IPL 2022 : ગુજરાત-રાજસ્થાન ક્વોલિફાયર 1, લખનૌ-બેંગ્લોર એલિમેન્ટર, જાણો સમગ્ર કાર્યક્રમ

IPL 2022 ની ક્વોલિફાયર-1 24 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. એલિમિનેટર 25 મેના રોજ પોઈન્ટ ટેબલની ત્રીજા અને ચોથા નંબરની ટીમો લખનૌ અને બેંગ્લોર વચ્ચે યોજાશે.

IPL 2022 : ગુજરાત-રાજસ્થાન ક્વોલિફાયર 1, લખનૌ-બેંગ્લોર એલિમેન્ટર, જાણો સમગ્ર કાર્યક્રમ
IPL 2022 Playoffs (PC: Star Sports)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 9:07 AM

શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં દિલ્હી કેપિટલ્સ ટીમની હાર સાથે પ્લેઓફ (IPL 2022 Playoffs) ની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) એ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને 5 વિકેટે હરાવીને પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકી દીધી હતી. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટીમે દિલ્હી કેપિટલ્સ ટીમ પાસેથી 2018 નો બદલો પણ લીધો હતો. હવે ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બેંગ્લોર ટીમના 16 પોઈન્ટ હતા. જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમના 14 પોઈન્ટ હતા. પ્લેઓફમાં પહોંચવા માટે દિલ્હી માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી જરૂરી હતી. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ ટીમે દિલ્હી ટીમની આશા પર પાણી ફરી દીધું હતું અને મુંબઈની જીત સાથે બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચી ગયું હતું.

તમને જણાવી દઇએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની ક્વોલિફાયર-1 ની મેચ 24 મેના રોજ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાશે. તો બીજી તરફ એલિમિનેટરની મેચ 25 મેના રોજ પોઈન્ટ ટેબલની ત્રીજા અને ચોથા નંબરની ટીમ એટલે કે લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાશે. બંને મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. ક્વોલિફાયર-1 જીતનારી ટીમ ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. જ્યારે હારનાર ટીમ ક્વોલિફાયર-2 માં એલિમિનેટરના વિજેતા સામે ટકરાશે. જે ટીમ આ મેચ જીતશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઇએ કે ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ (29 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પ્લેઓફની મેચ આ પ્રમાણે છેઃ

ક્વોલિફાયર 1 : 24 મે (કોલકાતા), ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ એલિમિનેટર : 25 મે (કોલકાતા), લખનૌ સુપર જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ક્વોલિફાયર 2 : 27 મે (અમદાવાદ), એલિમિનેટરની વિજેતા ટીમ vs પહેલા ક્વોલિફાયરની હારનારી ટીમ ફાઇનલ : 29 મે (અમદાવાદ), ક્વોલિફાયર 1 vs ક્વોલિફાયર 2 ની વિજેતા ટીમ

પ્લેઓફમાં પહોંચનાર ટીમો

1) ગુજરાત ટાઇટન્સ 2) રાજસ્થાન રોયલ્સ 3) લખનૌ સુપર જાયન્ટ્સ 4) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

પ્લેઓફમાંથી બહાર થયેલી ટીમો

1) મુંબઈ ઈન્ડિયન્સ 2) ચેન્નઈ સુપર કિંગ્સ 3) કોલકાતા નાઇટ રાઇડર્સ 4) સનરાઇઝર્સ હૈદરાબાદ 5) દિલ્હી કેપિટલ્સ 6) પંજાબ કિંગ્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">