લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ટીમના કોચ એન્ડી ફ્લાવર ઇન્ડિયન સુપર લીગ (IPL 2022) ના મેગા ઓક્શન માટે પાકિસ્તાન સુપર લીગ (PSL) ને અધવચ્ચેથી છોડીને ભારત આવી ગયા છે. હાલ તે મુલ્તાન સુલ્તાન્સ ટીમ સાથે જોડાયેલ છે. IPL ના મેગા ઓક્શન 12-13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાવાની છે. મુલ્તાન સુલ્તાનની સાથે વ્યસ્ત કોચ એન્ડી ફ્લાવર લખનઉ ટીમની મદદ માટે મેગા ઓક્શનમાં જોડાશે.
તમને જણાવી દઇએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે બે નવી ટીમોનો સમાવેશ થયો છે. જેમાં લખનઉની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ અને અમદાવાદની ટીમનો સમાવેશ થયો છે. મહત્વનું છે તે હજુ સુધી અમદાવાદ ટીમના નામ કે લોગોની જાહેરાત થઇ નથી. પરંતુ આવનારા 2-3 દિવસમાં તેની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે.
થોડા સમય પહેલા લખનઉ સુપર જાયન્ટ્સે એન્ડી ફ્લાવરને પોતાની ટીમના મુખ્ય કોચ જાહેર કર્યા હતા. એન્ડી ફ્લાવરે આ પહેલા 2020 અને 2021ની સિઝનમાં પંજાબ કિંગ્સના કોચ તરીકે કામ કર્યું હતું. IPL ની આ સિઝનમાં ફરી એન્ડી ફ્લાવર અને લોકેશ રાહુલની કોચ-સુકાનીની જોડી જોવા મળશે. આ પહેલા તે બંને પંજાબ ટીમ સાથે જોડાયેલા હતા.
મુલ્તાન સુલ્તાન તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એન્ડી ફ્લાવર વર્ચુઅલ માધ્યમથી ટીમ સાથે જોડાયેલ રહેશે. 13 ફેબ્રુઆરી બાદ તે ટીમ સાથે ફરીથી જોડાઇ જશે. મુલ્તાન સુલ્તાન્સ ટીમે પાકિસ્તાન સુપર લીગમાં આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મુલ્તાન ટીમે 4 મેચમાં 4 જીત અને 8 પોઇન્ટ સાથે લીગમાં પહેલા સ્થાને છે.
ઇન્ડિયન સુપર લીગમાં નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સના રીટેન કરાયેલા ખેલાડીઓમાં સુકાની તરીકે લોકેશ રાહુલને 15 કરોડમાં, વિદેશી ખેલાડી તરીકે સ્ટોઇનીસ 11 કરોડમાં અને અનકેપ્ડ ખેલાડી તરીકે રવી બિશ્નોઇને 4 કરોડમાં પોતાની ટીમમાં લીધા છે. તો હેડ કોચ તરીકે એન્ડી ફ્લાવર અને ટીમના મેન્ટર તરીકે પુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ટીમમાં સમાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં આવતા પહેલા રણજી ટ્રોફી રમશે, સૌરવ ગાંગુલીએ આપી માહિતી
આ પણ વાંચો : સમર અને વિન્ટર ગેમ્સ હોસ્ટ કરનાર બેઇજિંગ વિશ્વનું પહેલું શહેર બન્યું