ક્વોલિફાયર-1 માં રાજસ્થાન રોયલ્સ ને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. ગુજરાત ટાઇટન્સ, તેની પ્રથમ સિઝન રમી રહી છે. તેની પાસે ચેમ્પિયન બનવાની તક છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ એ વર્ષ 2008 માં આ ટાઇટલ જીત્યું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ હોટલમાં ભવ્ય ઉજવણી કરી

ક્વોલિફાયર 2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યા બાદ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ હોટલના રૂમમાં જોરદાર ઉજવણી કરી હતી. રાજસ્થાન રોયલ્સ (RR) એ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ મેચ બાદ હોટલ પરત ફરી રહ્યા છે. આ વીડિયોમાં ખેલાડીઓ જીત બાદ ઉજવણીના મૂડમાં જોવા મળી રહ્યાં છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમજ ચાહકોને પણ આ વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓની સાથે કોચિંગ સ્ટાફ લસિથ મલિંગા અને કુમાર સંગાકારા પણ બાકીના ખેલાડીઓ સાથે ઉજવણીના મૂડમાં જોવા મળ્યા હતા. રાજસ્થાન રોયલ્સ ના આ વીડિયો પર ચાહકો પણ ઉગ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સપનું તુટી ગયું

તમને જણાવી દઈએ કે 14 વર્ષ બાદ રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમ ફાઇનલમાં પહોંચી છે. આ હાર સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નું ટાઈટલ જીતવાનું સપનું પણ તૂટી ગયું છે. રાજસ્થાનની આ જીતનો હીરો જોસ બટલર હતો. બટલરે છગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. બટલરે 60 બોલમાં અણનમ 106 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સિઝનમાં બટલરની આ ચોથી સદી છે. આ સાથે તે એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી સાથે સંયુક્ત નંબર વન પર પહોંચી ગયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">