IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ સામે ટક્કર પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે કરી ખાસ પ્રેકટીસ, જુઓ Video

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) લીગની બે સૌથી સફળ ટીમો છે. આ બંને વચ્ચેની મેચ માટે ચાહકો ખૂબ જ ઉત્સુક છે.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ સામે ટક્કર પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે કરી ખાસ પ્રેકટીસ, જુઓ Video
Chennai Super Kings પોઈન્ટ ટેબલમાં નવમુ સ્થાન ધરાવે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 6:13 PM

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમે હવે કોઈકના કોઈક રીતે પ્લેઓફની રેસમાં પોતાની જાતને જાળવી રાખી છે. તે પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે છે પરંતુ હજુ સુધી તે રેસમાંથી સંપૂર્ણપણે બહાર નથી. આજે એટલે કે 12 મેના રોજ તેનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે થશે. મુંબઈ પોતે આઇપીએલ (IPL 2022) ની રેસમાંથી બહાર થઈ ગયું છે પરંતુ તે ચોક્કસપણે અન્ય ટીમોની રમત બગાડી શકે છે, જેમાં ચેન્નાઈનો સમાવેશ થાય છે. આ મેચ માટે ચેન્નાઈની ટીમ તૈયારીમાં કોઈ કસર છોડવા માંગતી નથી અને ઘણો પરસેવો પાડી રહી છે.

ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે લીગની આ 59મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ચેન્નાઈની ટીમે ખાસ તૈયારીઓ કરી છે, જેનો તેણે સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોને ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેઓ સમજી શકે છે કે IPLની એલ ક્લાસિકો કહેવાતી આ મેચ કેટલી રોમાંચક રહેશે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ચેન્નાઈએ વીડિયો શેર કર્યો છે

ચેન્નાઈ સુપર કિંગ્સે બુધવારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો, જે તેમના પ્રેક્ટિસ સેશનનો હતો. આ વીડિયોમાં તે ભીના બોલ સાથે રમતા જોવા મળી રહ્યો છે. ધોનીની સાથે શિવમ દુબે અને ગાયકવાડ પણ ભીના બોલ સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ભીના બોલથી પ્રેક્ટિસ કરવાથી શોટ મારવાની શક્તિ વધે છે. વીડિયો શેર કરતાં ચેન્નાઈએ લખ્યું, ‘મોટા કદમ સાથે આગળ વધો’.

મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે ટક્કર થશે

IPLની બે સૌથી સફળ ટીમો ચેન્નાઈ અને મુંબઈ માટે આ સિઝન નિરાશાજનક રહી. મુંબઈ હવે પ્રતિષ્ઠા માટે રમશે જ્યારે ચેન્નાઈ ટેકનિકલી રીતે હજુ પણ દોડમાં છે જો બાકીની મેચોનું પરિણામ તેમના માટે સારું આવે તો. જો મુંબઈ સામે હારશે તો ચેન્નાઈ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ચેન્નાઈએ છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને 91 રને હરાવ્યું હતું અને તેઓ આ ગતિ જાળવી રાખશે તેવી અપેક્ષા છે.

રવિન્દ્ર જાડેજા માટે પણ આ સિઝન દુઃસ્વપ્ન સમાન હતી અને તેણે અધવચ્ચે જ કેપ્ટનશિપ છોડી દીધી હતી. દિલ્હી સામેની છેલ્લી મેચમાં ઈજાના કારણે તે બહાર થઈ ગયો હતો. હવે તે આખી સિઝન માટે બહાર છે. તે જ સમયે, મુંબઈનો સ્ટાર સૂર્યકુમાર યાદવ પણ ઈજાના કારણે બહાર છે. આવી સ્થિતિમાં તિલક વર્મા, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ અને કિરન પોલાર્ડ પર જવાબદારી વધુ રહેશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">