IPL 2022: 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આ સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારવામાં આવી, જાણો આંકડા

IPL 2022: ચાલુ સિઝનને બાદ કરતા અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા આઈપીએલ 2018ની સિઝનમાં લાગ્યા હતા. ત્યારે આઈપીએલ 2018માં કુલ 872 છગ્ગા ફટકાર્યા હતા.

IPL 2022: 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આ સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારવામાં આવી, જાણો આંકડા
Moeen Ali (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 7:23 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ (CSK vs GT) વચ્ચેની મેચમાં ચેન્નાઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની શરૂઆત ખાસ રહી ન હતી. ટીમનો ઓપનર ડેવોન કોનવે ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર 9 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મોઈન અલીએ છઠ્ઠી ઓવરમાં રાશિદ ખાન પર 2 સિક્સ ફટકારી હતી. આ સાથે આ સિઝનમાં એક મોટો રેકોર્ડ બની ગયો છે.

ચેન્નઈ ટીમના સ્ટાર બેટ્સમેન મોઈન અલી (Moeen Ali)એ ગુજરાત ટીમના ઉપ સુકાની રાશિદ ખાન (Rasid Khan)ની ઓવરના ચોથા અને પાંચમા બોલ પર 2 સિક્સર ફટકારી હતી. આ સાથે IPLમાં એક ખાસ રેકોર્ડ નોંધાયો હતો. ખરેખર આઈપીએલના ઈતિહાસની વાત કરીએ તો અત્યારની 15મી સિઝન IPL 2022માં 873 સિક્સર ફટકારવામાં આવ્યા છે. આ ગત વર્ષ IPL 2020માં 734, IPL 2019માં 784, IPL 2018માં 872 અને IPL 2012માં 731 સિક્સર ફટકારવામાં આવી હતી.

એક આઈપીએલ સિઝનમાં સૌથી વધુ છગ્ગા

  1. આઈપીએલ 2022: 873 છગ્ગા (ચેન્નઈની ઇનિંગમાં 3 છગ્ગા લાગ્યા ત્યાં સુધી
  2. આઈપીએલ 2018: 872 છગ્ગા
  3. આજનું રાશિફળ તારીખ : 24-04-2024
    લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
    ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
    કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
    700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
    ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
  4. આઈપીએલ 2019: 784 છગ્ગા
  5. આઈપીએલ 2020: 734 છગ્ગા
  6. આઈપીએલ 2012: 731 છગ્ગા

તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) પહેલા જ પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની ટીમની વાત કરીએ તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ગુજરાત ટાઈટન્સની ટીમ પ્લેઓફ પહેલા પોતાની જાતને તૈયાર કરવાનો પ્રયાસ કરશે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પાસે યુવા ખેલાડીઓને પણ અજમાવવાની તક છે.

ટોસ જીત્યા બાદ ધોનીએ કહ્યું કે આ વિકેટ પર ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણે તે ધીમી રહેશે. અમે અમારી ટીમમાં 4 ફેરફાર કર્યા છે. જેમાંથી રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો, તિક્ષાનાને આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ જગદિશન, પ્રશાંત સોલંકી, મિચેલ સેન્ટનર, મથીશા પથિરાના રમી રહ્યા છે. મહત્વનું છે કે મથીશા જગદિશન અને પ્રશાંત સોલંકી આઈપીએલમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ખેલાડીઓ પહેલીવાર લીગમાં રમી રહ્યા છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">