IPL 2022 Final : હસરંગાને પાછળ છોડી ચહલે જીતી પર્પલ કેપ, તોડ્યો ઈમરાન તાહિરનો મોટો રેકોર્ડ

IPL 2022 : રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ચહલ એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર ​​પણ બની ગયો છે.

IPL 2022 Final : હસરંગાને પાછળ છોડી ચહલે જીતી પર્પલ કેપ, તોડ્યો ઈમરાન તાહિરનો મોટો રેકોર્ડ
Yuzvendra Chahal (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 9:56 AM

IPL 2022 ની ફાઇનલ મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને આઉટ કરતાની સાથે જ પર્પલ કેપ (Purple Cap) મેળવી લીધી છે. તેણે બેંગ્લોર ટીમના સ્ટાર બોલર વાનેન્દુ હસરંગાને પાછળ છોડી દીધો હતો. તેના પહેલા હસરંગા પાસે પર્પલ કેપ હતી.

આ મેચ પહેલા ચહલે 16 મેચમાં 26 વિકેટ ઝડપી હતી. તે જ સમયે બેંગ્લોર ટીમના વાનિંદુ હસરંગાએ પણ 16 મેચમાં 26 વિકેટ લીધી હતી. પરંતુ સારી એવરેજના કારણે હસરંગા આગળ હતો. જોકે ફાઈનલ મેચમાં હાર્દિકને આઉટ કરીને તેણે આ સિઝનમાં પોતાની વિકેટની સંખ્યા 27 કરી દીધી. તે બાદ તે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. ચહલે આ મેચમાં 4 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ચહલે બનાવી દીધો વધુ એક રેકોર્ડ

ચહલે આ સિઝનમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર ​​પણ બની ગયો છે. તેણે ઈમરાન તાહિરનો રેકોર્ડ તોડ્યો છે. તાહિરે IPL 2019 માં 26 વિકેટ લીધી હતી. આ સાથે જ ચહલે આ સિઝનમાં 27 વિકેટ ઝડપી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

IPL માં એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર

વિકેટ         બોલર                              સિઝન 

27             યુઝવેન્દ્ર ચહલ                         2022 26             ઇમરાન તાહિર                       2019 26             વાનેંદુ હસરંગા                        2022 24             સુનીલ નરેન                            2012 24             હરભજન સિંહ                        2013

ગુજરાત ચેમ્પિયન બન્યું

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને IPL 2022 નું ટાઇટલ જીત્યું. ફાઈનલ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમે માત્ર 18.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ 34 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી. તે જ સમયે સુકાની હાર્દિક પંડ્યા (3/17) અને સાઈ કિશોર (2/20) ની ઘાતક બોલિંગને પગલે ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી IPL ટાઇટલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. તેણે 130 રનમાં 9 વિકેટ ગુમાવી ગુજરાતને 131 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમ તરફથી જોસ બટલર (39) અને યશસ્વી જયસ્વાલે (22) સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે તે ટીમને જીતાડી શક્યા નહીં.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">