IPL 2021: અધવચ્ચે જ સસ્પેન્ડ કરવામાં આવેલી ટુર્નામેન્ટને પુરી કરવામાં આવશે? ક્યારે રમાશે બાકી રહેલી મેચ, જાણો

પાછલા બે દિવસમાં જ ચાર ટીમોમાં કોરોના સંક્રમણ સામે આવ્યુ છે. આવી સ્થિતીમાં ખેલાડીઓમાં પણ ડર વર્તાઈ રહ્યો હતો અને કોરોનાનો ખતરો પણ મંડરાવવા લાગ્યો હતો. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આઈપીએલ ટુર્નામેન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

  • Avnish Goswami
  • Published On - 22:33 PM, 4 May 2021
IPL 2021: અધવચ્ચે જ સસ્પેન્ડ કરવામાં આવેલી ટુર્નામેન્ટને પુરી કરવામાં આવશે? ક્યારે રમાશે બાકી રહેલી મેચ, જાણો
IPL 2021

ટુર્નામેન્ટમાં કોરોનાનું પ્રમાણ વધતુ જવાને લઈને આઈપીએલ 2021ને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પાછલા બે દિવસમાં જ ચાર ટીમોમાં કોરોના સંક્રમણ સામે આવ્યુ છે. આવી સ્થિતીમાં ખેલાડીઓમાં પણ ડર વર્તાઈ રહ્યો હતો અને કોરોનાનો ખતરો પણ મંડરાવવા લાગ્યો હતો. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આઈપીએલ ટુર્નામેન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

 

 

હવે મોટો સવાલ એ છે કે, આ વર્ષે આઈપીએલ યોજાશે કે નહીં જો યોજાશે તો ક્યારે યોજવામાં આવશે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ (Brijesh Patel)એ આ અંગે એક સમાચાર સંસ્થાને કહ્યું હતુ કે, અનિશ્વતકાળ સુધી ટુર્નામેન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અમે આગળના ઉપલબ્ધ સમયમાં આ પ્રતિયોગીતાનું આયોજન કરવાનો પ્રયાસ કરીશુ. જોકે આ મહિને તેની સંભાવનાઓ નથી.

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર ખૂબ જ વ્યસ્ત છે. આઈપીએલ માટે એપ્રિલ-મે મહીનાનો સમય રહેતો હોય છે. આવામાં આગામી મહિનાઓમાં આઈપીએલ માટે સમય નિકાળવવો તે મુશ્કેલ રહેશે. 2020ની આઈપીએલ પણ એપ્રિલ અને મે માસમાં રમાઈ શકી નહોતી.

 

જોકે પાછળના વર્ષે અન્ય સ્થળો પર પણ ક્રિકેટ સ્થગીત હતી. તેવામાં બીસીસીઆઈએ સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચેના ખાલી સમયનો ઉપયોગ કરીને યુએઈમાં આયોજન કર્યુ હતુ. આ વખતે આવી સ્થિતી નથી. સાથે જ વર્ષના અંતમાં T20 વિશ્વકપ (T20 World Cup)નું પણ આયોજન થનારુ છે. જેનું યજમાન પણ ભારત છે.

 

31 મેચો રમાડાવા માટે નિકાળવો પડશે સમય
આઈપીએલ 2021ને 29 મેચ રમાડ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવી છે. આવામાં હવે 31 મેચ રમાડવાની બાકી રહી છે. આ મેચો માટે ઓછામાં ઓછો એક મહિનાનો સમય જોઈશે. ભારતીય ખેલાડીઓના હિસાબથી આ સમય નિકાળી શકાય, પરંતુ વિદેશી ખેલાડીઓ પર પણ ખૂબ પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

 

સાથે જ વિદેશી એક્ટીવ ખેલાડીઓ આ ટુર્નામેન્ટના માટે મહત્વના છે. એવામાં તેમના મુજબ સમય નિકાળવો મુશ્કેલ બની શકે છે. ભારતીય ટીમ જૂનના પ્રથમ સપ્તાહમાં ઈંગ્લેંડ પ્રવાસે જશે. ત્યાં 18 જૂનથી ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ રમવાની છે. તેના બાદ જૂલાઈ સુધી ભારતીય ખેલાડી ફ્રી રહેશે. જોકે તે સમયે ખેલાડીઓને પરત બોલાવીને ઈંગ્લેન્ડ સામે જૂલાઈમાં ટેસ્ટ સિરીઝ પહેલા ટુર્નામેન્ટ પુરી કરવી પણ સરળ નથી.

 

 

સપ્ટેમ્બરમાં બની શકે છે મોકો
ભારતીય ટીમ ઈંગ્લેંડમાં પાચ ટેસ્ટ મેચની સિરીઝ રમવા ગયા બાદ સપ્ટેમ્બરમાં પરત ફરશે. ત્યારબાદ ઘરઆંગણે જ ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ રમવાની છે. જે સિરીઝ નવેમ્બરમાં પ્રસ્તાવિત T20 વિશ્વકપ પહેલા રમાનાર છે. સાથે જ દક્ષિણ આફ્રિકા સાથે T20 સિરીઝ રમવાની પણ જાણકારી આવી રહી છે.

 

જોકે બીસીસીઆઈ આ સિરીઝને આગળ પાછળ કરીને આઈપીએલ માટે સમય બનાવી શકે છે. આ દરમ્યાન પર્યાપ્ત સમય હોવાને લઈને બીસીસીઆઈને તૈયારીઓ માટે પણ સમય મળી રહેશે. બાકીની ટીમોની પણ કોઈ સિરીઝ પ્રસ્તાવિત નથી. આવામાં સપ્ટેમ્બરમાં ટુર્નામેન્ટનો બાકી હિસ્સો પૂરો થઈ શકે છે.

 

સપ્ટેમ્બરમાં ટુર્નામેન્ટ કરવાની વાત બીસીસીઆઈ અધિકારીઓના મનમાં છે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ એવા સંકેત સાથે સમાચાર સંસ્થા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, અમે જોઈશુ કે, વર્ષ દરમ્યાન અમને આઈપીએએલના આયોજન માટે કોઈ ઉપયુક્ત સમય મળી શકે છે કેમ. તે સપ્ટેમ્બર હોઈ શકે છે, જોકે તે માત્ર એક ક્યાસ હશે. હાલમાં સ્થિતીએ છે કે, અમે આ ટુર્નામેન્ટનું આયોજન નથી કરી રહ્યા.