IPL 2022 : બ્રેન્ડન મેક્કુલમે કોલકાતા છોડતી વખતે કેપ્ટન શ્રેયસ અય્યર માટે એક મોટી વાત કહી

IPL 2022 : મને ખબર છે કે સુકાની શ્રેયસ અય્યર અને તમામ સપોર્ટ સ્ટાફ સાથે કોલકાતાની ટીમ સારા હાથમાં છે.: બ્રાન્ડેન મેક્કુલમ

IPL 2022 : બ્રેન્ડન મેક્કુલમે કોલકાતા છોડતી વખતે કેપ્ટન શ્રેયસ અય્યર માટે એક મોટી વાત કહી
Brendon McCullum (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 4:30 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ (Brendon McCullum) એ કોલકાતા ટીમ છોડતી વખતે મોટી પ્રતિક્રિયા આપી છે. બ્રેન્ડન મેક્કુલમે ટીમના સુકાની શ્રેયસ ઐયર (Shreyas Iyer) ની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેમની કેપ્ટનશીપમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ સારા હાથમાં છે.

મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમની ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કારણોસર તે હવે કોલકાતા ટીમને કોચિંગ આપશે નહીં. તેના કોચિંગ કાર્યકાળ હેઠળ કોલકાતા ટીમને તેમની છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રોમાંચક હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

IPL વિશ્વના સૌથી મોટી લીગ છેઃ બ્રેન્ડન મેક્કુલમ

કોલકાતા ટીમ છોડતી વખતે બ્રેન્ડન મેક્કુલમ (Brendon McCullum) એ કોલકાતા ટીમમાં તેની સફર વિશે મોટી પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, “મેં KKR ને 3 વર્ષ કોચિંગમાં વિતાવ્યા અને આ સમય દરમિયાન હું બાયો-બબલમાં હતો. હું એ તમામનો આભાર માનું છું કે જેમણે મને આ પ્રવાસમાં સાથ આપ્યો. પહેલા IPL ના યજમાન અને પછી પ્રશંસકો જેઓ અમારી સાથે છે. આઈપીએલ એક જબરદસ્ત ટૂર્નામેન્ટ છે અને વિશ્વની સૌથી મોટી T20 લીગ છે. આઈપીએલમાંથી ઘણી વાર્તાઓ બહાર આવે છે.”

કોલકાતા ટીમ સારા હાથમાં રમી રહી છેઃ મેક્કુલમ

બ્રેન્ડન મેક્કુલમે વધુમાં કહ્યું કે, “કોચ તરીકે મેં ખેલાડીઓને IPL માં મુક્તપણે રમવાની મંજૂરી આપી છે અને તેમને સકારાત્મક રીતે રમવા માટે કહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી મેં અહીં અદ્ભુત સમય પસાર કર્યો છે. આ વર્ષે અમે જોઇતું પરિણામ હાંસલ કરી શક્યા નથી. પરંતુ શાનદાર ક્રિકેટ રમ્યા છીએ. હું આ ટીમને અનુસરવાનું ચાલુ રાખીશ. મને ખબર છે કે સુકાની શ્રેયસ અય્યર અને તમામ સપોર્ટ સ્ટાફ સાથે કોલકાતાની ટીમ સારા હાથમાં છે.” તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે હાર બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">