IPL 2022: DRSને લઈને KKRના બેટ્સમેનો અમ્પાયરો સાથે ઝઘડ્યા, પોતાની જ ભૂલ પર પ્રશ્નો ઉઠાવવા લાગ્યા

IPL 2022: DRSને લઈને KKRના બેટ્સમેનો અમ્પાયરો સાથે ઝઘડ્યા, પોતાની જ ભૂલ પર પ્રશ્નો ઉઠાવવા લાગ્યા
DRS Issue (PC: IPLt20.com)

IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 10મી ઓવર સુધી 4 વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમને ભાગીદારીની જરૂર હતી. પરંતુ આ વિકેટ સાથે તે આશા પણ તૂટી ગઈ હતી.

TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

May 14, 2022 | 11:53 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં બોલ અને બેટની એક્શનની સાથે અમ્પાયરિંગ અને તેનાથી સંબંધિત બાબતો પર પણ ઘણી ચર્ચામાં રહી છે. ક્યારેક ટીમો અને ચાહકોએ વાઈડ બોલને લઈને અમ્પાયરોના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે તો ક્યારેક દિલ્હી કેપિટલ્સના (Delhi Capitals) કેપ્ટન રિષભ પંત (Rishabh Pant) નો-બોલને લઈને પોતાના ખેલાડીઓને પરત બોલાવવા લાગે છે. ઘણી વખત ખેલાડીઓ અમ્પાયરોના નિર્ણયથી નારાજ થયા છે.

જો કે કેટલીકવાર એવા પ્રસંગો આવે છે જ્યારે ખેલાડીઓ પોતે જ ભૂલ કરે છે અને પછી અમ્પાયરનો નિર્ણય તેમને યોગ્ય લાગતો નથી અને તેઓ તેમની નારાજગી વ્યક્ત કરે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (KKR vs SRH) વચ્ચેની મેચમાં આવું જ કંઈક થયું. જ્યાં KKRના બેટ્સમેનોએ DRSને લઈને ચોંકાવનારી ભૂલ કરી.

શનિવારે 14 મેના રોજ પૂણેમાં હૈદરાબાદ સામેની નિર્ણાયક મેચમાં કોલકાતાએ પ્રથમ બેટિંગ કરી. પરંતુ ટીમે ઝડપી બેટિંગ કરવા છતાં વારંવાર અંતરાલ પર તેની વિકેટ ગુમાવી. 10મી ઓવર સુધીમાં ટીમનો સ્કોર 83 રન હતો અને આ સમયે કેપ્ટન શ્રેયસ અય્યર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. હવે રિંકુ સિંહ અને સેમ બિલિંગ્સ ક્રિઝ પર હતા અને ટીમને બંને પાસેથી સારી ભાગીદારીની અપેક્ષા હતી. પરંતુ રમત માત્ર દોઢ ઓવરમાં જ આ ભાગીદારી પૂરી થઈ ગઈ અને જે રીતે થયું તેણે બધાને ચોંકાવી દીધા.

પોતાની ભુલ પણ અમ્પાયર સાથે ઝઘડો કરવા લાગ્યો

12મી ઓવરના ત્રીજા બોલ પર ટી નટરાજને ડાબા હાથના બેટ્સમેન રિંકુ સિંહ સામે શાનદાર યોર્કર ફેંક્યો. રિંકુ આ બોલ રમી શક્યો ન હતો અને બોલ તેના પેડ સાથે અથડાયો હતો. હૈદરાબાદની અપીલ પર ખૂબ વિચાર કર્યા પછી અમ્પાયરે LBW આઉટ જાહેર કર્યો. રિંકુ પાસે ડીઆરએસ લેવાનો વિકલ્પ હતો અને આ માટે તેણે બિલિંગ્સ સાથે થોડો સમય ચર્ચા કરી. બિલિંગ્સે છેલ્લી સેકન્ડમાં ઈશારો કર્યો. પરંતુ અમ્પાયરે તે સ્વીકાર્યું નહીં અને પછી સમય થઈ ગયો. આ અંગે ઘણી મૂંઝવણ હતી અને બંને બેટ્સમેનો અમ્પાયરો સાથે ચર્ચા કરવા લાગ્યા હતા. તેમનું માનવું હતું કે તેમણે સમયસર અપીલ કરી હતી, પરંતુ મામલો અલગ હતો.

વાસ્તવમાં બિલિંગ્સે DRS માટે અપીલ કરી હતી. પરંતુ અમ્પાયરે તેનો સ્વીકાર કર્યો ન હતો. કારણ કે નિર્ણય તેની વિરુદ્ધ નહીં. પરંતુ રિંકુ સિંહ વિરુદ્ધ આવ્યો હતો. નિયમો અનુસાર જે બેટ્સમેન વિરુદ્ધ નિર્ણય લેવામાં આવે છે તેણે જ અપીલ કરવાની હોય છે. ભાગીદાર દ્વારા માંગવામાં આવેલ ડીઆરએસ સ્વીકાર્ય નથી.

શું DRSનો નિર્ણય ફેરવી શકાય છે?

આટલા સરળ નિયમમાં બિલિંગ્સ અને રિંકુ સિંહે એક મોટી ભૂલ કરી અને અમ્પાયરો સાથે લાંબી ચર્ચા અને આજીજી કરવા છતાં કોઈ સફળતા મળી ન હતી. રિંકુને નિરાશ થઈને પરત ફરવું પડ્યું. તે માત્ર 5 રન બનાવી શક્યો હતો. જો કે પાછળથી જે રિપ્લે બતાવવામાં આવ્યા તેમાં એ સ્પષ્ટ હતું કે રિવ્યુનો કોઈ ફાયદો ન હતો. કારણ કે બોલ સીધો સ્ટમ્પ સાથે અથડાતો હતો અને રિંકુનું બેટ બોલને સ્પર્શ પણ કરી શકતું ન હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati