IPL 2022 : તમે મેચ જોવા જઇ રહ્યા છો તો 1.5 કિમી ચાલવાની તૈયારી રાખજો, જાણો 27 હજાર વાહનો માટે કેવી રીતે પાર્ક કરી શકાશે

IPL 2022 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ક્વોલિફાયર 2 ની મેચ રમાશે. 27 મે ના રોજ રમાનાર મેચ માટે દર્શકોને સાંજે 4 વાગે સ્ડેયિમમાં પ્રવેશ મળવાની શરૂઆત થશે.

IPL 2022 : તમે મેચ જોવા જઇ રહ્યા છો તો 1.5 કિમી ચાલવાની તૈયારી રાખજો, જાણો 27 હજાર વાહનો માટે કેવી રીતે પાર્ક કરી શકાશે
Narendra Modi Stadium (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 1:20 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઇ છે. શુક્રવારે સાંજે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે લીગની ક્વોલિફાયર 2 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાશે. આ રોમાંચક મેચ જોવા માટે અમદાવાદ સહિત આસપાસના ગામડા અને શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે 1.32 લાખની ક્ષમતા વાળું વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ ક્વોલિફાયર 2 અને ફાઇનલ મેચ માટેની યજમાની માટે સજ્જ થઇ ગયું છે. ક્રિકેટ ચાહકોમાં અને ખાસ કરીને અમદાવાદના લોકોમાં આ બંને મેચને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે ક્વોલિફાયર 2 મેચ સાંજે 7.30 વાગે શરૂ થશે જ્યારે 29 મે ના રોજ રમાનાર ફાઇનલ મેચ સાંજે 8 વાગે શરૂ થશે.

તમને જણાવી દઇએ કે ક્વોલિફાયર 2 મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મેચ રમાશે. આ મેચમાં જીતનાર ટીમ 29 મે ના રોજ રમાનાર ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) ટીમ સામે ટકરાશે. મહત્વનું છે કે રાજસ્થાન રોયલ્સ લીગની પહેલી સિઝન 2008 માં ચેમ્પિયન બની ચુકી છે. જ્યારે બેંગ્લોર અને ગુજરાતની ટીમ હજુ સુધી ટાઇટલ જીતી શકી નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારી સાથે ટીવી9 ગુજરાતીએ વાત કરતા તેમણે જણાવ્યું કે શુક્રવારે સવાર સુધી 95 હજાર ઓનલાઇન ટીકિટનું બુકિંગ થઇ ગયું છે. જે સાંજ સુધી 1 લાખની સંખ્યા વટાવી શકે છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો મેચ જોવા માટે પહોંચશે તેના માટે પાર્કિંગની ખાસ વ્યવસ્થા અમદાવાદ કોર્પોરેશને કરી છે.

27 હજાર વાહનો માટે 31 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા

મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આસપાસના વિસ્તારમાં ટુ વ્હિલર માટે 8 અને ફોર વ્હિલર માટે 23 પાર્કિંગ પ્લોટ એટલે કે કુલ 31 પાર્કિંદ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. આ 31 પાર્કિંગ પ્લોટમાં 12 હજાર ટુ વ્હિલર્સ અનમે 15 હજાર ફોર વ્હિલર્સ પાર્ક થઇ શકશે. જોકે મહત્વનું છે કે આ પાર્કિંગ પ્લોટમાં પોતાના વાહન પાર્ક કરવા માટે માય પાર્કિંગ એપમાં ફરજીયાત એડવાન્સ બુકિંગ કરવવું પડશે.

જાણો, ટુ વ્હિલર્સ અને ફોર વ્હિલર્સ માટે પાર્કિંગ ચાર્જ કેટલો છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર દર્શકોને પોતાના વાહનો પાર્ક કરવા માટે 31 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વાહન ચાલકોએ માય પાર્કિંગ એપમાં એડવાન્સમાં બુકિંગ કરવું પડશે. પાર્કિંગ ચાર્જની વાત કરીએ તો ટુ વ્હિલર્સ માટે 50 રુપિયા અને ફોર વ્હિલર્સ માટે 150 રુપિયાનો ચાર્જ ચુકવવો પડશે. આમ 27 અને 29 મે ના રોજ રમાનાર મેચ દરમ્યાન પાર્કિંગ માટે દર્શકો પાસેથી 57 લાખ જેટલી રકમ વસુલવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">