તણાવપૂર્ણ વાતાવરણમાં પંજાબની ટીમે પોતાના ખેલાડીઓનો હળવા અંદાજમાં વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં વિદેશી ખેલાડીઓ હિન્દી ફિલ્મોના ડાયલોગ બોલતા જોવા મળે છે. આફ્રિકન સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ (Kagiso Rabada) પણ શેયર કરેલા વીડિયોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન જ્યારે એન્કરે તેમને એક સવાલ પૂછ્યો તો જવાબ સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા.
એન્કરે પહેલા કાગિસો રબાડા (Kagiso Rabada) ને પૂછ્યું, ‘શું તમે સલમાન ખાનને ઓળખો છો?’ જેના જવાબમાં તેણે કહ્યું, ‘ના. હું રાશિદ ખાનને ઓળખું છું. રબાડાનો જવાબ સાંભળીને એન્કર પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને બંને હસવા પર મજબૂર થઈ ગયા.
આ પછી એન્કરે પંજાબના સ્ટાર ખેલાડી કાગિસો રબાડા પાસેથી બોલિવૂડની જાણીતી ફિલ્મ ‘વોન્ટેડ’નો ફેમસ ડાયલોગ બોલાવવા માટે પ્રયાસ કર્યો હતો. ડાયલોગ હતો ‘એકબાર કમિટમેન્ટ કરદુ તો.., મે ખુદ કી ભી નહીં સુનતા…!’ આ દરમિયાન રબાડા શરૂઆતના કેટલાક શબ્દો બોલવામાં સફળ થાય છે, પરંતુ તે પછી તે બોલી શકતો નથી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) ટીમના સ્ટાર બોલર કાગિસો રબાડા (Kagiso Rabada)ના પ્રદર્શનની વાત કરીએ તો તેણે પોતાની ટીમ માટે 10 મેચ રમી છે અને 10 ઇનિંગ્સમાં 17.94ની એવરેજથી 18 વિકેટ લીધી છે. કાગિસો રબાડા હાલમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને છે.