IPL 2022 : ‘મને પંતમાં એમએસ ધોનીની ઝલક દેખાય છે’: કુલદીપ યાદવનું રિષભ પંત વિશે મોટું નિવેદન

IPL 2022 : લીગમાં દિલ્હી કેપિટલ્સ (DC) ટીમ તરફથી રમતા કુલદીપ યાદવ (Kuldeep Yadav) ઋષભ પંતની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

IPL 2022 : 'મને પંતમાં એમએસ ધોનીની ઝલક દેખાય છે': કુલદીપ યાદવનું રિષભ પંત વિશે મોટું નિવેદન
Rishabh Pant (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 11:57 PM

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના સ્પિનર ​​કુલદીપ યાદવે (Kuldeep Yadav) DC પોડકાસ્ટના ચોથા એપિસોડમાં પોતાના દિલની વાત કહી. IPL 2022 માં અત્યાર સુધીમાં 13 વિકેટ ઝડપનાર 27 વર્ષીય ખેલાડીએ દિલ્હી ફ્રેન્ચાઈઝી સાથેના તેના પ્રથમ પ્રશિક્ષણ સત્ર દરમિયાન મુખ્ય કોચ રિકી પોન્ટિંગ (Ricky Ponting) સાથે કરેલી રસપ્રદ વાતચીત વિશે વાત કરી. કુલદીપે કહ્યું, “જ્યારે તમને તમારી જાતને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે, ત્યારે તમે દરેક વસ્તુનો આનંદ લેવાનું શરૂ કરો છો. ટીમ સાથેના મારા પ્રથમ પ્રેક્ટિસ સેશન દરમિયાન જ્યારે મેં રિકી સાથે વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે હું ખૂબ સારી બોલિંગ કરી રહ્યો છું અને તે મને તમામ 14 લીગ મેચોમાં રમતા જોવા માંગે છે. તેની સાથે મારી વાતચીતથી મને ઘણી પ્રેરણા મળી.” કુલદીપ યાદવે સહાયક કોચ શેન વોટસન સાથે મળીને કામ કરવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું, “શેન વોટસને પણ મને ઘણી મદદ કરી છે. વોટસન સાથે ત્રણ-ચાર સિઝનમાં કામ કરવા બદલ હું ખૂબ જ ભાગ્યશાળી છું. તેણે ખાસ કરીને મને રમતના માનસિક પાસામાં મદદ કરી છે. આ ટીમમાં જોડાતા પહેલા મેં શું કર્યું છે તેના વિશે મેં તેની સાથે ઘણી બાબતો શેર કરી છે. હું તેની સાથે ખુલીને વાત કરું છું.”

મને રિષભ પંતમાં એમએસ ધોનીની ઝલક દેખાય છેઃ કુલદીપ

સુકાની રિષભ પંત વિશે બોલતા તેણે કહ્યું, “મને લાગે છે કે ઋષભમાં સ્ટમ્પ પાછળ એમએસ ધોનીના લક્ષણોની કેટલીક ઝલક જોવા મળે છે. તે મેદાન પર સારી રીતે માર્ગદર્શન આપે છે અને શાંત રહે છે. સ્પિનરોની સફળતામાં વિકેટકીપરની મોટી ભૂમિકા હોય છે. આ આઈપીએલમાં મારા પ્રદર્શનનો શ્રેય પણ રિષભને જાય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સ્પિનરે આ એપિસોડમાં ફૂટબોલ પ્રત્યેના તેના પ્રેમ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, “મને ક્રિકેટ વિશે વાત કરવી પસંદ નથી. હું ફક્ત રમતો રમું છું. હું ક્રિકેટ વિશે ત્યારે જ વાત કરું છું જ્યારે એક ખેલાડી તરીકે મારે શું કરવું જોઈએ તે અંગે ગંભીર વાતચીત થાય છે. હું ફૂટબોલને ખૂબ નજીકથી ફોલો કરું છું. જો કે હું ફૂટબોલ સારી રીતે રમી શકતો નથી, પરંતુ હું તે રમત વિશે ઘણું જાણું છું.”

આ પણ વાંચો : IPL 2022 : ઈશાન કિશન એકદમ વિચિત્ર રીતે આઉટ થયો, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : IPL 2022, PBKS vs CSK: સોમવારે IPL માં પંજાબ અને ચેન્નાઈ વચ્ચે ટક્કર થશે, જુઓ હેડ ટુ હેડ આંકડા

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">