GT vs RCB, IPL 2022: ગુજરાત ટાઈટન્સે 5 વિકેટે બેંગ્લોર સામે 169 રનનુ રાખ્યુ લક્ષ્ય, હાર્દિક પંડ્યાની શાનદાર અડધી સદી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) માટે આ મેચ ડુ ઓર ડાઈ છે. તે આ મેચમાં 169નુ લક્ષ્ય પાર નથી કરી શકતુ તો તે બહાર ફેંકાઈ શકે છે. સાથે જ તેણે આ લક્ષ્ય ઝડપથી પાર કરી બતાવવુ પણ જરુરી છે.

GT vs RCB, IPL 2022: ગુજરાત ટાઈટન્સે 5 વિકેટે બેંગ્લોર સામે 169 રનનુ રાખ્યુ લક્ષ્ય, હાર્દિક પંડ્યાની શાનદાર અડધી સદી
Hardik Pandya એ અડધી સદી નોંધાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 8:55 AM

IPL 2022 ની 67મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈન્ટસ (Royal Challengers Bangalore vs Gujarat Titans) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. ગુજરાતની શરુઆત સારી રહી નહોતી. ઓપનર શુભમનન ગિલ અને મેથ્યૂ વેડેની વિકેટ ઝડપથી પાવર પ્લેમાં જ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરે સ્થિતીને સંભાળી હતી. 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 168 રન ગુજરાતે નોંધાવ્યા હતા.

આમ તો રિદ્ધીમાન સાહાની બેટીંગ પ્રથમ બોલથી જ જબરદસ્ત રહેતા ગુજરાતની ટીમની શરુઆત સારી રહેવાની આશા હતી. પરંતુ ગ્લેન મેક્સવેલે ડાઇવ લગાવીને ઝડપેલા આશ્વર્યજનક કેચ વડે આઉટ થઈને શુભમન ગિલે 1 જ રન નોંધાવીને પરત ફરવુ પડ્યુ હતુ. મેથ્યૂ વેડેએ પણ સારી શરુઆત કરી હતી. પરંતુ એ પણ ઝડપથી આઉટ થયો હતો. વેડેએ 13 બોલનો સામનો કરીને 16 રન નોંધાવ્યા હતા. જેમાં તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો જમાવ્યો હતો.

રિદ્ધિમાન સાહા નવમી ઓવરના ત્રીજા બોલ પર રન આઉટ થયો હતો. હાર્દિક કવર્સ તરફ બોલ રમ્યો હતો. તે રન માટે દોડ્યો પણ પછી અટકી ગયો, સાહા મૂંઝવણમાં હતો, તેથી ફાફ ડુ પ્લેસિસે સીધા થ્રો વડે બેલ્સ ઉડાવી દીધી અને સાહા સ્ટ્રાઈકરના અંત સુધી પહોંચે તે પહેલાં તેને આઉટ કરી દીધો હતો. તે 22 બોલમાં 31 રન બનાવીને પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હાર્દિકની શાનદાર અડધી સદી

હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરે સારી ભાગીદારી રમત દર્શાવી હતી. પંડ્યાએ 47 બોલમાં 62 રનની અણનમ ઈનીંગ રમી હતી. તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા વડે આ રન કર્યા હતા. બંનેએ ભાગીદારીમાં અડદી સદી નોંધાવી હતી. જોકે મિલર (34 રન 25 બોલ) ને વાનિન્દુ હસારંગાએ 17મી ઓવરમાં શિકાર કર્યો હતો. મિલર 25 બોલમાં 34 રન 3 છગ્ગાની મદદ થી નોંધાવીને પરત ફર્યો હતો. ત્યાર બાદ રાહુલ તેવટિયા (2) હાર્દિક પંડ્યાને સાથ પુરાવવા માટે ક્રિઝ પર આવ્યો હતો. પરંતુ તે ઝડપથી જ પરત ફરી ગયો હતો. અંતમાં રાશિદ ખાને 2 છગ્ગા વડે 6 બોલમાં 19 રન નોંધાવ્યા હતા. જોસ હેઝલવુડે 2 અને મેક્સવેલ અને હસારંગા એ 1-1 વિકેટઝડપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">