IPL 2021,KKR vs SRH: કોલકાતા સામે પણ હૈદરાબાદ પાણીમાં બેઠુ, 116 રનનો આસાન પડકાર આપ્યો

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) પહેલા થી પ્લેઓફ ની બહાર ફેંકાઇ ચુક્યુ છે. પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, જે સ્થાન પ્લેઓફ માટે જાળવી રાખવુ જરુરી છે.

IPL 2021,KKR vs SRH: કોલકાતા સામે પણ હૈદરાબાદ પાણીમાં બેઠુ, 116 રનનો આસાન પડકાર આપ્યો
Abdul Samad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:05 PM

IPL 2021 નો લીગ તબક્કો હવે સમાપ્ત થવાને આરે આવી પહોંચ્યો છે. હવે પ્લેઓફના માત્ર ચોથા સ્થાનની જગ્યા ખાલી રહી છે. પ્લેઓફમાં થી બહાર થઇ ચુકેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે દુબઇમાં મેચ રમાઇ રહી છે. જે સિઝનની 49મી મેચ છે. ટોસ જીતીને SRH ના કેપ્ટન કેન વિલિયમસ (Kane Williamson) ને બેટીંગ પસંદ કરી હતી. હૈદરાબાદે 8 વિકેટ ગુમાવીને 115 રન કર્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદ બેટીંગ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દર વખતની માફક આજે પણ હૈદરાબાદની બેટીંગ નબળી રહી હતી. પ્રથમ ઓવરના બીજા બોલે જ હૈદરાબાદે તેના ઓપનર રિદ્ધીમાન સાહાની વિકેટ ગુમાવી દીધી હતી. સાહા ગોલ્ડન ડક આઉટ થયો હતો. જોકે તેના એલબીડલ્યુ આઉટને લઇને વિવાદ સર્જાયો હતો. જોકે તેની વિકેટ પર રિવ્યી લેવામાં આવ્યુ નહોતુ. જેસન રોય પણ ટીમના 16 રનના સ્કોર પર આઉટ થયો હતો. તેમે 13 બોલમાં 10 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમસન પણ ખાસ કંઇ કરી શક્યો નહોતો. તે 26 રન કરીને રન આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 26 રનનુ યોગદાન આપ્યુ હતુ. જે દરમ્યાન એક છગ્ગો લગાવ્યો હતો.

અભિષેક શર્મા એ 10 બોલનો સામનો કરીને 6 રન કર્યા હતા. પ્રિયમ ગર્ગ પાંચમી વિકેટના રુપમાં આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 21 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે એક છગ્ગો લગાવ્યો હતો. જેસન હોલ્ડર 9 બોલમાં માત્ર 2 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. આમ 80 રન ના સ્કોર પર હૈદરાબાદે 6 વિકેટ ગુમાવી હતી. અબ્દુલ સમદે (Abdul Samad) આક્રમક બેટીંગ કરી ને ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે 18 બોલની રમતમાં 3 છગ્ગા લગાવી 25 રનનુ યોગદાન આપી આઉટ થયો હતો. રાશિદ ખાને 8 રન કર્યા હતા.

કોલાકાતા નાઇટ રાઇડર્સની બોલીંગ

વરુણ ચક્રવર્તીએ તેની સ્પિનમાં 2 વિકેટને ફસાવી લીધી હતી. તેણે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ટીમ સાઉથીએ 4 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. તેણે 26 રન આપ્યા હતા. શિવમ માવીએ 4 ઓવરમાં 29 રન આપી 2 વિકેટ ઝડપી હતી. સાકિબ અલી હસને પણ 4 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. સુનિલ નરેને ખૂબ જ કસીને બોલીંગ કરી હતી. તેણે માત્ર 12 રન 4 ઓવરમાં આપ્યા હતા.

આ પણ વાંચોઃ IND Women vs AUS Women: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ મેચ ડ્રો રહી, કાગારુ ટીમ સામે સ્મૃતી મંધાના અને બોલરો ઝળહળ્યાં

આ પણ વાંચોઃ IPL 2021,RCB vs PBKS: વિરાટ કોહલી ની ટીમ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી, 6 રન થી પંજાબને હરાવ્યુ, ચહલની 3 વિકેટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">