IPL 2022 : લિયામ લિવિંગસ્ટોને ફટકાર્યો 117 મીટર લાંબો છગ્ગો, બોલર-ફિલ્ડર આશ્ચર્યચકિત, રાશિદ બેટ તપાસવા લાગ્યો

IPL 2022 : આ સિઝનમાં સૌથી લાંબી સિક્સ ફટકારવાની બાબતમાં પંજાબ કિંગ્સના (PBKS) લિયામ લિવિંગસ્ટોનનું (Liam Livingstone) નામ પ્રથમ, ત્રીજા અને પાંચમા નંબર પર છે. આ પહેલા તેણે 108 અને 106 મીટર લાંબી સિક્સ પણ ફટકારી છે.

IPL 2022 : લિયામ લિવિંગસ્ટોને ફટકાર્યો 117 મીટર લાંબો છગ્ગો, બોલર-ફિલ્ડર આશ્ચર્યચકિત, રાશિદ બેટ તપાસવા લાગ્યો
Rashid Khan and Livingston (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 8:47 AM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝનમાં મંગળવારે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) ટીમો સામસામે આવી હતી. આ મેચમાં પંજાબે 16 ઓવરમાં ગુજરાતને 8 વિકેટે પરાજય આપી 5મો વિજય નોંધાવ્યો હતો. ગુજરાતની ટીમની આ બીજી હાર હતી.

આ મેચમાં પંજાબની ટીમનો હીરો શિખર ધવન (Shikhar Dhawan) રહ્યો હતો. જેણે શાનદાર પ્રદર્શન કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. પરંતુ લિયામ લિવિંગસ્ટોને (Liam Livingstone) અંતે એન્ટ્રી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આખરે તેણે મેદાન પર આવીને 10 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. તેણે ઈનિંગમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

સૌથી લાંબો છગ્ગો ફટકારવામાં લિવિંગસ્ટોન આગળ

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની મેચમાં લિયામ લિવિંગસ્ટોને આ સિઝનની સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો હતો. તેણે 117 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. આ રીતે તેણે મુંબઈ ઈન્ડિયન્સના ડેવાલ્ડ બ્રેવિસનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે આ જ સિઝનમાં 112 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. આ સિઝનમાં સૌથી લાંબો છગ્ગો ફટકારવાના મામલે લિવિંગસ્ટોનનું નામ ત્રીજા અને પાંચમા નંબર પર છે. આ પહેલા તેણે 108 અને 106 મીટર લાંબો છગ્ગો પણ ફટકાર્યો હતો.

જુઓ, લિયામ લિવિંસ્ટોને ફટકારેલો 117 મીટરનો છગ્ગો

2022ની સિઝનમાં સૌથી લાંબી સિક્સર મારનાર ખેલાડીઓ

  1. લિયામ લિવિંગસ્ટોનઃ 117 મીટર
  2. ડેવોલ્ડ બ્રેવિસઃ 112 મીટર
  3. લિયામ લિવિંગસ્ટોનઃ 108 મીટર
  4. જોસ બટલરઃ 107 મીટર
  5. લિયામ લિવિંગસ્ટોનઃ 106 મીટર

મો. શમીના બોલ પર સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો હતો

લિયામ લિવિંગસ્ટોને (Liam Livingstone) આ સિઝનનો સૌથી લાંબો છગ્ગો ઇનિંગની 16મી ઓવરમાં ફટકાર્યો હતો. આ ઓવર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કરી હતી. મો. શમીએ પહેલો બોલ લગભગ 134.7 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. તેના પર લિયામ લિવિંગસ્ટોને ડાબો પગ આગળ કર્યો હતો અને બોલને ઓવર ડીપ સ્ક્વેર લેગ તરફ ફટકાર્યો હતો. બોલે 117 મીટરનું અંતર કાપ્યું અને સીધો સ્ટેન્ડના બીજા સ્ટેન્ડ પર પડ્યો હતો. આ જોઈને બોલર-ફિલ્ડરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતો. આટલી લાંબો છગ્ગો ફટકાર્યા બાદ પંજાબ ટીમના સુકાની મયંક અગ્રવાલ પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. આ છગ્ગા બાદ ગુજરાત ટાઇટન્સ ટીમના ઉપ સુકાની રાશિદ ખાન (Rashid Khan) તો તરત જ લિયામ લિવિંગસ્ટોનનું બેટ ચેક કરવા પણ પહોંચી ગયો હતો.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">