IPL 2022: SRH vs RR: રાજસ્થાન રોયલ્સે 61 રને હૈદરાબાદને હરાવ્યું, માર્કરમની અડધી ટીમને જીતાડી ન શકી

IPL 2022: SRH vs RR: રાજસ્થાન રોયલ્સે 61 રને હૈદરાબાદને હરાવ્યું, માર્કરમની અડધી ટીમને જીતાડી ન શકી
Rajasthan Royal (PC: IPL)

SRH vs RR : પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 211 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદનો ટોપ અને મિડલ ઓર્ડર ફ્લોપ રહ્યો અને ટીમ મેચ હારી ગઈ.

TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Mar 29, 2022 | 11:46 PM

કેપ્ટન સેમસન સંજુ (55) અને દેવદત્ત પડિકલ (41)ની ધમાકેદાર ઇનિંગ્સ બાદ રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે IPL 2022 ની શરૂઆત જીત સાથે કરી છે. પુણેમાં મંગળવારે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ મેચમાં રાજસ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદને 61 રને હરાવ્યું. હૈદરાબાદે (Sunrisers Hyderabad) ટોસ જીતીને રાજસ્થાનને બેટિંગ માટે બોલાવ્યું હતું. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 149 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી એડન માર્કરામે સૌથી વધુ રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના આ બેટ્સમેને 57 રનની અણનમ ઇનિંગ રમી હતી.

211 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. સુકાની કેન વિલિયમસન બીજી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. વિલિયમસન માત્ર 2 રન બનાવી શક્યો હતો. કૃષ્ણાએ રાહુલ ત્રિપાઠીની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. રાહુલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ટ્રેન્ટ બોલ્ટે નિકોલસ પૂરનને ખાતું પણ ખોલવા દીધું ન હતું. આ પછી યુઝવેન્દ્ર ચહલે અભિષેક શર્મા અને અબ્દુલ સમદને આઉટ કર્યા હતા. અભિષેક 9 રન અને સમદ 4 રન બનાવીને આઉટ થયો હતો.

માર્કરમ અને શેફર્ડની શાનદાર ઇનિંગ

શરૂઆતના ઝટકા બાદ એઇડન માર્કરામ અને રોમારિયા શેફર્ડે હૈદરાબાદની કમાન સંભાળી હતી અને ભાગીદારી બનાવી હતી. હૈદરાબાદે 37 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ માર્કરામ અને શેફર્ડે ટીમની બાજી સંભાળી હતી. આ પછી, આ બંને ટીમોનો સ્કોર 50થી આગળ લઈ ગયા હતા. જ્યારે એવું લાગતું હતું કે આ ભાગીદારી હૈદરાબાદને મુશ્કેલીમાંથી બહાર લાવશે ત્યારે ચહલે આ ભાગીદારીને તોડી નાખી. ચહલે શેફર્ડને બોલ્ડ કર્યો હતો. આ બેટ્સમેને 18 બોલમાં 2 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. આ ભાગીદારી તૂટતાની સાથે જ હૈદરાબાદની ટીમ મેચમાંથી બહાર થઈ ગઈ હતી. માર્કરામે તેની ઇનિંગમાં 41 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગા સાથે 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. વોશિંગ્ટન સુંદરે પણ ઝડપી રન બનાવ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. સુંદરે 14 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. આ તેનો આઈપીએલનો સર્વોચ્ચ સ્કોર છે.

રાજસ્થાનને શાનદાર શરૂઆત મળી

આ પહેલા રાજસ્થાને ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાન પર ઉતરી હતી અને તેની શરૂઆત સારી રહી હતી. તેમની ઓપનિંગ જોડી જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે પાવરપ્લેમાં વિસ્ફોટક બેટિંગ કરી અને ઘણા મોટા શોટ ફટકાર્યા. ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 58 રન નોંધાવ્યા. આ પહેલા બટલરને મેચની શરૂઆતની ઓવરમાં જ જીવનદાન મળ્યું હતું. તે ભુવનેશ્વરના બોલ પર કેચ આઉટ થયો હતો, પરંતુ તેને નો બોલ કહેવામાં આવ્યો હતો.

જોકે, આ ભાગીદારી 58ના કુલ સ્કોર પર તૂટી ગઈ હતી. ત્રીજા નંબરે આવેલા સુકાની સંજુ સેમસને બટલર સાથે મળીને ઇનિંગને આગળ વધારી હતી અને ટીમ માટે મોટી ઇનિંગ રમી હતી. પરંતુ બટલર 28 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 35 રન બનાવીને ઉમરાન મલિક દ્વારા આઉટ થયો હતો. 8.1 ઓવર પછી ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાને 75 રન થઈ ગયો હતો.

પડ્ડીકલ અને સેમસને શાનદાર ભાગીદારી નોંધાવી

ચોથા ક્રમે આવેલા દેવદત્ત પડિકલે સુકાની સંજુને ટેકો આપ્યો હતો. આ દરમિયાન બંનેએ મળીને હૈદરાબાદના બોલરોની ધોલાઈ કરી હતી. સુકાની સેમસન અને પડ્ડીકલ સારા ફોર્મમાં દેખાઈ રહ્યા હતા. બંનેએ 41 બોલમાં 73 રનની ભાગીદારી કરી હતી. 29 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા બાદ પડ્ડીકલ ઉમરાને બોલ્ડ કર્યો હતો. 15 ઓવર પછી ટીમનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 148 રન હતો.

મેચની 16મી ઓવર ફેંકવા આવેલા વોશિંગ્ટન સુંદરને બેક ટુ બેક સિક્સર ફટકારીને સુકાની સેમસને 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અડધી સદી પૂરી કર્યા બાદ સેમસન અબ્દુલ સમદના બોલ પર ભુવનેશ્વરના હાથે કેચ આઉટ થયો હતો. સેમસને 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : Sanju Samson vs SRH, IPL 2022: સનરાઈઝર્સ પર એકલો સંજુ સેમસન ભારે, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ નંબર

આ પણ વાંચો : Virat Kohli Record, IPL 2022: RCB હારી ગયું પણ વિરાટ કોહલીએ પહેલી જ મેચમાં કર્યું મોટું કામ, જાણો શું છે મામલો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati