IPL 2022 CSK vs MI Live Streaming: મુંબઈ અને ચેન્નાઈ આમને-સામને ટકરાશે, જાણો તમે આ મેચો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો
Chennai Super Kings vs Mumbai Indians Live Streaming: IPL ઈતિહાસની બે સૌથી સફળ ટીમો મુંબઈ અને ચેન્નાઈ (Chennai Super Kings) આમને-સામને ટકરાશે. આ બંને ટીમો વચ્ચે આ સિઝનની આ બીજી મેચ છે.
IPL 2022 CSK vs MI: ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની બે સૌથી સફળ ટીમો આ વર્ષે ખરાબ સ્થિતિમાં છે. પાંચ વખતની IPL વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) પહેલાથી જ IPL-2022ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી આ ટીમ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. આ સાથે જ ચાર વખત આઈપીએલ જીતનારી ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings) પણ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે આ બંને ટીમો ગુરુવારે મુંબઈમાં સામસામે ટકરાશે. મુંબઈ સામેની હાર ચેન્નાઈને IPL-2022ના પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બાકાત કરી દેશે.
જો પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ પર નજર કરીએ તો મુંબઈની ટીમ 11 મેચમાં બે મેચ જીતીને અને નવ મેચ હારીને છેલ્લા સ્થાને છે, જ્યારે ચેન્નાઈ નવમા નંબરે છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની આ ટીમ 11 મેચમાં ચાર જીત અને સાત હાર સાથે આઠ પોઈન્ટ સાથે નવમા ક્રમે છે, આ પહેલા બંને ટીમો 21 એપ્રિલે એકબીજા સાથે ટકરાઈ ચૂકી છે, જેમાં મુંબઈનો પરાજય થયો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL-2022 ની મેચ ક્યારે રમાશે?
IPL-2022 ની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ગુરુવાર, 12 મેના રોજ રમાશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ ક્યાં રમાશે?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે મેચ 07:30 વાગ્યે શરૂ થશે.
તમે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.
હું ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકું?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.